1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાની દવા 2-DGનું ઉત્પાદન વધશે. DRDOએ ફાર્મા કંપનીઓ પાસે આવેદન મંગાવ્યા
કોરોનાની દવા 2-DGનું ઉત્પાદન વધશે. DRDOએ ફાર્મા કંપનીઓ પાસે આવેદન મંગાવ્યા

કોરોનાની દવા 2-DGનું ઉત્પાદન વધશે. DRDOએ ફાર્મા કંપનીઓ પાસે આવેદન મંગાવ્યા

0
Social Share
  • DRDOએ પોતાની દવા 2-Gના મોટા પાયે ઉત્પાદન માટે કાર્યવાહી શરૂ કરી
  • આ માટે DRDOએ ફાર્મા કંપનીઓ પાસેથી મંગાવ્યા આવેદન
  • DRDOએ ભારતીય ફાર્મા કંપનીઓ પાસેથી એક્સપ્રેશન ઑફ ઇન્ટ્રેસ્ટ માંગ્યો છે

નવી દિલ્હી: કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે મદદરૂપ એવી DRDOની 2-DG દવાનું મોટા પાયે ઉત્પાદન થાય તે માટે હવે DRDO એક્શન મોડમાં છે. DRDOએ આ માટે ફાર્મા કંપનીઓ પાસે આવેદન માંગ્યા છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર Defense research and Development Organization (DRDO)એ 2- ડીઓક્સી-ડી-ગ્લૂકોજ 2-DGના નિર્માણ માટે ભારતીય ફાર્મા કંપનીઓ પાસેથી એક્સપ્રેશન ઑફ ઇન્ટ્રેસ્ટ માંગ્યો છે. DRDOએ ડૉ. રેડ્ડીઝ લેબની મદદથી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ અલાઇડ સાયન્સિસમાં આ દવા વિકસિત કરી છે. દવાના ક્લિનિકલ પરિણામથી ખબર પડે છે કે દવાના મોલિક્યૂલ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીને જલ્દી રિકવર કરવામાં મદદ કરે છે.

ક્લિનિકલ ટ્રાયલના પરિણામથી ખબર પડે છે કે જે દર્દીઓને 2-DG દવાથી સારવાર કરવામાં આવી તેમના RT-PCR જલ્દી નેગેટિવ આવ્યો. EOIના ડોક્યૂમેન્ટ અનુસાર 17 જૂનની પહેલા ફાર્મા કંપનીઓ માટે આવેદન કરી શકે છે. આવેદનની ટેકનિકલ એસેસમેન્ટ કમિટી તપાસ કરશે. માત્ર 15 કંપનીઓને ટીઓટી આપવામાં આવશે.

અહીંયા એ મહત્વનું રહેશે કે જે પણ કંપની હરાજીની પ્રક્રિયામાં સામેલ થશે તેમની પાસે ડ્રગ લાયસન્સિંગ ઑથોરિટી પાસેથી આપવામાં આવેલ એક્ટિલ ફાર્માસ્યૂટિકલ ઇન્ગ્રેડિએન્ટ બનાવવાનું લાયસન્સ હોવું આવશ્યક છે. સાથે જ WHO GMPનું સર્ટિફિકેટ હોવું પણ અનિવાર્ય છે. સિંથેટિક પ્રક્રિયાના માધ્યમથી ડી-ગ્લૂકોઝનો ઉપયોગ કરી 2-DG બનાવવાની પ્રક્રિય અપનાવવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code