1. Home
  2. ગુજરાતી
  3. Paytmના લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટમાં પ્રીમિયમ તૂટ્યું, ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થવાની સંભાવના
Paytmના લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટમાં પ્રીમિયમ તૂટ્યું, ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થવાની સંભાવના

Paytmના લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટમાં પ્રીમિયમ તૂટ્યું, ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થવાની સંભાવના

0
Social Share
  • Paytm listing પહેલા ગ્રે માર્કેટમાં પ્રીમિયમ તૂટ્યું
  • ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થશે કે પ્રીમિયમમાં ખુલશે?
  • તેને લઇને અટકળો તેજ થઇ

નવી દિલ્હી: One 97 Communication દ્વારા સંચાલિત Paytmનો આઇપીઓ 18 નવેમ્બરના રોજ ખુલી રહ્યો છે. જો કે, બહુ ગાજેલા એવા આ આઇપીઓના લિસ્ટિગં પહેલા ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ તળીયે ગયું છે. 18,300 કરોડ રૂપિયાનો આ દેશનો સૌથી મોટો IPO છે, જેને જોઇએ તેવો પ્રતિસાદ સાપડ્યો નહોતો. ગુરુવારે Paytmનું લિસ્ટિંગ થશે.

પેટીએમનું કાલે લિસ્ટિંગ થશે ત્યારે તે રોકાણકારોને રિટર્ન આપશે કે પછી ડિસ્કાઉન્ટમાં ખુલશે તેને લઇને અનેક અટકળો થઇ રહી છે. જો કે ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ નીચલા સ્તરે પહોંચી ગયું છે. કંપનીએ આઇપીઓમાં 2150 રૂપિયના ભાવે શેર્સ ઑફર કર્યા હતા. જો કે, આઇપીઓ ખૂલ્યો તે પહેલાથી ગ્રે માર્કેટમાં તેના ઉંચા ભાવ બોલાતા હતા, પરંતુ ધીરે ધીરે તેમાં ઘટાડો જોવા મળ્યો.

હાલ ગ્રે માર્કેટમાં Paytmનો શેર 2180 રુપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. મતલબ કે, ઓફર પ્રાઈસ કરતાં તે માત્ર 30 રુપિયા અથવા 1.4 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. હજુ 7 નવેમ્બરે તો આ શેર પર ગ્રે માર્કેટમાં 150 રુપિયા જેટલું પ્રિમિયમ બોલાતુ હતું અને 07 નવેમ્બરે તો તે ઘટીને 80 રુપિયા થઈ ગયું હતું. ત્યારબાદ તેમાં ક્રમશ: ઘટાડો જોવા મળ્યો હતો. ઈશ્યૂ ખૂલ્યો ત્યારે જ ગ્રે માર્કેટમાં તેના ભાવમાં 40 રુપિયા ઘટાડો થયો હતો અને 10 નવેમ્બરે શેરનો ભાવ 40 રુપિયા પ્લસ હતો.

પેટીએમનો ઈશ્યૂ માંડ સબસ્ક્રાઈબ થયો છે ત્યારે તેને ધ્યાનમાં જોતાં ગ્રે માર્કેટમાં પણ તેમાં મંદી જોવા મળી રહી છે. તેવામાં આવતીકાલે આ શેર ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થાય છે કે પછી પોલિસીબાઝારની માફક સરપ્રાઈઝ આપે છે તેના પર સૌની નજર છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code