1. Home
  2. ગુજરાતી
  3. એ.પી.એસ.ઈ.ઝેડ સાયન્સ બેઝડ ટાર્ગેટ ઈનિશિયેટીવ ઉપર હસ્તાક્ષર કરનાર ભારતનું પ્રથમ પોર્ટ બન્યું
એ.પી.એસ.ઈ.ઝેડ સાયન્સ બેઝડ ટાર્ગેટ ઈનિશિયેટીવ ઉપર હસ્તાક્ષર કરનાર ભારતનું પ્રથમ પોર્ટ બન્યું

એ.પી.એસ.ઈ.ઝેડ સાયન્સ બેઝડ ટાર્ગેટ ઈનિશિયેટીવ ઉપર હસ્તાક્ષર કરનાર ભારતનું પ્રથમ પોર્ટ બન્યું

0
  • અદાણી પોર્ટ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)નો સાયન્સ બેઝડ ટાર્ગેટ ઇનિશિયેટીવ (SBTi) ઉપર હસ્તાક્ષર કરનાર ભારતની જૂજ કંપનીઓમાં સમાવેશ થયો છે
  • એપીએસઇઝેડએ એસબીટીઆઇના કમીટમેન્ટ લેટર ઉપર હસ્તાક્ષર કરનાર ભારતનું એક માત્ર અને વિશ્વનું સાતમું પોર્ટ છે
  • એપીએસઇઝેડે ટાસ્કફોર્સ ઓન ક્લાયમેટ રીલેટેડ ફાયનાન્સિયલ ડીસ્ક્લોઝર (TCFD)ના ટેકેદાર તરીકેની કટિબદ્વતા ઉપર પણ હસ્તાક્ષર કર્યા છે

અમદાવાદ, તા. 22 જુલાઈ, 2020 : પેરીસ કલાયમેન્ટ એગ્રિમેન્ટ’અંગે ભારતની નિષ્ઠા મજબૂત કરતાં અદાણી પોર્ટ અને સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડે (APSEZ) સાયન્સ બેઝડ ટાર્ગેટ ઈનિશિયેટીવ (SBTi)ઉપર હસ્તાક્ષર કર્યા છે. એસબીટીઆઈ મારફતે કંપનીઓ –તેની સમગ્ર વેલ્યુ ચેઈનમાં-ગ્લોબલ વૉર્મીંગને 1.5 ડીગ્રી સેન્ટીગ્રેડના પ્રિ-ઈન્ડસ્ટ્રીયલ લેવલ સુધી સિમિત રાખવાના વિજ્ઞાન આધારિત એમિશન ઘટાડવાના લક્ષ્યાંકો માટે નિષ્ઠા  દર્શાવે છે. નિષ્ઠા ધરાવનાર કંપનીઓને પોતાના લક્ષ્યાંકો મંજૂર કરાવવા અને એસબીટીઆઈ મારફતે પ્રસિધ્ધ કરાવવા 24 માસનો સમય મળે છે.

સાયન્સ બેઝડ ટાર્ગેટ ઈનિશિયેટીવ (SBTi)એ સીડીપી, યુનાઈટેડ નેશન્સ ગ્લોબસ કોમ્પેકટ, વર્લ્ડ રિસોર્સ ઈન્સ્ટિટ્યુટ(WRI)  અને વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર સાથે મળીને કામ કરતી સંસ્થા છે. એસબીટીઆઈ વિજ્ઞાન આધારિત લક્ષ્યાંકો નક્કી કરીને તેને પ્રોત્સાહિત કરવા માટેની ઉત્તમ પ્રણાલીઓને પ્રોત્સાહન આપે છે અને સ્વતંત્રપણે કંપનીઓના લક્ષ્યાંકોનુ મૂલ્યાંકન કરે છે. 800થી વધુ કંપનીઓએ એમિશન ઘટાડવાના વિજ્ઞાન આધારિત લક્ષ્યાંકો નક્કી કરવા માટેની કટિબધ્ધતા દર્શાવી છે.

અદાણી પોર્ટ અને સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડે ટાસ્કફોર્સ ઓન કલાયમેટ રિલેટેડ  ફાયનાન્સિયલ ડીસ્ક્લોઝર(TCFD)ના ટેકેદાર તરીકેના કમિટમેન્ટ ઉપર પણ હસ્તાક્ષર કર્યા છે. આ સંસ્થા, સ્વૈચ્છિક ધોરણે  રોકાણકારો, ધિરાણ આપનાર, વીમો આપનાર અને અન્ય સહયોગીઓને ક્લાયમેટ સંબંધી  માહિતી પૂરી પાડવા માટેનાં એમિશન ઘટાડવાના ફાયનાન્સિયલ રિસ્ક ડીસ્કલોઝર વિકસાવે છે. કુલ  16 ભારતીય કંપનીઓ ટીસીએફડીને  સહયોગ આપે છે, જેમાંથી બે અદાણી જૂથની પેટા કંપનીઓ છે.

એક જૂથ તરીકે  અમે અમારી પ્રક્રિયાઓ અને સંચાલનમાં પર્યાવરણલક્ષી ભવિષ્ય માટે સતત દરમ્યાનગીરી કરવા માટે કટીબધ્ધ છીએ. એપીએસઈઝેડ એસબીટીઆઈ અને ટીસીએફડીની એમિશન ઘટાડવાની ઝુંબેશ માટે  અને કાર્બન ન્યુટ્રલનો ધ્યેય હાંસલ કરવા માટેના સુનિશ્ચિત લક્ષ્યાંકો માટે   કટીબધ્ધ છે.  ભારતના COP21 લક્ષ્યાંકો અને ગ્લોબલ કલાયમેટ ધ્યેય હાંસલ કરવા માટેની કટિબધ્ધતા  દર્શાવતુ  અદાણી જૂથનુ આ નોંધપાત્ર કદમ છે. એપીએસઈઝેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને હોલ ટાઈમ ડીરેકટર  શ્રી કરણ અદાણી જણાવે છે કે  “આપણાં અર્થતંત્રોમાં મૂળભૂત ફેરફાર માટે આપણી પાસે દસ વર્ષ કરતાં પણ ઓછો સમય છે.  એવુ નહી થઈ શકે તો આપણે આફતકારી પરિણામોનો સામનો કરવો પડશે”

 એસબીટીઆઈના સહયોગીઓમાંની એક  યુએન ગ્લોબલ કોમ્પેકટના સીઈઓ અને ચીફ એક્ઝિક્યુટિવ ડિરેકટર શ્રીલાઈસ કીંગો જણાવે  છે કે  “સૌ પ્રથમ વાર બિઝનેસ  અને કલાયમેટ લીડર્સ જલ વાયુ પરિવર્તનની સમસ્યાને હલ કરવાની  અને ગ્લોબલ વૉર્મીંગને  1.5 ડીગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવાની જરૂરિયાત સાથે બિઝનેસને આગળ વધારવા માટે એક કદમ આગળ ધપવાના શક્તિશાળી સંકેતો આપી એક સમાન ધ્યેય માટે કામગીરી કરવા અનુરોધ કરી રહ્યા છે. ”

 એસબીટીઆઈના સહયોગીઓમાંના એક સીડીપીના સીઈઓ પોલ સેમ્પસન  જણાવે છે કે“વિજ્ઞાન ખૂબ જ સ્પષ્ટ છે,  હવામાન ઉપર આફતકારી અસર નિવારવા માટે આપણે સૌએ ખ્યાલ રાખવાનો છે કે વૉર્મીંગ 1.5 ડીગ્રી સેલ્સીયસથી વધે નહી.  ઉંચુ ધ્યેય રાખવામાં આવ્યુ છે પણ તે હાંસલ કરી શકાય તેવુ છે.  વિજ્ઞાન આધારિત લક્ષ્યાંકો કંપનીઓને ત્યાં માટેના રોડમેપ સુધી પહોંચવામાં   મદદ કરે છે. દુનિયાભરની કંપનીઓને નેટ ઝીરો ઈકોનોમી તરફ આગળ વધવા માટે  મોખરે રહેવાની આ અભૂતપૂર્વ તક છે અને સમય ગુમાવવો પરવડે તેમ નથી. ”

 એપીએસઈઝેડનો સમાવેટ એસબીટીઆઈને કમિટમેન્ટ લેટર લખી આપનાર ભારતની 43 કંપનીઓમાં સમાવેશ થાય છે.  કુલ 909 કંપનીઓ વિજ્ઞાન આધારિત કલાયમેટ એકશન લઈ રહી છે અને તેમાંથી 392 કંપનીઓએ એસબીટીઆઈ મારફતે સાયન્સ બેઝડ લક્ષ્યાંકો મંજૂર કરાવ્યા છે.

અદાણી જૂથે વર્ષ  25 ગીગાવૉટની  રિન્યુએબલ  વીજ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરીને વર્ષ 2025 સુધીમાં  વિશ્વની સૌથી મોટી સોલર પાવર કંપની બનવાનો તથા વર્ષ 2030 સુધીમાં વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ પાવર કંપની બનવાનો  ધ્યેય નક્કી કર્યો  છે.  જેના માટે આગામી પાંચ વર્ષમાં રિન્યુએબલ એનર્જી  ક્ષેત્રે 15 અબજ ડોલરનુ મૂડીરોકાણ કરવામાં આવશે.

 સાયન્સ બેઝડ ટાર્ગેટ ઈનિશિયેટીવ (SBTi)અંગે:

સાયન્સ બેઝડ ટાર્ગેટ ઈનિશિયેટીવ (SBTi)એ સીડીપી, યુનાઈટેડ નેશન્સ ગ્લોબસ કોમ્પેકટયુએન ગ્લોબલ કોમ્પક્ટ), વર્લ્ડ રિસોર્સ ઈન્સ્ટિટ્યુટ (WRI)  અને વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર સાથે મળીને કામ કરતી સંસ્થા છે અને તેની ગણના વી મીન બીઝનેસ કોએલિએશન કમિટમેન્ટમાં થાય છે. સંસ્થા લૉ કાર્બન અર્થતંત્ર તરફ આગળ ધપવા માટે  કંપનીઓને સ્પર્ધાત્મક લાભ પૂરો પાડે છે. સાયન્સ બેઝડ ટાર્ગેટસ એ પેરીસ એગ્રીમેન્ટ અનુસાર  જરૂરી ડીકાર્બોનાઈજેશન માટે  ગ્રીન હાઉસ ગેસ છૂટતો ઘટાડવાના પ્રયાસો છે, કે જેની મારફતે ગ્લોબલ વૉર્મનીંગને 2અંશ સેલ્સીયસથી ઓછા પ્રી-ઈન્ડસ્ટ્રીયલ લેવલ સુધી મર્યાદિત કરવા તથા તેને 1.5 ડીગ્રી સેલ્સીયસ સુધી સિમિત રાખવા પ્રયાસો કરાય છે.

ટાસ્ક ફોર્સ ઓન કલાયમેટ રીલેટેડ ફાયનાન્સિયલ ડીસ્ક્લોઝર (TCFD) અંગે :

કલાયમેટ રીલેટેડ ફાયનાન્સિયલ ડીસ્ક્લોઝર અંગેની એફએસબી ટાસ્ક ફોર્સ સ્વૈચ્છિક રીતે સાતત્યપૂર્ણ પધ્ધતીથી રોકાણકારો, ધિરાણ આપનાર, વીમો આપનાર અને અન્ય સહયોગીઓને ક્લાયમેટ સંબંધી  માહિતી પૂરી પાડવા અંગેનાં એમિશન ઘટાડવાના ફાયનાન્સિયલ રિસ્ક ડીસ્કલોઝર વિકસાવે છે. ટાસ્ક ફોર્સ કલાયમેટ ચેન્જ સાથે સંકળાયેલી ભૌતિક બાબતો, જવાબદારીઓ અને તે તરફની ગતિનાં જોખમો ધ્યાનમાં લે  છે અને વિવિધ ઉદ્યોગોમાં અસરકારક ફાયનાન્સિયલ ડિસ્ક્લોઝર તૈયાર કરે છે. ટાસ્ક ફોર્સની કામગીરી અને ભલામણો મારફતે  કંપનીઓને  ફાયનાન્સિયલ માર્કેટસની જરૂરિયાત સમજવામાં તથા  કલાયમેન્ટ ચેન્જનાં જોખમો તરફ પ્રતિભાવ આપવામાં સહાયક બને છે અને તેમને  રોકાણકારોની જરૂરિયાત મુજબ ડિસ્કલોઝર તૈયાર કરવામાં પ્રોત્સાહક બને છે.

અદાણી પોર્ટ અને સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ અંગે :

અદાણી પોર્ટ અને સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ એ વૈશ્વિક  વિવિધીકરણ ધરાવતા અદાણી જૂથનો હિસ્સો અને ભારતની સૌથી મોટી સુસંકલિત લોજીસ્ટીક કંપની  છે. બે દાયકા કરતાં પણ ઓછા સમયમાં કંપનીએ પોર્ટ ઈનફ્રાસ્ટ્રકચર અને લોજીસ્ટીક્સ ક્ષેત્રે નોંધપાત્ર હાજરી દર્શાવી છે. એપીએસઈઝેડ 11 વ્યુહાત્મક સ્થળોએ પોર્ટ અને ટર્મિનલ્સ ધરાવે છે, જેમાં ગુજરાતમાં મુંદ્રા, દહેજ, કંડલા અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મુગોવા, આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્ટનમ અને ચેન્નાઈમાં કટુપલ્લી અને એનરોનનો સમાવેશ થાય છે. આ બંદરો દેશની કુલ પોર્ટ ક્ષમતાના 24 ટકા હિસ્સાનુ પ્રતિનિધિત્વ કરે છે,   અને સાગરતટના પ્રદેશો તથા હીન્ટરલેન્ડમાં મોટા પ્રમાણમાં કાર્ગોનુ વહન કરે છે. કંપની કેરાલામાં  વિઝીન્ઝામ ખાતે ટ્રાન્ઝીશનલ પોર્ટ અને મ્યાનમારમાં કન્ટેઈનર ટર્મિનલ  વિકસાવી રહી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.