1. Home
  2. ગુજરાતી
  3. હવે ચેક બાઉન્સ કેસનું ઝડપી નિરાકરણ થશે, સુપ્રીમ કોર્ટે કરી સમિતિની રચના

હવે ચેક બાઉન્સ કેસનું ઝડપી નિરાકરણ થશે, સુપ્રીમ કોર્ટે કરી સમિતિની રચના

0
Social Share
  • બેંકોમાં ચેક બાઉન્સ થવાને લઇને સુપ્રીમ કોર્ટે લીધો નિર્ણય
  • ચેક બાઉન્સના ઝડપી નિકાલ માટે સુપ્રીમ કોર્ટે એક સમિતિની કરી રચના
  • પેન્ડિંગ કુલ કેસના આશરે 60 ટકા કેસ આશરે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ સાથે સંકળાયેલા છે

નવી દિલ્હી: બેંકોમાં અનેકવાર ચેક બાઉન્સ થતા હોય છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે ચેક બાઉન્સ કેસનો ઝડપી નિકાલ માટે એક સમિતિની રચના કરી છે. સરકાર સાથે સહમતિ સધાયા બાદ સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસએ બોબડેના કહેવા અનુસાર વિવિધ કોર્ટમાં પેન્ડિંગ કુલ કેસના આશરે 60 ટકા કેસ જેટલા કેસ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ સાથે સંકળાયેલા છે.

આ બાદ CJI બોબડેની અધ્યક્ષતા હેઠળની 5 ન્યાયીધીશોની બંધારણીય પીઠે આ માટે નેગોશિએબલ ઇન્સટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અંતર્ગત ફોજદારી કેસોની ઝડપી સુનાવણી માટે સંબંધિત કેસ અંગે વિચાર કર્યો હતો અને ચેક બાઉન્સના પેન્ડિંગ કેસના ઝડપી નિવારણ માટે એક સમિતિની રચના કરી છે.

આ સમિતિ રાજ્ય સરકારો સહિતના અન્ય ભાગીદારો સાથે મળીને સૂચનો પર ધ્યાન આપશે અને 3 મહિનામાં સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. કેન્દ્રીય નાણા મંત્રાલયના નાણા વિભાગ ઉપરાંત વિવિધ કેન્દ્રીય મંત્રાલયના અધિકારીઓ પણ આ સમિતિમાં સામેલ થશે. સેવાનિવૃત્ત જસ્ટિસ આરસી ચૌહાણ આ સમિતિની અધ્યક્ષતા કરી રહ્યા છે. ઉપરાંત આરબીઆઈના ગવર્નર દ્વારા સૂચવવામાં આવેલો એક સદસ્ય પણ તેમાં સ્થાન પામશે.

ઉલ્લેખનીય છે કે, હાલ ચેક બાઉન્સને લગતા કેસની સંખ્યા 35 લાખને પાર પહોંચી ગઈ છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code