1. Home
  2. ગુજરાતી
  3. રફાલ ડીલની બબાલ: કેગનો રિપોર્ટ સંસદમાં કરાયો રજૂ, કોંગ્રેસની જેપીસી તપાસની માગણી યથાવત
રફાલ ડીલની બબાલ: કેગનો રિપોર્ટ સંસદમાં કરાયો રજૂ, કોંગ્રેસની જેપીસી તપાસની માગણી યથાવત

રફાલ ડીલની બબાલ: કેગનો રિપોર્ટ સંસદમાં કરાયો રજૂ, કોંગ્રેસની જેપીસી તપાસની માગણી યથાવત

0

મંગળવારે સંસદની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસે રફાલના મુદ્દા પર ભારે હંગામો કર્યો છે. લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટીની તપાસની માગણીનો પુનરોચ્ચાર કર્યો છે. તેના સંદર્ભે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જેપી તપાસનું કોઈ ઔચિત્ય બાકી રહેતું નથી.

રફાલ ડીલ પર મચેલા રાજકીય ધમાસાણ વચ્ચે કેગનો રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે. તેના પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ કરતા વડાપ્રધાન મોદીને નિશાન બનાવ્યા હતા. તો કોંગ્રેસે રફાલ ડીલ મામલે સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરાવવાની માગણીને ફરીથી સંસદમાં ઉઠાવી છે.

મંગળવારે સંસદની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસે રફાલના મુદ્દા પર ભારે હોબાળો કર્યો હતો. લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ જેપીસી તપાસની પોતાની માગણીનો પુનરોચ્ચાર કર્યો હતો. તેના પર કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે કહ્યુ હતુ કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ મામલામાં કંઈ બચ્યું નથી. માટે જેપીસી તપાસ કરાવવાનું કોઈ કારણ બનતું નથી. સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં મંગળવારે રફાલ ડીલ પર કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.

આ પહેલા રફાલ ડીલમાં કથિત ગોટાળા અને ગડબડના કોંગ્રેસના આરોપોની વચ્ચે કેગ દ્વારા પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલવામાં આવ્યો હતો. કોંગ્રેસ સહીતના ઘણાં વિપક્ષી દળો રફાલ ડીલને લઈને સરકાર પર આક્રમક છે. કેગ પોતાના રિપોર્ટની એક નકલ રાષ્ટ્રપતિને અને બીજી નકલ નાણાં મંત્રાલયને મોકલે છે. જણાવવામાં આવે છે કે કેગના રફાલ પરના અહેવાલમાં 12 પ્રકરણોમાં લાંબો અને વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

કેટલાક સપ્તાહો પહેલા જ સંરક્ષણ મંત્રાલયે રફાલ પર વિગતવાર જવાબ અને સંબંધિત રિપોર્ટ કેગને સોંપ્યો હતો. તેમા ખરીદ પ્રક્રિયાની મહત્વની જાણકારી સાથે 36 રફાલની કિંમતો પણ જણાવવામાં આવી હતી. કેગનો રિપોર્ટ ઘણો લાંબો છે, તેને પ્રોટોકોલ પ્રમાણે સૌથી પહેલા રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યો હતો. હાલનું 16મી લોકસભાનું બજેટ સત્ર બુધવારે સમાપ્ત થઈ રહ્યું છે અને આ સત્ર હાલની સરકારનું આખરી સત્ર પણ છે. એપ્રિલ-મે માસમાં લોકસભાની ચૂંટણી બાદ 17મી લોકસભાની રચના થશે.

મીડિયા રિપોર્ટમાં સોમવારે રજૂ કરવામાં આવેલા દાવા વચ્ચે ભારતીય પક્ષ તરફથી રફાલ ડીલની વાતચીતનું નેતૃત્વ કરનારા સેવાનિવૃત્ત એર માર્શલ એસ. બી. પી. સિંહાએ આનો જવાબ આપ્યો છે. એર માર્શલ સિંહાએ કહ્યુ છેકે એક પોઈન્ટને સાબિત કરવા માટે કેટલીક નોટ્સને સિલેક્ટિવ રીતે ઉઠાવાઈ રહી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યુ છે કે આમા સચ્ચાઈ નથી. ભારતીય ટીમે જે પોતાનો આખરી રિપોર્ટ આપ્યો છે. તેના ઉપર તમામ સાત સદસ્યોએ કોઈપણ પ્રકારની અસંમતિ વગર હસ્તાક્ષર કર્યા છે. ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટ ડીલમાં એન્ટિ-કરપ્શન ક્લોઝ પર એર માર્શલ સિંહાએ કહ્યુ છે કે અત્યાર સુધી ભારત અમેરિકા અને રશિયા સાથે ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટ ડીલ કરતું હતું. હવે ત્રીજી ફ્રાંસની સરકાર સાથે ભારત તરફથી ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટ ડીલ કરવામાં આવી છે. આવા ક્લોઝ આમાથી કોઈની સાથે ન હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.