Homeગુજરાતીગુજરાતગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનો કરાયો પ્રારંભ, વિજેતાઓને પુરસ્કાર અપાશે

ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનો કરાયો પ્રારંભ, વિજેતાઓને પુરસ્કાર અપાશે

ગાંધીનગર, 29 સપ્ટેમ્બર, 2026 : Gujarat Cultural Elocution Competition begins મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા-2026નો પ્રારંભ કરાવતાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, આ માત્ર સ્પર્ધા નહિ પરંતુ યુવાશક્તિમાં સંસ્કૃતિ પ્રત્યે આદર જગાવીને ચરિત્ર્ય નિર્માણ તથા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન માટેનું સક્ષમ પ્લેટફોર્મ છે. રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર-સેવ ભારત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાના પ્રારંભ અવસરે શિક્ષણ મંત્રી  ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્ય મંત્રી  ત્રિકમભાઈ છાંગા અને સેવ કલ્ચર-સેવ ભારત ફાઉન્ડેશનના સ્થાપક વરિષ્ઠ પત્રકાર  ઉદય માહુરકર પણ જોડાયા હતા.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત @ 2047 અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં યુવાશક્તિની નિર્ણાયક અને મહત્વપૂર્ણ ભૂમિકા રહેવાની છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, ડેમોગ્રાફિક ડિવિડન્ડ સમાન યુવાધનમાં જ્ઞાનની સાથે શ્રેષ્ઠ ચારિત્ર્ય, વિનય, વિવેક, સુશીલતા અને સંસ્કાર સિંચન એ આપણી જવાબદારી છે અને હવેના સમયની માંગ પણ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ઘડાયેલી નેશનલ એજ્યુકેશન પોલિસીના ફ્રેમવર્કમાં પણ મુલ્યનિષ્ઠ શિક્ષણની ભલામણ કરવામાં આવી છે. રાજ્ય સરકાર અભ્યાસક્રમોમાં ક્રાંતિકારી પરિવર્તન લાવીને બાળકો-યુવાઓમાં સંસ્કૃતિ ધબકતી રાખવા વ્યસનોથી યુવાધનને મૂક્ત રાખવાની નેમ સાથે આગળ વધી રહી છે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનએ યુવાશક્તિને ખેલકુદ અને સ્વાસ્થ્ય તરફ વળવા, નશામૂક્ત ભારત બનાવવા જે આહવાન કર્યુ છે તે ઝિલી લઈને આવી વક્તૃત્વ સ્પર્ધાઓના માધ્યમથી વૈચારિક સંસ્કૃતિ અને આત્મવિશ્વાસના સિંચન માટેની પ્રેરણા આપી હતી.

ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોનું સંવર્ધન કરવા ઉપરાંત વક્તૃત્વ, વિચારશક્તિ, આત્મવિશ્વાસ અને નેતૃત્વ કૌશલ્યના વિકાસનો છે.  વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ઓનલાઈન/ઓફલાઈન સેમિનાર અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં વક્તૃત્વ કળા,  નેતૃત્વ, સાંસ્કૃતિક અને નૈતિક મુલ્યો તથા આત્મનિર્ભર ભારત જેવા વિષયો અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular