1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

ભારતના વિદેશ મંત્રાલયે મુક્ત વેપાર કરાર પર માલદીવના દાવાને ફગાવ્યો

ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે એવા અહેવાલોને ફગાવી દીધા હતા કે, તેણે માલદીવ સાથે મુક્ત વેપાર કરાર (FTA)નો પ્રસ્તાવ મૂક્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, ‘ભારત સરકાર દ્વારા દ્વિપક્ષીય મુક્ત વેપાર કરાર માટે માલદીવને કોઈ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો નથી. જો માલદીવની સરકાર ભારત સાથે FTAમાં કોઈ રસ દાખવે છે, તો ભારત તેના […]

બ્રિટનમાં રખાયેલું 100 ટન સોનું RBI ભારત લાવી, થોડા દિવસો બાદ ફરીથી બીજું સોનુ લવાશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) બ્રિટનમાં રાખવામાં આવેલ પોતાનું 100 ટન સોનું ભારત મગાંવી લીધું છે. આ સોનું હવે દેશની અલગ-અલગ તિજોરીઓમાં રાખવામાં આવશે. 1991 બાદ પ્રથમ વખત આટલા મોટા પાયે સોનાનું મંગાવાયું છે. સૂત્રોને ટાંકીને એવો દાવો કરવામાં આવ્યો છે કે, લગભગ એટલું જ સોનું આગામી થોડા મહિનામાં ફરીથી દેશમાં પહોંચશે. આરબીઆઈના ડેટા અનુસાર, […]

આજ સાંજ સુધી કરી લે જો આ કામ, જો નહીં કરો તો કપાશે ડબલ TDS

આવકવેરા વિભાગે ફરી એકવાર કરદાતાઓને એલર્ટ કર્યા છે. TDS કપાત ટાળવા માટે કરદાતાઓને 31 મે સુધીમાં પરમેનેન્ટ એકાઉન્ટ નંબર (PAN)ને આધાર સાથે લિંક કરવાની સલાહ આપવામાં આવી છે. વિભાગે આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વિગતવાર માહિતી આપી છે. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે ઊંચા દરે કર કપાત (TDS) ટાળવા માટે માત્ર એક દિવસ બાકી છે. […]

વર્ષ 2024-25માં આર્થિક વૃદ્ધિ દર 7 ટકા રહી શકે: RBI

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં ભારતીય અર્થવ્યવસ્થા 7 ટકાના દરે વૃદ્ધિ પામવાનું અનુમાન લગાવ્યું છે. નાણાંકીય વર્ષ 2023-24માં અર્થતંત્રે અનેક પડકારો છતાં સતત સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. આ રિપોર્ટમાં રિઝર્વ બેંકે એપ્રિલ 2023થી માર્ચ 2024 સુધીના સમયગાળા માટે કેન્દ્રીય બેંકની કામગીરીનો સમાવેશ કર્યો છે. રિઝર્વ બેંકે, નાણાકીય વર્ષ 2023-24 માટે જાહેર કરેલા તેના […]

મોર્ગન સ્ટેનલીએ 2024માં ભારતનો વિકાસ દર 6.8% રહેવાનો અંદાજ મૂક્યો

નવી દિલ્હીઃ મોર્ગન સ્ટેન્લીએ સંકેત આપ્યો છે કે, ભારતમાં વૃદ્ધિ દર ગ્રાહક અને વ્યવસાયિક ખર્ચ બંનેના આધારે વ્યાપક રહી શકે છે. તેના તાજેતરના અહેવાલ ‘2024 ગ્લોબલ ઇકોનોમિક મિડયર આઉટલુક’ માં, વૈશ્વિક રોકાણ બેંકે ભારતની મજબૂત વૃદ્ધિનો શ્રેય ત્રણ મેગાટ્રેન્ડ્સનો  વૈશ્વિક ઓફશોરિંગ, ડિજિટલાઇઝેશન અને ઊર્જા સંક્રમણને આપ્યો છે. મોર્ગન સ્ટેનલીએ 2024માં ભારતનો વિકાસ દર 6.8 ટકા […]

કોર્પોરેટ જગતમાં યુવા પ્રતિભાઓને તકો પૂરી પાડવા અદાણી ગ્રુપ અગ્રેસર

દેશના યુવાધનને કોર્પોરેટ જગતમાં નવી તકો પૂરી પાડવા અદાણી ગ્રુપ અગ્રેસર છે. તાજેતરમાં અદાણી સમર ઈન્ટર્ન પ્રોગ્રામ-2024 હેઠળ દેશભરના 22 રાજ્યોમાંથી અદાણી જૂથમાં ઈનટર્ન્સની ભરતી કરવામાં આવી છે. જેઓ આગામી બે મહિનામાં પડકારરૂપ પ્રોજેક્ટ્સ પર કામ કરશે. જેમાં સૈદ્ધાંતિક અને વ્યવહારુ જ્ઞાનનો સુમેળ સાધવાના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.  આ વર્ષે અદાણી ગ્રૂપમાં 70 […]

લોકસભા ચૂંટણીના પરિણામ પૂર્વે ભારતીય શેર બજારમાં મંદીનો માહોલ, લાલ નિશાન સાથે બંધ રહ્યું

મુંબઈઃ સ્થાનિક શેરબજાર સતત ચોથા કારોબારી દિવસે લાલ નિશાનમાં બંધ થયું હતું. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 667.55 (0.88%) પોઈન્ટ ઘટીને 74,502.90 પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી 183.46 (0.80%) પોઈન્ટના ઘટાડા સાથે 22750 ના સ્તરથી સરકીને 22,704.70 ના સ્તર પર બંધ રહ્યો હતો. દરમિયાન ટેક મહિન્દ્રા અને ICICI બેંકના શેરમાં બે-બે ટકાનો ઘટાડો […]

આઉટલુક પ્લેનેટ સસ્ટેનેબિલિટી સમિટ એન્ડ એવોર્ડ્સમાં REC એ ‘સસ્ટેનેબિલિટી ચેમ્પિયન–એડિટર ચોઈસ એવોર્ડ’ જીત્યો

નવી દિલ્હીઃ પાવર મંત્રાલય હેઠળની મહારત્ન કેન્દ્રીય જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ અને અગ્રણી એનબીએફસી આરઇસી લિમિટેડ ને ‘આઉટલુક પ્લેનેટ સસ્ટેનેબિલિટી સમિટ એન્ડ એવોર્ડ્સ 2024’માં ‘સસ્ટેનેબિલિટી ચેમ્પિયન – એડિટર્સ ચોઇસ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી છે. એવોર્ડ સમારંભનું આયોજન આઉટલુક ગ્રુપના આઇઆઇટી ગોવાના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ આરઇસીની ટકાઉપણાની પહેલો પ્રત્યેની પ્રતિબદ્ધતા અને હરિયાળા ભવિષ્ય તરફ પ્રગતિ કરવા માટેના તેના પ્રયત્નોને માન્યતા […]

શેરબજારમાં શરૂઆતથી ઘટાડો જોવા મળ્યો

નવી દિલ્હીઃ સ્થાનિક શેરબજાર આજે સતત દબાણમાં કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. આજના કારોબારની શરૂઆત પણ ઘટાડા સાથે થઈ છે. જો કે બજાર ખુલ્યા બાદ ખરીદીના સહારે શેરબજારમાં થોડો સમય રિકવરી જોવા મળી હતી. પરંતુ થોડા સમય પછી, વેચાણના દબાણને કારણે, સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ફરી એકવાર ઘટ્યા છે. ટ્રેડિંગના પ્રથમ એક કલાક […]

ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખૂલ્યું

મુંબઈઃ ભારતીય શેરબજારો આજે વધારા સાથે ખૂલ્યા હતા. મુંબઈ શેરબજારનો સેન્સેકસ ગઈકાલના 75,390 પોઈન્ટના બંધ સામે 195 પોઈન્ટ વધીને 75,585 પોઈન્ટ પર ખૂલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 45 પોઈન્ટના વધારા સાથે ગઈકાલના 22,932 સામે 22,977 પોઈન્ટ પર ખૂલ્યો હતો. જોકે, સૂચકાંકોમાં નોંધાયેલો વધારો વોલેટાલિટીને લીધે ધોવાઈ ગયો હતો. આજે મેટલ્સ શેરોમાં તેજી જોવા મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code