
- મોદી સરકારનો ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય
- ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને પણ હવે LTCનો લાભ મળશે
- ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પણ 4 વર્ષની અંદર બે વખત LTCની સુવિધા મળશે
તહેવારોની મોસમમાં મોદી સરકારે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે એક મોટો નિર્ણય કર્યો છે. નાણાં મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે કેશ વાઉચર સ્કીમ (LTC Cash Voucher Scheme)નો ફાયદો કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઉપરાંત ખાનગી કંપનીમાં કામ કરતા લોકો અને રાજ્ય સરકારના કર્મચારીઓને પણ મળશે.
The benefit of Income-tax exemption for the payment of cash equivalent of LTC fare now made available to the non-Central Government employees as well. Detailed Press Release issued: (1/2)https://t.co/UuBiRhXqo5 pic.twitter.com/aGAlAneAru
— Income Tax India (@IncomeTaxIndia) October 29, 2020
પ્રાપ્ત વિગતો અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓની જેમ આ કર્મચારીઓને પણ માન્ય LTC ફેરના ઇન્કમ ટેક્સમાં છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે મહત્તમ 36 હજાર રૂપિયાની છૂટ મળશે.
- કર્મચારીઓ ચાર વર્ષની અંદર બે વખત એલટીસીની સુવિધાનો લાભ લઇ શકે છે.
- આ ઉપરાંત સરકારી કર્મચારીઓને LTC પર ટેક્સ ચૂકવવો પડતો નથી.
- ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પણ 4 વર્ષની અંદર બે વખત LTCની સુવિધા મળશે.
- નવી સ્કીમ અંતર્ગત લીવ એન્કેશમેન્ટ અને LTCથી ત્રણ ગણો વધારે ખર્ચ કરવા પર જ ટેક્સમાં છૂટ મળશે.
- LTCની સુવિધા ના લેવા પર કંપની ટેક્સ કપાત બાદ બાકીની રકમ ચૂકવી શકે છે.
- તે ઉપરાંત LTCના મળેલા પૈસામાંથી ત્રણ ગણી કિંમતનો સામાન ખરીદવો પડશે.
- આ ઉપરાંત તેના પર 12 ટકાથી વધારે જીએસટી હોય.
- કર્મચારીઓએ જીએસટી બિલ પણ રજૂ કરવું પડશે.
તમારા માટે આ નિર્ણય કેટલો ફાયદાકારક રહેશે
આ નિર્ણય આપના માટે કેવી રીતે ફાયદાકારક રહેશે તે વિશે વાત કરતા ટેક્સ નિષ્ણાત ગૌરી ચઢ્ઢા અનુસાર જો કોઇ કોન્ટ્રાક્ટ સાઇન કરે છે અથવા કોઇ ઑફર લઇ રહ્યા છે તો તમારે શરતો વાંચવી ખૂબ જ જરૂરી છે. સરકારે લોકોને જે લાભ આપ્યો છે તે ટેક્સ બચાવવાનો ખૂબ સારો રસ્તો છે. આ માટે પહેલા એ જાણવું આવશ્યક છે કે આ સ્કીમ કોના માટે ફાયદાકારક છે.
(સંકેત)