- આજથી આ નિયમોમાં થયો ફેરફાર
- સેલેરી, પેન્શન, EMI સહિતના નિયમોમાં થયો ફેરફાર
- જાણો તેનાથી શું થશે અસર
નવી દિલ્હી: આજથી નવા મહિનાનો પ્રારંભ થયો છે. આજે 1 ઓગસ્ટ એટલે કે આજથી બેકિંગ સેક્ટરમાં ઘણા ફેરફાર થઇ રહ્યાં છે. આ સાથે જ હવે પગાર, પેન્શન અને EMI પેમેન્ટ જેવા જરૂરી ટ્રાન્ઝેક્શન માટે હવે વર્કિગ ડેઝની પ્રતિક્ષા નહીં કરવી પડે. RBIને National Automated Clearing Houseના નિયમોમાં સંશોધન કર્યું છે. આ નવા નિયમ હેઠળ હવે તમારે પગાર માટે અથવા પેન્શન માટે શનિવાર અને રવિવાર એટલે કે વીકેન્ડના પસાર થવાની રાહ જોવી નહીં પડે.
RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, ગત મહિને જૂનની ક્રેડિટ પોલિસી રીવ્યૂ દરમિયાન જાહેરાત કરી હતી કે, ગ્રાહકોની સુવિધાઓને વધારવા માટે અને 24X7 ઉપલબ્ધ રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેંટનો લાભ ઉઠાવવા માટે, NACH જે અત્યારે બેંકોમાં કાર્ય દિવસોમાં ઉપલબ્ધ છે, તેને સપ્તાહના તમામ દિવસે લાગૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.
NACH એ એક બલ્ક પેમેન્ટ સિસ્ટમ છે જેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા સંચાલિત કરે છે. જે ઘણા પ્રકારના ક્રેડિટ ટ્રાંસફર જેમ કે ડિવિડન્ડ, ઇંટરેસ્ટ, સેલરી અને પેન્શનની સુવિધા આપે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિસિટી બિલનું પેમેન્ટ, ગેસ, ટેલિફોન, પાણી લોનના EMI, મ્યુ.ફંડ રોકાણ અને ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચૂકવણીની પણ સુવિધા આપે છે. હવે આ સુવિધા પ્રાપ્ત કરવા માટે સોમવારથી શુક્રવાર એટલે કે Week daysની રાહ જોવા નહીં પડે. આ કામ વીક એન્ડમાં પણ થશે.
RBI ના અનુસાર NACH લાભાર્થીઓ માટે ડાયરેક્ટ બેનેફિટ ટ્રાંસફર (DBT) ના એક લોકપ્રિય અને પ્રમુખ ડિજિટલ મોડના રૂપમાં ઉભર્યું છે, જે હાલના સમયમાં COVID-19 દરમિયાન સમયાંતરે અને પારદર્શી રીતે સરકારી સબસિડીના હસ્તાંતરણમાં મદદ કરે છે.