
આણંદમાં ટેમ્પામાં કેરબો ફાટતાં એક કિ.મી સુધી એસિડ રોડ પર ઢોળાયું, અનેક સ્કુટરચાલકો પટકાયાં
આણંદઃ શહેરના 100 ફૂટ રોડ પરથી બપોરના ટાણે પસાર થતાં ટેમ્પાચાલકને ભવનાથ મહાદેવ પાસે બમ્પ ન દેખાતાં ટેમ્પો કૂદાવ્યો હતો. જોરદાર આંચકો આવતા ટેમ્પોમાં ભરેલા એસિડના કેરબા પૈકીનો એક કારબો ફાટી જતાં એક કિમી સુધી એસિડ રોડ પર રેલાયો હતો. એસિડથી ભીના થયેલા રોડ પર ચાર મહિલાના વાહન સ્લીપ ખાઇ જતાં શરીરે ઓછા વતા અંશે દાઝી ગઇ હતી. એસિડ ઢોળાતા રોડ પર અનેક દ્વિચક્રી વાહનચાલકો સ્લીપ ખાતા ઈજાઓ થઈ હતી. દરમિયાન ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયર ટીમો દોડી આવીને રોડ પર 2000 લીટર થી વધુ પાણીનો મારો કરીને સાફ કર્યો હતો. લાશ્કરોએ ટીમોએ પાણીનો મારો ચલાવીને રોડ પરથી એસિડ ધોઇ નાખ્યો હતો.
આણંદ શહેરના 100 ફટ રોડ પર ભવનાથ મહાદેવ પાસેથી બપોરે 1-00 વાગ્યાબાદ એસિડ ભરેલો ટેમ્પો પસાર થઇ રહ્યો હતો. ત્યારે ટેમ્પા ચાલકને બમ્પના દેખાતાં અચાકન જ ટેમ્પા ઉછળ્યો હતો. જેના કારણે ટેમ્પામાં મુકેલા એસિડ ભરેલા કેરબામાંથી એક કેરબો લીક થતાં ભવનાથ મહાદેવ લઇને ઓવરબ્રિજ સુધી એસિડ રોડ પર રેલાયો હતો. જેના કારણે 4 જટેલી ટુ વ્હીલર ચાલક મહિલા લપસ્યા હોવાના બનાવો બન્યા હતાં. જેમાં ઇજા થઇ હતી. ટેમ્પાચાલકને એક કિલોમીટર સુધી તેના ટેમ્પામાંથી એસિડ ઢોળાય રહ્યાની જાણ થઈ નહતી. આમ ટેમ્પાચાલકની બેદરકારી જોવા મળી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એસિડનું વેચાણ કરવા અને હેરાફેરી કરવા કલેકટર કચેરીમાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. જો કે આ કિસ્સામાં મંજૂરી લેવાઇ હતી કે કેમ તે તપાસનો વિષય છે. આ બનાવને નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું. કે બપોરના ટાણે એક ટેમ્પામાંથી ઢોળાયેલી એસિડને કારણે ચાર મહિલાઓ સ્કુટર સાથે સ્લીપ ખાઇ જતાં શરીરે દાઝી હતી.તેમજ ઇજા થઇ હતી. જેથી તાત્કાલિક સારવાર કરવા માટે બીજા વાહનમાં દવાખાને લઇ ગયા હતા.જે અંગે આણંદ ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયર ટીમો દોડી આવીને રોડ પર 2000 લીટર થી વધુ પાણીનો મારો કરીને રોડ સાફ કર્યો હતો.