1. Home
  2. ગુજરાતી
  3. RBIએ વધુ એક સહકારી બેંક પર લગાવ્યા પ્રતિબંધો, નહીં કરી શકે રૂપિયાની લેવડ-દેવડ
RBIએ વધુ એક સહકારી બેંક પર લગાવ્યા પ્રતિબંધો, નહીં કરી શકે રૂપિયાની લેવડ-દેવડ

RBIએ વધુ એક સહકારી બેંક પર લગાવ્યા પ્રતિબંધો, નહીં કરી શકે રૂપિયાની લેવડ-દેવડ

0
Social Share
  • RBIએ વધુ એક સહકારી બેંક પર લગાવ્યા પ્રતિબંધો
  • RBIએ મન્તા અર્બન કોઓપરેટિવ બેંક પર 6 મહિના માટે લગાવ્યો પ્રતિબંધ
  • મન્તા અર્બન કોઓપરેટિવ બેંક 6 મહિના સુધી નાણાંની ચૂકવણી કે લોનના વ્યવહારો નહીં કરી શકે

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ વધુ એક સહકારી બેંક વિરુદ્વ પગલાં લીધા છે. RBIએ નાણાંની ચૂકવણી અને લોનના વ્યવહારો માટે મહારાષ્ટ્રના જલના જીલ્લામાં આવેલી મન્તા અર્બન કોઓપરેટિવ બેંક પર 6 મહિના માટે પ્રતિબંધ મૂક્યો છે. મંગળવારે જ કેન્દ્ર સરકારે તામિલનાડુમાં ખાનગી ક્ષેત્રની લક્ષ્મી વિલાસ બેંક પર 1 મહિના માટે શ્રેણીબદ્વ પ્રતિબંધો લગાવી દીધા છે. ત્યારે વધુ એક સહકારી બેંક પર પ્રતિબંધથી વધુ એક બેંક કૌંભાડની શક્યતા વધી ગઇ છે.

પ્રાપ્ત જાણકારી મુજબ, મંતા અર્બન કોઓપરેટિવ બેંક અંગે, RBIએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેણે બેંકને કેટલીક સૂચનાઓ આપી છે. જે 17 નવેમ્બર 2020ના રોજ બેંકના બંધ થયા પછી 6 મહિના માટે અસરકારક રહેશે. આ સૂચનો અનુસાર આ બેંક RBIની મંજૂરી વગર કોઇને લોન આપી શકશે નહીં, કે જૂની લોનોનું નવીકરણ કરી શકશે તેમજ કોઇ રોકાણ કરી શકશે નહીં. નવી થાપણો સ્વીકારવા બદલ પણ બેંક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે કોઇ ચૂકવણી કરી શકશે નહીં અથવા ચૂકવણી માટે કોઇ કરાર કરી શકશે નહીં.

લક્ષ્મી વિલાસ બેંક પર પ્રતિબંધ

આ પહેલા કેન્દ્ર સરકારે તામિલનાડુમાં ખાનગી ક્ષેત્રની લક્ષ્મી વિલાસ બેંક પર 1 મહિના માટે શ્રેણીબદ્વ પ્રતિબંધો લગાવી દીધા છે. સરકારે બેંકના બોર્ડને સુપરસીડ કરી દીધું છે અને રૂપિયાનો ઉપાડ કરવાની મર્યાદા નક્કી કરી છે. ગ્રાહકો હવે 16 ડિસેમ્બર સુધીમાં મહત્તમ 25 હજાર રૂપિયા બેંકમાંથી ઉપાડી શકશે. RBIની સલાહ પર સરકારે આ પગલું ભર્યું છે.

આપને જણાવી દઇએ કે, કેટલાક મહિના પહેલા, બેંકના શેરહોલ્ડરોની વાર્ષિક સામાન્ય સભામાં બેંકના એમડી સીઈઓ સહિત 7 ડિરેક્ટરને બહાર જવાનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. બેંક લાંબા સમયથી મૂડી સંકટ સાથે સંઘર્ષ કરી રહી હતી અને આ માટે સારા રોકાણકારોની શોધ કરવામાં આવી રહી હતી. મળતી માહિતી મુજબ જૂન ક્વાર્ટરમાં બેંકની કુલ થાપણ 21,161 કરોડ રૂપિયા હતી.

આરબીઆઈએ તાજેતરમાં જ આ બેંકની જવાબદારી પોતાના હાથમાં સંભાળી હતી. આરબીઆઈએ બેંક ચલાવવા માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી. અગાઉ આરબીઆઈની સૂચના પર, એસબીઆઈના ભૂતપૂર્વ અધિકારીને યસ બેંકમાં રોકડની કટોકટી વધ્યા પછી કામગીરીની જવાબદારી સોંપવામાં આવી હતી. 27 સપ્ટેમ્બરના રોજ આરબીઆઈ દ્વારા સીઓડીની નિમણૂક કરવામાં આવી હતી. તેમાં ત્રણ સ્વતંત્ર ડિરેક્ટર મીતા માખણ, શક્તિ સિંહા અને સતિષ કુમાર કાલરા સામેલ છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code