1. Home
  2. ગુજરાતી
  3. ICICI લોમ્બાર્ડ-ભારતી એક્સા જનરલ ઇન્સ્યુરન્સનાં મર્જરને IRDAIની લીલી ઝંડી
ICICI લોમ્બાર્ડ-ભારતી એક્સા જનરલ ઇન્સ્યુરન્સનાં મર્જરને IRDAIની લીલી ઝંડી

ICICI લોમ્બાર્ડ-ભારતી એક્સા જનરલ ઇન્સ્યુરન્સનાં મર્જરને IRDAIની લીલી ઝંડી

0
  • IRDAIએ ભારતી એક્સા જનરલ ઇન્સ્યુરન્સના ICICI લોમ્બાર્ડમાં મર્જરને આપી મંજૂરી
  • મર્જર પૂર્ણ કરવા માટે કંપનીએ અન્ય રેગ્યુલેટરી પાસે પણ કરી અરજી: ICICI લોમ્બાર્ડ
  • પ્રસ્તાવિત ડીલથી તમામ સ્ટેકહોલ્ડરનું મૂલ્ય વધશે

નવી દિલ્હી: ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI)એ ભારતી એક્સા જનરલ ઇન્સ્યુરન્સના ICICI લોમ્બાર્ડમાં વિલીનીકરણને સૈદ્વાંતિક મંજૂરી આપી દીધી છે. ICICI લોમ્બાર્ડે એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે મર્જર પૂર્ણ કરવા માટે કંપનીએ અન્ય રેગ્યુલેટરી પાસે પણ અરજી કરી છે.

ICICI લોમ્બાર્ડે એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં માહિતી આપી હતી કે, આ સૂચિત સોદો પૂર્ણ થયા બાદ રચાયેલી એન્ટિટી પાસે નોન લાઇફ ઇન્સ્યોરન્સ કારોબારમાં પ્રો-ફાર્મા આધારે 8.7 ટકા બજાર હિસ્સો હશે. કંપનીનું કહેવું છે કે પ્રસ્તાવિત ડીલથી તમામ સ્ટેકહોલ્ડરનું મૂલ્ય વધશે. પોલિસી હોલ્ડર્સે શ્રેષ્ઠ પ્રોડક્ટ સ્યુટ અને ગ્રાહક કનેક્ટ ટચપોઇન્ટ્સનો લાભ લેવો જોઇએ. તે ઉપરાંત સુંયક્ત કારોબારના કર્મચારીઓને જુદા-જુદા ભૌગોલિક ક્ષેત્રોમાં પણ વધુને વધુ કામની તકો સાંપડશે.

નોંધનીય છે કે, આ સોદાના વીમા ક્ષેત્રમાં એક મહ્તવપૂર્ણ મર્જર માનવામાં આવે છે. સૂચિત સોદાની જાહેરાત આ વર્ષે ઑગસ્ટ માસમાં કરવામાં આવી હતી. ભારતી એક્સા જનરલ ઇન્સ્યુરન્સમાં હાલમાં ભારતી એન્ટરપ્રાઇઝનો 51 ટકા હિસ્સો છે. બાકીના 49 ટકા ફ્રેન્ચ વીમા કંપની એક્સાની માલિકી છે. આપને જણાવી દઇએ કે કોમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયાએ પણ આ મહિનાના પ્રારંભમાં આ ડીલને લીલી ઝંડી આપી હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જે પણ આ સોદાને લગતો એક ઓબ્ઝર્વેશન લેટર જારી કર્યો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.