
બ્રિટિશ પીએમ બોરિસ જોનસન પર આરોપ, તેમના પૂર્વ સલાહકારે કહ્યુ કે સમયસર યોગ્ય પગલા ન લીધા
દિલ્લી: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન પર તેમના પૂર્વ સહયોગી અને સલાહકાર દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. તેમના પૂર્વ સહયોગી ડોમિનિક કમિંગ્સ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે કોરોના મહામારીમાં બ્રિટિશ પીએમ દ્વારા યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી. જો તેમના દ્વારા યોગ્ય સમયસર પગલા લેવામાં આવ્યા હોત તો મોટી સંખ્યામાં લોકોના જીવ બચી ગયા હોત.
બ્રિટિશ પીએમ બોરીસ જોનસનની સરકાર દ્વારા કેટલીક ભૂલો કરવામાં આવી છે તેના કારણે હજારોની સંખ્યામાં મોત થઈ છે. પીએમ જોનસન તે પીએમના પદ માટે અયોગ્ય છે તેવુ પણ તેમના પૂર્વ સલાહકાર દ્વારા કહેવામાં આવ્યું છે. પીએમ જોનસન પર તે આરોપ પણ લગાવવામાં આવ્યા છે કે તેમણે વૈજ્ઞાનિકોની સલાહ માની હતી નહી અને લોકડાઉન લગાવવામાં પણ વધારે સમય લીધો હતો.
કમિંગ્સે દાવો કર્યો હતો કે, બ્રિટનના આરોગ્ય પ્રધાન મેટ હેનકોકને જૂઠ્ઠાણા કરવા બદલ પદ પરથી હટાવવા જોઈએ. તેમણે કહ્યું કે હજારો લોકો મરી ગયા, જેને મરવાની જરૂર નહોતી. પુરાવાના સત્રમાં બ્રિટીશ સંસદમાં સાંસદો સમક્ષ ડોમિનિક કમિંગ્સે જુબાની આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે સરકારની નીતિઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.
આ રોગચાળાને પહોંચી વળવા સરકારની કોઈ અસરકારક યોજના નહોતી. તેમણે સાંસદોને કહ્યું હતું કે સત્ય એ છે કે મારા જેવા વરિષ્ઠ પ્રધાનો, વરિષ્ઠ અધિકારીઓ અને વરિષ્ઠ સલાહકારો કટોકટીના સમયમાં લોકોની અપેક્ષાઓ પ્રમાણે સફળ ન થયા હતા.
આ બાબતે બ્રિટિશ પીએમ બોરિસ જોનસને પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને તમામ આરોપને નકારી દીધા છે. આંતરિક સત્તાના સંઘર્ષને કારણે ગત વર્ષે 10 નવેમ્બરના રોજ ડોમિનિક કમિંગ્સે પોતાનું સ્થાન ગુમાવ્યું હતું. તેમણે કહ્યું કે જેઓ મોરચા પર હતા તેઓ સિંહોની જેમ વર્તન કર્યુ છે, પણ તેમનું નેતૃત્વ ગદર્ભના હાથમાં હતું.
કમિંગ્સે દાવો કર્યો હતો કે જહોનસને તેમને કહ્યું હતું કે તેઓ ડાઉનિંગ સ્ટ્રીટમાં ગડબડીથી ઘેરાયેલા રહેવા માંગે છે, જેથી દરેકને ખબર પડે કે તે વડાપ્રધાન છે અને તે રાષ્ટ્રને સંભાળી રહ્યા છે. તેમણે કહ્યું કે જહોનસન વડાપ્રધાન પદ માટે યોગ્ય વ્યક્તિ નથી. જો કે, જોહ્ન્સનને તેના ભૂતપૂર્વ સાથીદારના કહેવાથી ઇનકાર કર્યો હતો કે સરકારની હંમેશાં પ્રાધાન્યતા લોકોના જીવન બચાવવાની હતી તેવુ કહ્યું.