- અમેરિકામાં પણ જોવા મળી મોંઘવારી
- અમેરિકાની બજેટ ખાધ કેલેન્ડર વર્ષ 2021માં 2.77 લાખ કરોડ ડૉલર નોંધાઇ
- જે ગત વર્ષ 2020માં નોંધાયેલી 3.13 લાખ કરોડ ડૉલરની ખાધ પછીનો સૌથી મોટો આંકડો
નવી દિલ્હી: અમેરિકામાં પણ મોંઘવારી જોવા મળી રહી છે. અમેરિકાની બજેટ ખાધ કેલેન્ડર વર્ષ 2021માં 2.77 લાખ કરોડ ડૉલર નોંધાઇ છે, જે ગત વર્ષ 2020માં નોંધાયેલી 3.13 લાખ કરોડ ડૉલરની વિક્રમી ખાધ પછીનો બીજો સૌથી મોટો આંકડો છે.
વૈશ્વિક મહામારીની વિનાશક અસરોનો સામનો કરવા માટે બંને વર્ષમાં થયેલો લાખો કરોડ ડોલરનો ખર્ચ ખાધમાં પ્રતિબિંબિત થાય છે.
આ અંગે યુએસના બાઇડેન વહીવટી તંત્રએ કહ્યું કે, 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયેલા બજેટ વર્ષ માટે 2021ની ખાધ 2020ની તુલનામાં 360 અબજ ડૉલર ઓછી હતી કારણ કે અર્થતંત્રમાં રિકવરીથી આવકમાં વૃદ્વિ જોવા મળી, જેનાથી મહામારી દરમિયાન રાહતજનક પગલાંઓ પાછળ થયેલા સરકારી ખર્ચને પણ સરભર કરવામા મદદ મળી રહી હતી.
નોંધનીય છે કે, કોરોના મહામારી પૂર્વે ઓબામાના શાસન દરમિયાન યુએસ ફેડરલ સરકારે વર્ષ 2009માં સૌથી વધુ 1.4 લાખ કરોડ ડોલરની ખાધ નોંધાવી હતી કારણ કે, સરકારે 2008ની નાણાકીય કટોકટી બાદ દેશને ગંભીર મંદીમાંથી બેઠું કરવા માટે જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો. .