1. Home
  2. ગુજરાતી
  3. બિટકોઇનની કિંમત 1 લાખ ડૉલર સુધી જઇ શકે છે
બિટકોઇનની કિંમત 1 લાખ ડૉલર સુધી જઇ શકે છે

બિટકોઇનની કિંમત 1 લાખ ડૉલર સુધી જઇ શકે છે

0
Social Share
  • લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમતમાં આવી શકે છે ઉછાળો
  • આગામી વર્ષ સુધીમાં તેની કિંમત 1 લાખ ડૉલર સુધી જઇ શકે છે
  • જાણકારો આ અંગેની આગાહી કરી રહ્યા છે

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં અત્યારે ક્રિપ્ટોકરન્સીની બોલબાલા છે અને લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમત આ વર્ષે એપ્રિલના મધ્યમાં 65,000 ડૉલરના રેકોર્ડ સ્તર પર પહોંચી ગઇ હતી. ત્યારબાદ તેમાં ઘટાડો થયો અને હવે તે 47,750 ડૉલરની આસપાસ ટ્રેડ કરી રહી છે, જો કે જાણકારો અનુસાર આગામી વર્ષે તેની કિંમત 1,00,000 ડૉલર સુધી પહોંચી શકે છે.

છેલ્લા કેટલાક સપ્તાહ દરમિયાન બિટકોઇન રોકાણકારો માટે ચિંતાનો વિષય રહ્યા છે પરંતુ નિયમિત રોકાણકારો અનુસાર ક્રિપ્ટોકરન્સીમાં ઉતાર-ચઢાવ થતો રહે છે અને આ રીતે ઘટાડાની જે સ્થિતિ છે તેમાં સુધારો આવશે. તેઓ અનુસાર બિટકોઇનની કિંમત ફરી નવા રેકોર્ડ પર પહોંચશે. બિટકોઇનમાં કોઇ સેન્ટ્રલ ઑથોરિટી નથી અને કોઇ સેન્ટ્રલ બેંક તેને મેનજ કરી રહી નથી.

નોંધનીય છે કે, આ વર્ષે એપ્રિલ મહિનામાં જ્યારે બિટકોઈનની કિંમત 65,000 ડૉલર પહોંચી હતી ત્યારે ઘણાં ક્રિપ્ટો રોકાણકારોએ પોતાની રોકાણનીતિમાં બદલાવ કરતા બિટકોઈન પર હાથ અજમાવ્યો હતો. બિટકોઈનની કિંમત સંપૂર્ણ રીતે રોકાણકારો અને ટ્રેન્ડ્સ પર નિર્ભર છે. જેના કારણે આગામી વર્ષમાં બિટકોઈનની કિંમત 1,00,000 ડૉલર સુધી પહોંચી શકે છે. જેના કારણે મહત્તમ ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ તેને અપનાવામાં જોડાયેલા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code