- તહેવારોની મોસમમાં ટીવી પર જાહેરાતનું પ્રમાણ વધ્યું
- ટેલિવિઝન પર જાહેરાતોની સંખ્યામાં 46.1 કરોડ સેકન્ડની જાહેરાત નોંધાઇ
- વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 45.6 મિલિયન સેકન્ડની જાહેરાતનું પ્રસારણ થયું હતું
નવી દિલ્હી: તહેવારોની મોસમ જામી છે ત્યારે આ દરમિયાન ગ્રાહકો દ્વારા સૌથી વધુ ખરીદી થતી હોવાથી અને કંપનીઓ ગ્રાહકોને ઑફર્સ આપતી હોવાથી ટેલિવિઝનમાં જાહેરાતોનું પ્રમાણ વધ્યું છે. બ્રોડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયા સ્પેશિયલ ફેસ્ટિવલ એડિશન થિંક રિપોર્ટ અનુસાર જુલાઇથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન ટેલિવિઝન પર જાહેરાતોની સંખ્યામાં 46.1 કરોડ સેકન્ડની જાહેરાત નોંધાઇ છે જે આ વર્ષે સૌથી વધુ પ્રમાણમાં છે.
કેલેન્ડર વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળાની વાત કરીએ તો ત્યારે 45.6 મિલિયન સેકન્ડની જાહેરાતનું પ્રસારણ થયું હતું જેનું પ્રમાણ બીજા ત્રિમાસિકમાં ક્વાર્ટરમાં ઘટીને 41.7 કરોડ સેકન્ડ થઇ ગયું હતું. હવે જુલાઇથી સપ્ટેમ્બરના ત્રિમાસિક દરમિયાન જાહેરાતોની સંખ્યામાં 10 ટકાથી વધુનો વધારો થયો છે. ગણેશ ચતુર્થીના સપ્તાહ દરમિયાન. ટીવી પર જાહેરાતનું પ્રમાણ અગાઉના ચાર સપ્તાહની સરેરાશ તુલનામાં 4 ટકા વધ્યું હતું.
નોંધનીય છે કે, ટેલિવિઝન જાહેરાતો પર વધુ બેન્કિંગની ઝડપી વધી છે કારણ કે, 2021ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 3,397 નવી બ્રાન્ડ્સ પ્રવેશી રહી છે, અને તે પણ કુલ બ્રાન્ડની જાહેરાતના 51 ટકા હિસ્સા સાથે. રિપોર્ટ મુજબ ટીવી પર 4,226 પર જાહેરાત આપનારાઓની સંખ્યા આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં સૌથી વધુ છે. નવા જાહેરાતકારોની દ્રષ્ટિએ, ત્રીજા ક્વાર્ટરમાં તેની સૌથી વધુ 2272 હતી, જેની સંખ્યા પ્રથમ અને બીજા ક્વાર્ટરમાં અનુક્રમે 1,870 અને 1,462 હતી.