આણંદમાં ટેમ્પામાં કેરબો ફાટતાં એક કિ.મી સુધી એસિડ રોડ પર ઢોળાયું, અનેક સ્કુટરચાલકો પટકાયાં
આણંદઃ શહેરના 100 ફૂટ રોડ પરથી બપોરના ટાણે પસાર થતાં ટેમ્પાચાલકને ભવનાથ મહાદેવ પાસે બમ્પ ન દેખાતાં ટેમ્પો કૂદાવ્યો હતો. જોરદાર આંચકો આવતા ટેમ્પોમાં ભરેલા એસિડના કેરબા પૈકીનો એક કારબો ફાટી જતાં એક કિમી સુધી એસિડ રોડ પર રેલાયો હતો. એસિડથી ભીના થયેલા રોડ પર ચાર મહિલાના વાહન સ્લીપ ખાઇ જતાં શરીરે ઓછા વતા અંશે […]