1. Home
  2. ગુજરાતી
  3. કોલકાતા એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનને હાઈજેક કરવાની ધમકી ભર્યો આવ્યો કોલ
કોલકાતા એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનને હાઈજેક કરવાની ધમકી ભર્યો આવ્યો કોલ

કોલકાતા એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનને હાઈજેક કરવાની ધમકી ભર્યો આવ્યો કોલ

0
Social Share
  • એર ઈન્ડિયાને વિમાનને હાઈજેક કરવાની ધમકી
  • હાઈજેક કરવાની ધમકી આપતા કોલથી ભય ફેલાયો

કોલકતાઃ-કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિતેલા દિવસ બુધવારની  સાંજે 7 થી 7.10 ની વચ્ચે પ્લેન હાઇજેકિંગ અંગે ધમકીભર્યો ફોન આવ્યો હતો.આ કોલ પર સામે વાળા વ્યક્તિએ બંગાળીમાં ભાષામાં વાત કરી હતી અને ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ પણ શાંત બિસ્વાસ જણઆવ્યું હતું.

આ મામલે કોલકાતો પોલીસે કહ્યું કે તેમણે આ દિશામાં પ્લેન હાઈજેક કરવાની ધમકી આપનાર કોલ કરનાર વ્યક્તિને શોધવાની કવાયત હાથ ધરી છે અને પોલીસે વધુ જાણકારી આપી છે કેસ કોલ કરનારે તરત જ ફોન  ડિસ્કનેક્ટ કર્યો છે  અને કહ્યું કે મજાક કરી રહ્યો હતો.

એરપોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ આ સમગ્ર બાબતને લઈને  કહ્યું કે પોલીસ આ મામલાની ખાસ તપાસ કરી રહી છે. કઈ ફ્લાઇટમાંથી કોલ કરવામાં આવ્યો હતો તેની વિગતો હજુ સુધી જાણી શકાઈ નથી. સ

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન પર તાલિબાનનું નિયંત્રણ છે આવી સ્થિતિમાં જો આ પ્રકારના ધમકીભર્યા કોલ્સ આવે તો સુરક્ષા એજન્સીઓને પરેશાન કરી શકે છે. તાલિબાનનીઓ દ્વારા જે રીતે અફધાન પર હુમલા કરી દેશને પોતાની બાનમાં લીધો છે એ પછી  આ પ્રકારના કોલ આવવા ચિંતાનું વાતાવરણ સર્જી શકે એ વાત સહજ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code