Homeગુજરાતીગુજરાતબાળ કલ્યાણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિ: વિવિધ યોજનાઓથી હજારો બાળકોને આર્થિક લાભ

બાળ કલ્યાણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિ: વિવિધ યોજનાઓથી હજારો બાળકોને આર્થિક લાભ

ગાંધીનગર, 29 સપ્ટેમ્બર, 2026 : Gujarat’s achievements in the field of child welfare રાજ્યભરમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અનાથ, નિરાધાર અને જરૂરિયાતમંદ બાળકોના જીવન ઘડતર અને ભવિષ્યને વધુ સુરક્ષિત કરવા માટે નિયામક, સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા મુખ્યત્વે ‘પાલક માતા પિતા યોજના’, ‘શેરો પોઝીટીવ ઇલનેસ શિષ્યવૃત્તિ’ તેમજ  ‘પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દીકરીના લગ્ન સમયે કુલ ૨.૦૦ લાખ સહાય આપવાની યોજના અમલી બનાવવામાં આવી છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી ડૉ.મનિષા વકીલના નેતૃત્વમાં નિયામક , સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા આ વિવિધ બાળ કલ્યાણ યોજનાઓ હેઠળ રાજ્યભરમાં વર્ષ ૨૦૨૫-૨૬ થી ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં ૨૭ હજાર થી વધુ   જરૂરિયાતમંદ બાળકોને રૂ.૧૩૨ કરોડથી વધુની આર્થિક સહાય અને શિષ્યવૃત્તિરૂપી સન્માન અપાઈને તેમનું ભવિષ્ય વધુ સુરક્ષિત કરવા આવ્યું છે. જેમાં પાલક માતા પિતા યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ માં  ૨૧,૮૮૧ લાભાર્થીને કુલ રૂ. ૮૦.૮૧ કરોડ અને એપ્રિલ- ૨૬ થી  ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં ૨૨,૨૨૪ બાળકોને રૂ. ૩૪.૨૪  કરોડ ની સહાય ,શેરો પોઝીટીવ ઇલનેસ શિષ્યવૃત્તિ અંતર્ગત વર્ષ ૨૦૨૫ – ૨૬માં ૫૪૪૦ બાળકોને રૂ.૧.૮૬ કરોડ અને એપ્રિલ- ૨૬ થી ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં ૫,૫૪૦ બાળકોને રૂ. ૩.૮૭ કરોડ ની શિષ્યવૃત્તિ તેમજ પાલક માતા પિતા અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દીકરીના લગ્ન સમયે કુલ ૨.૦૦ લાખ સહાય આપવાની યોજના માં વર્ષ ૨૦૨૫ – ૨૬ માં ૪૦૬ દિકરીઓ ને રૂ. ૮. ૧૨ કરોડ ની આર્થિક સહાય અને એપ્રિલ – ૨૬ થી ઓગસ્ટ -૨૬ સુધીમાં ૨૧૫ દિકરીઓને રૂ. ૪.૩૦ કરોડ ની સહાય આપવા આવી છે.

પાલક માતા પિતા યોજના એવી છે કે, ૦ થી ૧૮ વર્ષની ઉંમરના જે બાળકોના માતા-પિતા મૃત્યુ પામ્યા હોય તથા પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ પુન:લગ્ન કર્યા હોય અથવા માતા મૃત્યુ પામતાં પિતાએ પુન:લગ્ન કર્યા હોય અને બાળક તેઓ સાથે ન રહેતુ હોય તેવા બાળકો માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે. બાળકોની સાર સંભાળ રાખતા નજીકનાં સગાને માસિક પ્રતિ બાળક રૂ.૩૦૦૦/- ની સહાય ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર (DBT)થી તેના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular