1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

ટોરેન્ટ ફાર્માએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા

અમદાવાદ: ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (“કંપની”)એ આજે ૩૧ માર્ચ, ૨૦૨૫ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટર અને વાર્ષિક નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. ટોરેન્ટ ફાર્માને નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટરના પરિણામમાં ચોખ્ખા નફામાં 11 ટકાનો વધારો થયો છે. તેમજ અમન મહેતાની મેનેજિંગ ડિરેક્ટર કરીકે નિમણુંક કરાઈ છે. આવક અને નફો: આવક વાર્ષિક ધોરણે ૮% વધીને ₹૨,૯૫૯ કરોડ […]

ભારતની ‘ડિજિટલ ઈકોનોમી’ ચાલુ વર્ષના અંત સુધીમાં 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાની અપેક્ષા

નવી દિલ્હીઃ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર એસોસિએશન (DIPA) એ જણાવ્યું હતું કે, શહેરી વાયરલેસ ટેલિડેન્સિટી પહેલાથી જ 131.45 ટકા છે અને ટેલિકોમ્યુનિકેશન GDPમાં 6.5 ટકાથી વધુ યોગદાન આપી રહ્યું છે. આ સાથે ભારત એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન પર પહોંચ્યું છે જ્યાં કનેક્ટિવિટી તેની પરંપરાગત સીમાઓ વટાઈ ગઈ છે. 2025 ના અંત સુધીમાં ‘ડિજિટલ અર્થતંત્ર’ 1 ટ્રિલિયન ડોલર […]

મોરબી સિરામિક એસોસિએશન તુર્કી અને અઝરબેજાન દેશમાં ટાઈલ્સની સપ્લાય બંધ કરશે

રાજકોટઃ મોરબી સિરામિક એસોસિએશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. પાકિસ્તાનને સમર્થન આપનારા તુર્કી અને અઝરબેજાન દેશમાં ટાઈલ્સની સપ્લાય બંધ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોરબીના સીરામીક ઉદ્યોગમાં બનતી ટાઇલ્સનું વિશ્વના દરેક દેશમાં વેચાણ કરવામાં આવે છે. જોકે આતંકવાદ અને આતંકવાદીઓને આશરો આપનાર પાકિસ્તાનમાં મોરબીથી ટાઇલ્સ સપ્લાય કરવામાં આવતી નથી અને […]

ભારતે બાંગ્લાદેશ સાથેની આયાત પર પ્રતિબંધ ફરમાવ્યો

નવી દિલ્હીઃ ભારતે બાંગ્લાદેશ સાથેની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે.બાંગ્લાદેશથી ભારતીય બંદરો પર આવતી કેટલીક વસ્તુઓની આયાત પર તાત્કાલિક અસરથી વિદેશી વેપાર મહાનિર્દેશાલયે નવા નિયંત્રણો લાદ્યા છે.  ભારતે નિયમોમાં ફેરફાર કરીને બાંગ્લાદેશથી ઉત્તર પૂર્વના ભૂમિ બંદરો દ્વારા ફળો, કાર્બોનેટેડ પીણાં, પ્રોસેસ્ડ ફૂડ, કપાસ, પ્લાસ્ટિક અને લાકડાના ફર્નિચરની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના […]

ભારે ડિસ્કાઉન્ટ સાથે નવી કાર ખરીદવા માટે અપનાવો આ ચાર સ્માર્ટ જુગાડ

લોકો પાસેથી કાર વિશે ઘણી સલાહ મળી શકે છે, પરંતુ કાર ખરીદતી વખતે ભારે ડિસ્કાઉન્ટ કેવી રીતે મેળવવું તે અંગે ભાગ્યે જ ચર્ચા થાય છે. અહીં અમે તમને કેટલીક એવી રીતો જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે નવી કાર પર ભારે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. મહિના અને વર્ષના અંતે ખરીદી કરો કાર ડીલરશીપ સામાન્ય રીતે […]

અદાની ડિફેન્સએ ભારતમાં સ્વદેશી સબમરીન વિરોધી ગેરીલા યુધ્ધના ઉપાયો ( Sonobuoys) માટે સ્પાર્ટન સાથે વ્યુહાત્મક ભાગીદારી કરી

અમદાવાદ : ભારતના સંરક્ષણ અને એરોસ્પેસ ઇકોસિસ્ટમ ક્ષેત્રની ભારતની અગ્રણી અદાણી  ડિફેન્સ એન્ડ એરોસ્પેસએ એલબિટ સિસ્ટમની એક ગૃપ કંપની અને આધુનિક સબ મરીન વિરોધી વોરફેર સિસ્ટમ્સ પુરી પાડતી સ્પાર્ટન (ડીલીઓન સ્પ્રિંગ્સ એલએલસી) સાથે સહયોગ માટે બંધન કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. ભારતીય અને વૈશ્વિક બજારો માટે જટિલ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ અને અદ્યતન એન્ટિ-સબમરીન વોરફેર (એએસડબ્લ્યુ)ના ઉપાયોની […]

ભારતઃ HPCLએ 28 સ્ટાર્ટઅપ્સમાં 27 કરોડનું રોકાણ કર્યું

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે અને અત્યાર સુધીમાં 28 સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવવા માટે રૂપિયા 27 કરોડનું રોકાણ કર્યું છે. HPCLની ‘ઉદગમ’ પહેલ દ્વારા અત્યાર સુધીમાં સ્વચ્છ અને ગ્રીન ઉર્જા ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે 35 કરોડ […]

અમેરિકન વસ્તુઓ પર 100 ટકા ટેરિફ દૂર કરવા ભારત તૈયાર: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારતે અમેરિકન વસ્તુ પરના તમામ ટેરિફ દૂર કરવાની ઓફર કરી છે. જોકે, આ પછી પણ તેમણે કહ્યું કે સ્પષ્ટ સફળતા છતાં તેઓ વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની ઉતાવળમાં નથી. ભારત એક એવા દેશનું શ્રેષ્ઠ ઉદાહરણ છે જે તેમના તમામ અવરોધોને દૂર કરવા માટે કટિબદ્ધ છે. ટ્રમ્પે કહ્યું હતું […]

2024-25ના ચોથા ક્વાર્ટરમાં ભારતનો GDP 6.8થી 7 ટકા રહી શકે: રિપોર્ટ

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટરમાં ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ દર 6.8-7 ટકાની વચ્ચે રહી શકે છે. આનું કારણ કૃષિ ક્ષેત્રનું સારું પ્રદર્શન છે. શુક્રવારે જાહેર કરાયેલા બેંક ઓફ બરોડાના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. સમગ્ર નાણાકીય વર્ષ માટે વિકાસ દર 6.2 ટકાથી 6.4 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે […]

ભારતમાં સુરક્ષા મંજૂરી રદ થયા બાદ તુર્કીની કંપનીના શેરમાં 10 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ ભારતમાં સુરક્ષા મંજૂરી રદ થયા બાદ તુર્કીની ગ્રાઉન્ડ-હેન્ડલિંગ કંપની સેલેબી એરપોર્ટ સર્વિસીસના શેરમાં 10 ટકાનો ઘટાડો થયો. છેલ્લા ચાર ટ્રેડિંગ સત્રોમાં સેલેબી એરપોર્ટ સર્વિસીસના શેર લગભગ 30 ટકા ઘટ્યા છે. ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન, તુર્કીએ ખુલ્લેઆમ પાડોશી દેશને ટેકો આપ્યો હતો, ત્યારબાદ દેશભરમાં તુર્કી કંપનીઓનો બહિષ્કાર કરવાની માંગ થઈ રહી છે. નાગરિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code