
દેશની સર્વોચ્ચ અદાલતે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અવમાનના મામલે દોષિત ઠેરવેલા વિજય માલ્યાની અરજી ફગાવી દીધી છે. અગાઉ 27 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
આપને જણાવી દઇએ કે વર્ષ 2007માં માલ્યાએ સર્વોચ્ચ અદાલતને નિર્ણય પર ફેરવિચારણા કરવાની અરજી દાખલ કરી હતી, એમાં તેમણે ન્યાયિક આદેશોને બાજુએ કરીને પોતાના દીકરાના ખાતામાં 4 કરોડ ડોલર ટ્રાન્સફર કરવા પર કોર્ટના આદેશની અવમાનના કરવાથી દોષિત ઠેરવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 9,000 કરોડ રૂપિયાથી વધારે બેંકના દેવુ અને દગાના કોસમા આરોપી વિજય માલ્યા હાલમા બ્રિટેનમા રહે છે. સુપ્રીમ કોર્ટએ 2017મા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વવાળા બેકના સમૂહની અરજી પર આ આદેશ આપ્યો હતો.
અરજીમા કહ્યુ હતુ કે માલ્યાએ કથિત રૂપે વિભિન્ન ન્યાયિક આદેશોનો ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને બ્રિટિશ કંપની ડિયાજિયો પાસેથી મળેલા 4 કરોડ અમેરિકન ડોલર પોતાના દિકરાઓના ખાતાઓમા ટ્રાન્સફર કર્યા હતા.
(સંકેત)