1. Home
  2. Agency
  3. News
  4. બસપ નેતા માયાવતી બ્રાહ્મણોના સમર્થનમાં આવ્યા, જાણો કેન્દ્ર સરકાર પાસે શું માગણી કરી?
બસપ નેતા માયાવતી બ્રાહ્મણોના સમર્થનમાં આવ્યા, જાણો કેન્દ્ર સરકાર પાસે શું માગણી કરી?

બસપ નેતા માયાવતી બ્રાહ્મણોના સમર્થનમાં આવ્યા, જાણો કેન્દ્ર સરકાર પાસે શું માગણી કરી?

0
Social Share

લખનૌ, 6 ફેબ્રુઆરી, 2026 – BSP leader Mayawati came in support of Brahmins બહુજન સમાજ પાર્ટી (બસપ)ના નેતા માયાવતી બ્રાહ્મણોના સમર્થનમાં ઉતર્યા છે. તેમણે દેશમાં વિવિધ સમુદાય તેમજ ખાસ કરીને મનોરંજન ઉદ્યોગ દ્વારા બ્રાહ્મણોના થઈ રહેલા અપમાન સામે નારાજગી વ્યક્ત કરી છે. દરમિયાન આ વેબ સિરિઝ વિરુદ્ધ આજે એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે.

બહેન માયાવતીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X ઉપર એક પોસ્ટ કરીને આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.

તેમણે એક્સ ઉપર જણાવ્યું કે, આ વાત દુઃખ અને ચિંતાની છે કે, છેલ્લા થોડા સમયથી માત્ર યુપીમાં જ નહીં પરંતુ હવે તો ફિલ્મોમાં પણ પંડિતને ભ્રષ્ટાચારી બતાવીને આખા દેશમાં તેમનું જે અપમાન અને અનાદર કરવામાં આવી રહ્યો છે તથા જેનાથી સમગ્ર બ્રાહ્મણ સમાજમાં હાલ જોરદાર રોષ વ્યાપેલો છે તેથી અમારો પક્ષ પણ આકરા શબ્દોમાં ટીકા કરે છે. આવી એક જાતિવાદી ફિલ્મ (વેબ સિરીઝ) ઘૂસખોર પંડત ઉપર કેન્દ્ર સરકારે તરત જ પ્રતિબંધ લગાવવો જોઈએ તેવી બી.એસ.પી. ની માંગ છે. સાથે જ લખનઉ પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવે તે યોગ્ય રહેશે.

વેબ સિરીઝ ઘૂસખો પંડત સામે ઠેર ઠેર આક્રોશ
વેબ સિરીઝ ઘૂસખોર પંડત સામે ઠેર ઠેર આક્રોશ

બીજી તરફ, આ બાબતે હજરતગંજના એસએચઓ વિક્રમ સિંહે જાતે નોંધ લઈને કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, સીએમ યોગી આદિત્યનાથની સૂચના છે કે સામાજિક સંતુલન બગાડે તેવી તથા ધાર્મિક કે જાતિવાદી ભાવનાઓને ભડકાવે તેવી કોઇપણ બાબત સામે પગલાં લેવા. તે અનુસાર આ વેબ સિરીઝ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ સંરક્ષણ સચિવે ભુજની મુલાકાત લીધી, આંતરમાળખાકીય વિકાસ – ક્ષમતા નિર્માણ પહેલની સમીક્ષા કરી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code