14 રાજ્યોમાં 3 લોકસભા અને 30 વિધાનસભા બેઠક ઉપર યોજાશે પેટાચૂંટણીઃ 265 પૈકી 44 સામે ફોજદારી કેસ
દિલ્હીઃ તા. ઓક્ટોબરના રોજ 14 રાજ્યોમાં ખાલી પડેલી લોકસભાની 3 અને વિધાનસભાની 30 જેટલી બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાશે. આ પેટાચૂંટણીમાં 256 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. જે પૈકી 44 સામે ફોજદારી કેસ નોંધાયાં હોવાનું જાણવા મળે છે.
એડીઆરના રિપોર્ટ અનુસાર 14 રાજયોમાં ત્રણ લોક્સભા અને 30 વિધાનસભા બેઠકો માટે 30 ઓકટોબ૨ે યોજાનારી પેટા ચૂંટણીમાં 265 ઉમેદવારો મેદાનમાં છે. આમાંથી 261ના નામાંકન પત્રો સાથે દાખલ ક૨વામાં આવેલા સોગંદનામાનું વિશ્લેષણ કરાયું છે. 30 વિધાનસભા બેઠકો ભમાટે 235 ઉમેદવારોના એફીડેવીટના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે 44 ઉમેદવારોએ તેમની સામે ફોજદા૨ી કેસ નોંધાયાની જાણકારી આપી છે.
36 ઉમેદવારોએ પોતાની વિરૂધ્ધ ગંભી૨ ગુનાહિત કેસ નોંધ્યા હોવાનું જણાવ્યું છે. સંસ્થા અનુસાર 77 એટલે કે 33 ટકા ઉમેદવારો કરોડપતી છે જે પેટા ચૂંટણી લડે છે. ઉમેદવારો ની આશરે સંપતિ 2.99 કરોડ છે. 235માંથી 93 ઉમેદવારોએ દેવુ બતાવ્યુ જેમા 18 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પેટાચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીયપક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કર્યો હતો.