1. Home
  2. ગુજરાતી
  3. SBIએ ગ્રાહકોને કર્યા એલર્ટ, કહ્યું – આ ભૂલ ના કરશો બાકી બેંકના ખાતા થઇ જશે ખાલી

SBIએ ગ્રાહકોને કર્યા એલર્ટ, કહ્યું – આ ભૂલ ના કરશો બાકી બેંકના ખાતા થઇ જશે ખાલી

0
Social Share
  • દેશમાં સતત વધતા બેન્કિંગ ફ્રોડ વચ્ચે SBIએ પોતાના ગ્રાહકોને કર્યા એલર્ટ
  • કહ્યું – બેંકને લગતી જાણકારી માટે હંમેશા બેંકની અધિકૃત વેબસાઇટનો જ ઉપયોગ કરો
  • બેંકને લગતી જાણકારી માટે ગૂગલ સર્ચ એન્જિનનો ઉપયોગ ના કરો

નવી દિલ્હી: દેશમાં દૈનિક સ્તરે બેન્કિંગ ફ્રોડના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે અને હેકર્સ ગ્રાહકોને છેતરીને ફ્રોડનો શિકાર બનાવવા માટે નવા નવા કીમિયા અજમાવતા હોય છે. આ પ્રકારના બેન્કિંગ ફ્રોડથી બચવા માટે SBIએ પોતના ગ્રાહકો માટે એક એલર્ટ જાહેર કર્યું છે. આ માટે SBIએ ટ્વીટ કરીને પોતાના કરોડો ગ્રાહકોને એલર્ટ રહેવાની અપીલ કરી છે. SBIએ જણાવ્યું કે તેઓ ગ્રાહકોને ઇમેઇલ નથી મોકલી રહ્યા.

મહત્વનું છે કે આજકાલ ગ્રાહકો બેંકને લગતી કોઇપણ પ્રકારની માહિતી પ્રાપ્ત કરવા માટે ગૂગલનો ઉપયોગ કરતા હોય છે પરંતુ ગૂગલ સર્ચ પર ગ્રાહકોને યોગ્ય માહિતી મળતી નથી. એટલા માટે બેંક સાથે જોડાયેલી કોઇપણ માહિતી મેળવાવ માટે તમારે બેંકની અધિકૃત વેબસાઇટનો જ ઉપયોગ કરવો જોઇએ.

SBIએ પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલ પર માહિતી આપી છે કે ગ્રાહકોએ બેંક સાથે જોડાયેલી કોઇપણ સેવાની જાણકારી માટે હેલ્પલાઇન નંબર અથવા પછી બેંકની વેબસાઇટ એક્સેસ કરવી જોઇએ.

ગૂગલ સર્ચથી ઘણીવાર ગ્રાહક ફેક વેબસાઇટ પર જતા રહે છે અને બાદમાં ફ્રોડનો શિકાર બને છે. તેથી બેંકે કહ્યું કે SBI સંબંધિત માહિતી માટે અથવા અપડેટ માટે https://bank.sbi વેબસાઇટ પર જાઓ.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા કસ્ટર્મસ કેરનો નંબર જાહેર કરવામાં આવ્યો છે. તમે કસ્ટમર કેર નંબર 1800 11 2211, 1800 425 3800 તથા 080 26599990 પર સંપર્ક કરીને બેંક સાથે જોડાયેલી જાણકારી પ્રાપ્ત કરી શકો છો.

બેંકે ગ્રાહકોને એલર્ટ કરતા કહ્યું છે કે અમારા ગ્રાહકોને ફેક ઇમેઇલ મોકલવામાં આવી રહ્યા છે. આ પ્રકારના ઇમેઇલ સાથે SBIને કોઇ સંબંધ કે નિસ્બત નથી. તેથી આ પ્રકારના ઇમેઇલ ખોલવાથી બચો. ગ્રાહકો સોશિયલ મીડિયા પર સતર્ક રહે અને કોઇ ભ્રામક કે બનાવટી સંદેશા પર ન જાય. જો તમે આટલું ધ્યાન નહીં રાખો તો તમારા બેંકના ખાતા ખાલી થઇ જશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code