1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

નરેન્દ્ર મોદી ‘સેમિકોન ઇન્ડિયા-2025’ ખાતે CEO રાઉન્ડટેબલમાં ભાગ લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બુધવારે (3 સપ્ટેમ્બર) સેમિકોન ઇન્ડિયા 2025 કોન્ફરન્સના ભાગ રૂપે ઉચ્ચ-સ્તરીય CEO રાઉન્ડટેબલમાં ભાગ લેશે, જે ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉત્પાદન અને નવીનતા હબમાં રૂપાંતરિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરશે. આ રાઉન્ડટેબલ અગ્રણી વૈશ્વિક સેમિકન્ડક્ટર કંપનીઓના ટોચના અધિકારીઓને એકસાથે લાવશે. આ બેઠક દરમિયાન, પીએમ મોદી સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં નવીનતમ પ્રગતિઓ પર ચર્ચા […]

ભારતમાં ચાંદીના ઘરેણાં માટે નવી હૉલમાર્કિંગ સિસ્ટમ લાગુ

નવી દિલ્હીઃ 1 સપ્ટેમ્બર, 2025થી ભારત સરકારએ ચાંદીના ઘરેણાં માટે નવી હૉલમાર્કિંગ સિસ્ટમ અમલમાં મૂકી છે. જો કે, આ હાલ સંપૂર્ણપણે ફરજિયાત નથી, પરંતુ ગ્રાહકની ઈચ્છા પર આધારિત રહેશે. એટલે કે, ગ્રાહકો ઈચ્છે તો હૉલમાર્કવાળી ચાંદી ખરીદી શકે છે અથવા હૉલમાર્ક વગરની પણ લઈ શકે છે. પરંતુ લાંબા ગાળે માત્ર હૉલમાર્કવાળા ઘરેણાં જ સુરક્ષિત વિકલ્પ […]

કોમર્શિયલ LPG સિલિન્ડર 51.50 રૂપિયા સસ્તો, ઘરેલુ સિલિન્ડરના ભાવ યથાવત

નવી દિલ્હીઃ આજથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કમર્શિયલ LPG સિલિન્ડર હવે 51 રૂપિયા 50 પૈસા સસ્તો થયો છે. દિલ્હીમાં 19 કિલોગ્રામનો LPG સિલિન્ડર હવે ₹1,580માં મળશે. જોકે, 14 કિલો 200 ગ્રામ વજનના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી કમર્શિયલ ગ્રાહકોને […]

ભારત ઉપરાંત આટલા દેશો ઉપર અમેરિકાએ નાખ્યો છે આકરો ટેરિફ

અમેરિકાએ ભારતીય માલ પર 50% ટેરિફ લાદ્યો છે, જેની અસર ભારતના નિકાસ પર પડશે. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિએ વૈશ્વિક વેપારમાં ઘણી ચર્ચા જગાવી છે. ટ્રમ્પે વિવિધ દેશો પર ટેરિફ લાદ્યા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ટ્રમ્પે કયા દેશ પર સૌથી વધુ ટેરિફ લાદ્યો છે અને આ યાદીમાં ભારત ક્યાં છે. માહિતી અનુસાર, અમેરિકાએ આફ્રિકન […]

ગુજરાત: ભારતની પ્રથમ મલ્ટી-લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ લાગુ કરવા માટે NHAIએ કરાર કર્યાં

રાષ્ટ્રીય ધોરીમાર્ગના વપરાશકર્તાઓને સરળ અને મુશ્કેલીમુક્ત ટોલિંગ અનુભવ પૂરો પાડવા માટે, NHAI દ્વારા પ્રમોટ કરાયેલી કંપની, ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ (IHMCL)એ ગુજરાતના ચોર્યાસી ફી પ્લાઝા ખાતે NH-48 પર દેશની પ્રથમ વ્યાપક મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) ટોલિંગ સિસ્ટમ લાગુ કરવા માટે ICICI બેંક સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સીમાચિહ્નરૂપ કરાર NHAI મુખ્યાલય, નવી […]

ટોરેન્ટ પાવર મધ્યપ્રદેશમાં 1,600 મેગાવોટ કોલસા આધારિત થર્મલ પાવર પ્રોજેક્ટ વિકસાવશે

અમદાવાદ: દેશમાં વીજ ઉત્પાદન, ટ્રાંસમિશન અને વિતરણની સંકલિત હાજરી ધરાવતી ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપની ટોરેન્ટ પાવર લિમિટેડને પોતાના 1,600 મેગાવોટ કોલસા આધારિત નવા થર્મલ પાવર પ્લાન્ટમાંથી લાંબા ગાળાની વીજળી પુરી પાડવા માટે MP પાવર મેનેજમેન્ટ કંપની લિમિટેડ (MPPMCL) તરફથી લેટર ઓફ એવોર્ડ (LoA) પ્રાપ્ત થયો છે. MPPMCL દ્વારા હાથ ધરવામાં આવેલી સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયામાં ભાગ […]

મધ્યપ્રદેશમાં નિર્માણ થનારા 800 મેગાવોટ ક્ષમતાના થર્મલ પાવર પ્લાન્ટમાંથી વીજ પુરવઠો આપવા અદાણી પાવરને LoA મળ્યો

અમદાવાદ : ભારતના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના થર્મલ પાવર જનરેટર, અદાણી પાવર લિ.ને મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં નિર્માણ થનારા ૮૦૦ મેગાવોટ ક્ષમતાના નવા અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટમાંથી વીજ પુરી પાડવા માટે એમપી પાવર મેનેજમેન્ટ કંપની લિ. (MPPMCL) દ્વારા લેટર ઓફ એવોર્ડ (LoA)  એનાયત થયો છે, એમ કંપનીએ આજે જણાવ્યું હતું  . મધ્યપ્રદેશમાં વધી રહેલા ઔદ્યોગિકીકરણ અને […]

ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકી કોર્ટે ઘણા ટેક્સને ગેરકાયદેસર જાહેર કર્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ અંગે ઝટકો લાગ્યો છે. ફેડરલ કોર્ટે કહ્યું છે કે તેમના તરફથી લાદવામાં આવેલા ટેક્સ અને ટેરિફ કાયદા અનુસાર નથી. તેથી ઘણા ટેક્સ ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટના નિર્ણય પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ પણ લખી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને દેશની પોતાની અદાલતો દ્વારા મોટો ફટકો પડ્યો છે. […]

બિહારમાં ૨,૪૦૦ મેગાવોટના ગ્રીનફિલ્ડ થર્મલ પાવર પ્લાન્ટ માટે અદાણી પાવરને LoA પ્રાપ્ત

અમદાવાદ: ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી થર્મલ પાવર ઉત્પાદક  કંપની અદાણી પાવર લિ.એ આજે જણાવ્યું હતું કે તેને બિહાર સ્ટેટ પાવર જનરેશન કંપની લિ. તરફથી પચ્ચીસ વર્ષના લાંબા ગાળા માટે વીજળી પ્રાપ્ત કરવા સંબંધી લેટર ઓફ એવોર્ડ (LoA) પ્રાપ્ત થયો છે., જે બિહારના ભાગલપુર જિલ્લામાં પીરપૈંટી ખાતે નિર્માણ થનારા ૮૦૦ મેગાવોટના ત્રણ એકમો મળી કુલ […]

ભારતમાં કતારે મજબુત રોકાણ માટે વિશ્વાસ વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે, નવી દિલ્હીમાં કતારના વિદેશ વેપાર રાજ્યમંત્રી ડૉ. અહેમદ બિન મોહમ્મદ અલ-સૈયદ સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન બંને મંત્રીઓએ ભારત અને કતાર વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. ચર્ચા દરમિયાન, નાણાંમંત્રીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code