
ડાયાબિટીસના દર્દીઓ ખાઈ શકે છે તરબૂચ? હેલ્થ એકસપર્ટ જોડે જાણો
ડાયાબિટીસની બીમારીમાં ખાનપાન અને લાઈફસ્ટાઈલનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો તમારે બીમારીને કંટ્રોલમાં રાખવી છે તો ખોરાક વધુ સારો બનાવવો પડશે. ડાયાબિટીસના દર્દીએ પોતાની ડાઈટનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ખાવાની આદતોના લીધે સુગર લેવલ પણ ઝડપથી વધવા કે ઘટવા લાગે છે.
બ્લડ સુગર કંટ્રોલમાં રાખવા માટે હેલ્ધી ડાયટ જરૂરી છે. ખોરાકમાં વધારેને વધારે ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો જરૂરી છે. કેટલાક ફળો એવા છે જે કુદરતી રીતે મીઠા હોય છે. તરબૂચ પણ તે ફળોમાંનું એક છે જેમાં ફાઈબર અને પાણી હોય છે. ડાયાબિટીસના દર્દીઓ ખાઈ શકે છે.
તરબૂચનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 70 થી 72 ની વચ્ચે હોય છે. તરબૂચ પાણીયુક્ત ફળ હોવાથી તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો થાય છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ આરામથી ખાઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓ એક દિવસમાં લગભગ 100 થી 150 ગ્રામ તરબૂચ ખાઈ શકે છે. તેનો જ્યુસ ન પીવો કારણ કે જ્યુસમાં ફાઈબર નથી.