1. Home
  2. ગુજરાતી
  3. કેનેડાએ ભારતથી ડાયરેક્ટ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 21 ઓગસ્ટ સુધી લંબાવ્યો
કેનેડાએ ભારતથી ડાયરેક્ટ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 21 ઓગસ્ટ સુધી લંબાવ્યો

કેનેડાએ ભારતથી ડાયરેક્ટ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 21 ઓગસ્ટ સુધી લંબાવ્યો

0
Social Share
  • કેનેડા સરકારનો મોટો નિર્ણય 
  • ભારતથી ડાયરેક્ટ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ લંબાવ્યો 
  • 21 ઓગસ્ટ સુધી રહેશે અમલમાં 

દિલ્હી : કેનેડા સરકારે ભારતથી ડાયરેક્ટ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ વધુ 30 દિવસ માટે વધાર્યો છે. આ પ્રતિબંધ 21 જુલાઈના રોજ સમાપ્ત થવાનો હતો, પરંતુ હવે તે 21 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. કોવિડ -19 મહામારીની બીજી લહેર અને કોરોનાવાયરસના ડેલ્ટા વેરિયન્ટના વધતા સંક્રમણને કારણે કેનેડામાં પહેલી વાર  22 એપ્રિલના રોજ લાગુ કરવામાં આવેલ ત્યારબાદથી આ ચોથી વખત પ્રતિબંધ લંબાવાયો છે.

સોમવારે હેલ્થ કેનેડા તરફથી બહાર પાડવામાં આવેલા એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રતિબંધનો વધારો જન આરોગ્યની સલાહ પર આધારિત છે. આ સાથે કેનેડાએ ઇનડાયરેકટ રૂટના માધ્યમથી ભારતથી કેનેડા જતા મુસાફરો માટે ત્રીજા દેશના પ્રી ડિપાર્ચર કોવિડ -19 પરીક્ષણ સંબંધિત આવશ્યકતામાં વધારો કર્યો છે. કેનેડા જવાના બીજા તબક્કે ભારતથી જોડનારા મુસાફરોને કેનેડાની યાત્રા ચાલુ રાખતા પહેલા ફરજિયાત પ્રી ડિપાર્ચર COVID નેગેટીવ આરટી-પીસીઆર પરીક્ષણની જરૂર પડશે.

કેનેડાએ જણાવ્યું હતું કે,જો દેશમાં કોરોનાની સ્થિતિ ઠીક રહેશે તો 7 સપ્ટેમ્બરથી પોતાની સીમાઓને કોઈપણ સંપૂર્ણ રસીકરણ કરનારા મુસાફરો માટે ખોલી દેવામાં આવશે, જેમને કેનેડામાં પ્રવેશતા ઓછામાં ઓછા 14 દિવસ પહેલા કેનેડા-સ્વીકૃત વેક્સિનની સરકારની સાથે રસીકરણનો પૂરો કોર્સ કર્યો છે.જે ચોક્કસ પ્રવેશ આવશ્યકતાઓને પૂર્ણ કરે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code