1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પેકેજ્ડ બંધ પીવાના પાણીની કંપની પર ભારતીય માનક બ્યુરોના દરોડા
પેકેજ્ડ બંધ પીવાના પાણીની કંપની પર ભારતીય માનક બ્યુરોના દરોડા

પેકેજ્ડ બંધ પીવાના પાણીની કંપની પર ભારતીય માનક બ્યુરોના દરોડા

0
Social Share

સુરત : ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરીથ માન્ય લાયસન્સ લીધા વગર પેકેજ્ડ બંધ પીવાના પાણીનું ઉત્પાદન થતું હોવાની માહિતીના આધાર પર તા. 6 એપ્રિલ 2023ના રોજ મેસર્સ વચ્છરાજ (પ્રો. દીપક છગનભાઈ મોરડિયા), 7/એજીએફ પ્લોટ-બી2, અમેના પાર્ક સોસાયટી, મોટા વરાછા, સુરત-395006, ગુજરાતમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન મોટા જથ્થામાં પેકેજ્ડ બંધ પીવાના પાણી પર બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (આઈએસઆઈ) માર્કનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પુરાવા તરીકે અલગ-અલગ બ્રાન્ડની નકલી આઈએસઆઈ માર્કવાળા પાણીના 20 લિટરના 39 જાર મળી આવ્યા હતા અને જપ્ત કરવામાં આવ્યા હતા.

આ ઉત્પાદન ભારત સરકારના આદેશ મુજબ ફરજિયાત પ્રમાણીકરણમાં આવે છે. જે મુજબ કોઈપણ વ્યક્તિ આ વસ્તુનું ઉત્પાદન બીઆઈએસ તરફથી આઈએસઆઈ માર્કના લાયસન્સ લીધા વિના કરી શકે નહીં. બ્યુરોની પૂર્વ પરવાનગી વગર બ્યુરો માનક માર્કનો બનાવટી ઉપયોગ કરવાવાળા વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016ની કલમ-17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે. જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2 લાખ આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે લાયસન્સ વિના ભારતીય માનક બ્યુરો (આઈએસઆઈ) માર્કનો દુરુપયોગ કરતા હોય છે. ભારતીય માનક બ્યુરોની અમદાવાદ શાખા સમયાંતરે આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે આઈએસઆઈ માર્કના દુરુપયોગની મળેલી કે કરેલી ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકચિહ્નના દુરુપયોગની જાણકારી હોય તો તે એના વિશે પ્રમુખ ભારતીય માનક બ્યુરો, સુરત શાખા કાર્યાલય, પ્રથમ મઆળ, દૂરસંચાર ભવન, કારીમાબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડ દોડ રોડ, સુરત-395001 ફોન નં. 0265-2990071 પર લખી શકે છે. ફરિયાદને headsubo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેઈલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code