ગુજરાતી

સોનાની શુદ્વતા ચકાસવી છે?, તો આજે જ ડાઉનલોડ કરો આ એપ્લિકેશન

  • લોકડાઉન દરમિયાન લોકોમાં ઓનલાઇન ખરીદીનો વધ્યો ટ્રેન્ડ
  • લોકો સોનાની પણ હવે ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે
  • તમે એપ્લિકેશન મારફતે સોનાની શુદ્વતા ચકાસી શકશો

કોરોના વાયરસની મહામારીને કારણે મોટા ભાગના લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે અને લોકોમાં અત્યારે ઓનલાઇન ખરીદીની ટ્રેન્ડ પણ ફૂલ્યોફાલ્યો છે. ઓનલાઇન શોપિંગમાં વેરાયટીઝ પણ વધુ મળતી હોવાથી લોકો આ ટ્રેન્ડ તરફ વધુ વળ્યા છે. લોકો સોનાની પણ ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે જો કે, સોનામાં ખાસ કરીને તેની શુદ્વતા અને માલની પ્રામાણિકતા ચકાસવી અનિવાર્ય બની જાય છે. આ જ હેતુસર ભારત સરકારે સોનાના ઘરેણાં ખરીદનારા ગ્રાહકો માટે એક એપ શરૂ કરી હતી. ગ્રાહકો આ એપ્લિકેશન દ્વારા ઘરે સરળતાથી સોનાની શુદ્વતા ચકાસી શકે છે.

BIS એપ્લિકેશનથી સોનાની શુદ્વતા ચકાસો

ગ્રાહકો હવે BIS એપ્લિકેશનની મદદથી માલની સચોટતા ચકાસી શકે છે. માલ, લાઇસન્સ, નોંધણી અને હોલમાર્કની ચકાસણી સંબંધિત કોઇપણ ફરિયાદની તપાસ હવે BIS એપ દ્વારા કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને ગત મહિને જ BIS APP લોન્ચ કરી હતી. જો આ એપમાં માલનું લાઇસન્સ, નોંધણી અને હોલમાર્ક નંબર ખોટો જોવા મળે છે, તો તરત જ ગ્રાહક ફરિયાદ કરી શકે છે.

આ એપ્લિકેશન માલ અંગેની દરેક માહિતી આપે છે. BIS ધોરણોને લાગુ કરવા સાથે તે સચ્ચાઇની પ્રામાણિકતા પણ તપાસે છે. BISએ અંદાજે 37,000 ધોરણો જારી કર્યા છે, ગુણવત્તા નિયંત્રણ ઓર્ડર બહાર પાડ્યાના કારણે લાઇસન્સની સંખ્યામાં તેજી આવે તેવી સંભાવના છે.

આ રીતે ડાઉનલોડ કરો એપ્લિકેશન

હાલમાં આ એપ્લિકેશન માત્ર એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ માટે જ છે. તે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. તમારા એન્ડ્રોઇડ ફોન પર ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને સર્ચ બારમાં BIS CARE APPLICATION શોધો અને તેને તમારા મોબાઇલ પર ઇન્સ્ટોલ કરો. તેનો ઉપયોગ પણ સરળ છે.

એકવાર ડાઉનલોડ થયા બાદ, એપ્લિકેશન ખોલવાની રહેશે. અહીંયા તમારે તમારું નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી દાખલ કરવા પડશે. આ પ્રક્રિયા બાદ OTP દ્વારા નંબર અને ઇમેઇલ આઇડીની ચકાસણી થશે. તમે ત્યારબાદ ઉત્પાદનની ગુણવત્તાની ચકાસણી શરૂ કરી શકો છો.

(સંકેત)

Related posts
BUSINESSગુજરાતી

વર્ષ 2021માં પણે સોના-ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચશે, 10 ગ્રામ સોનાના આપવા પડશે 65 હજાર રૂપિયા

ગત વર્ષે કોરોના કાળ વચ્ચે પણ સોનાના ભાવમાં રેકોર્ડ તેજી જોવા મળી હતી જાણકારો અનુસાર વર્ષ 2021માં સોનાની કિંમત 65,000 રૂપિયા પ્રતિ…
BUSINESSગુજરાતી

કોરોના કાળમાં પણ સોનાની ચમક યથાવત્: રોકાણકારોને મળ્યું 28 ટકા રિટર્ન

કોરોના મહામારી દરમિયાન રોકાણકારોમાં સોના પ્રત્યેનું આકર્ષણ યથાવત્ આ વર્ષે સોનાનાં રોકાણ પર રોકાણકારોને અંદાજે 28 ટકા જેટલું રિટર્ન મળ્યું વર્ષ 2011માં…
Internationalગુજરાતી

આ દેશમાંથી મળી આવી સોનાની ખીણ - જેની કિમંત જાણીને તમારા ઉડી જશે હોંશ

તૂર્કિમાંથી મળી આવી સોનાની ખીણ  99 ટન સોનું હોવાની જાણકારી જેની કિમંત અનેક દેશોના જીડિપી કરતા પણ વધુ દિલ્હીઃ –  સામાન્ય રીતે…

Leave a Reply