1. Home
  2. ગુજરાતી
  3. બંદરોની સુરક્ષા માટે બનશે બ્યુરો ઓફ પોર્ટ સિક્યોરિટી
બંદરોની સુરક્ષા માટે બનશે બ્યુરો ઓફ પોર્ટ સિક્યોરિટી

બંદરોની સુરક્ષા માટે બનશે બ્યુરો ઓફ પોર્ટ સિક્યોરિટી

0
Social Share

નવી દિલ્હી : ભારતના દરિયાઈ સીમાઓ અને બંદરોને અભેદ્ય બનાવવા માટે કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શુક્રવારે જહાજો અને બંદરોની સુરક્ષા માટે સમર્પિત ‘બ્યુરો ઓફ પોર્ટ સિક્યોરિટી’ (BOPS) ની રચના અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પોર્ટ, શિપિંગ અને નાગરિક ઉડ્ડયન મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જોખમ-આધારિત સુરક્ષા માળખું તૈયાર કરવા નિર્દેશ બેઠક દરમિયાન અમિત શાહે દેશભરના બંદરો માટે મજબૂત અને પ્રભાવી સુરક્ષા માળખું સ્થાપિત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે સૂચના આપી હતી કે બંદરોની ભૌગોલિક સ્થિતિ અને વ્યાપાર ક્ષમતાને ધ્યાનમાં રાખીને તબક્કાવાર રીતે સુરક્ષા પગલાં લાગુ કરવા જોઈએ.

‘મર્ચન્ટ શિપિંગ એક્ટ, 2025’ ની કલમ 13 હેઠળ BOPS એક વૈધાનિક સંસ્થા તરીકે કાર્ય કરશે. આ બ્યુરોનું નેતૃત્વ ભારતીય પોલીસ સેવા (IPS) ના વરિષ્ઠ અધિકારી (લેવલ-15) કરશે. શરૂઆતના એક વર્ષના સંક્રમણ કાળ દરમિયાન શિપિંગ ડાયરેક્ટર જનરલ (DGS) તેના વડા તરીકે જવાબદારી નિભાવશે. આ બ્યુરો કેન્દ્રીય પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના હેઠળ રહીને નિયમનકારી અને નિરીક્ષણના કાર્યો કરશે.

સાયબર સુરક્ષા પર વિશેષ ધ્યાન વર્તમાન સમયમાં ડિજિટલ ખતરાઓને જોતા BOPS માં સાયબર સુરક્ષા માટે એક સમર્પિત પ્રભાગ બનાવવામાં આવશે. જે બંદરોની આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુરક્ષિત રાખવાનું કાર્ય કરશે. બ્યુરો સુરક્ષા સંબંધિત માહિતીનું સમયસર વિશ્લેષણ અને આદાનપ્રદાન પણ સુનિશ્ચિત કરશે. CISF ને સોંપાઈ મોટી જવાબદારી બંદરોની સુરક્ષાના મૂલ્યાંકન અને પ્લાનિંગ માટે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ને ‘રેકગ્નાઈઝ્ડ સિક્યોરિટી ઓર્ગેનાઈઝેશન’ (RSO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code