1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શિક્ષણ માટે બજેટમાં ફાળવેળા નાણા સરકારની વાહ વાહી અને જાહેરાતો પાછળ ખર્ચાય છેઃ કોંગ્રેસ
શિક્ષણ માટે બજેટમાં ફાળવેળા નાણા સરકારની વાહ વાહી અને જાહેરાતો પાછળ ખર્ચાય છેઃ કોંગ્રેસ

શિક્ષણ માટે બજેટમાં ફાળવેળા નાણા સરકારની વાહ વાહી અને જાહેરાતો પાછળ ખર્ચાય છેઃ કોંગ્રેસ

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર દિવસે-દિવસે કથળતું જાય છે. કરોડો રૂપિયા શિક્ષણ પાછળ બજેટ ફાળવ્યા પછી પણ આજે ખાનગી શાળાઓમાં શિક્ષકો નથી, ઓરડાઓની ઘટ છે, ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી મળતું, માધ્યમિક શાળાઓમાં પણ મોટા પ્રમાણમાં મહેકમની શિક્ષકોની ઘટ છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ ગુણવત્તાયુક્ત પૂરું પડવાની સરકારની જવાબદારી છે તેમ છતાં ફાળવવામાં આવતા બજેટમાંથી  શિક્ષણની સંસ્થાઓની સાર-સંભાળ અને મહેકમ ભરાય એના માટે ખર્ચ કરવાના બદલે સરકારની વાહવાહી અને જાહેરાતોમાં વાપરાય છે. તેમ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતુ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના 14 જિલ્લાઓમાં 16 સરકારી ઈજનેરી કોલેજો છે. ગુજરાતના 33 જીલ્લાઓ અને 8મહાનગરપાલિકાઓમાંથી ફક્ત 16 જિલ્લાઓમાં સરકારી એન્જિનિયરીંગ કોલેજો કાર્યરત છે. આજે 30 વર્ષથી શાસન કરતી ભાજપની સરકાર અને 10 વર્ષથી ડબલ એન્જીનની સરકાર હોવા છતાં ગુજરાતમાં અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર સાબરકાંઠા વડોદરા, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, મહીસાગર, મહેસાણા, નર્મદા, ડાંગ, નવસારી અને તાપી જિલ્લાઓમાં એકપણ સરકારી એન્જિનિયરીંગ કોલેજ નથી. તેના કારણે ગરીબ અને માધ્યમ વર્ગના બાળકોને એન્જિનિયર થવું હોય તો પણ ખાનગી કોલેજોમાં ઉંચી ફી ચૂકવીને ભણવાની ફરજ પડે છે. આ સરકારની નીતિ જ એવી છે કે, સરકારી એન્જિનિયરીંગ કોલેજ તો નહી ખોલવાની પણ જે કોલેજો કોંગ્રેસના શાસનમાં ખુલી છે તેમાં પુરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહિ આપવાનું, પુરતો સ્ટાફ નહિ ભરવાનો નહીં, તેના કારણે ધીરેધીરે કોલેજમાંથી વિદ્યાર્થીઓ પલાયન થઈને ખાનગી કોલેજોમાં જાય એવું ખાનગીકરણને પ્રોત્સાહન આપવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ભાજપ સરકારમાં ચાલી રહ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં સરકારી ઇજનેરીની 16 કોલેજો જે ચાલુ છે, વર્ગ-1નું 534 મંજુર મહેકમની સામે 316  ખાલી જગ્યાઓ છે એટલે લગભગ 60% જગ્યાઓ ખાલી છે. વર્ગ-2ની મંજુર જગ્યાઓ 1,467ની સામે 193 જગ્યાઓ ખાલી છે એટલે 14% જગ્યાઓ ખાલી છે. વર્ગ-3ની મંજુર જગ્યાઓ 475ની સામે 300 જગ્યાઓ ખાલી છે એટલે 55% જગ્યાઓ ખાલી છે. વર્ગ-4ની મંજુર જગ્યાઓ 260ની સામે 201 જગ્યાઓ ખાલી છે એટલે 77% જેટલી જગ્યાઓ ખાલી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code