1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

Good News: મૂડીઝે ભારતના જીડીપી ગ્રોથના અનુમાનને વધાર્યું, વિકાસદરનું આકલન 6.1%થી વધારીને 6.8% કર્યું

નવી દિલ્હી: રેટિંગ એજન્સી મૂડીઝે સોમવારે 2024 માટે ભારતના જીડીપી ગ્રોથના અનુમાનને 6.1 ટકાથી વધારીને 6.8 ટકા કર્યું. ડિસેમ્બર સુધી ત્રણ માસમાં ભારતની આર્થિક વૃદ્ધિ મોટાભાગના અનુમાનોથી ઘણી વધારે રહી. રોયટર્સે બે સરકારી અધિકારીઓને ટાંકીને જણાવ્યુ છે કે જીડીપી ગ્રોથમાં વધારાના કારણે મુખ્ય સબસિડીમાં ભારે ઘટાડો થયો હતો. ડિસેમ્બરના ત્રિમાસિક સમયગાળામાં ભારતની જીડીપીએ ઉડાણ ભરી […]

ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે ગ્રીન ઝોનમાં ખૂલ્યું

મુંબઈઃ આજે ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે ગ્રીન ઝોનમાં ખૂલ્યું. સેન્સેક્સ 166 પોઈન્ટ વધીને 73,972 પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી 47 પોઈન્ટ વધીને 22,400ની સપાટીએ ખૂલ્યો હતો. સવારના કારોબાર દરમિયાન બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેંક, રિયલ્ટી, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે મિડ કેપ અને સ્મોલ […]

માછીમારોને હાઈ સ્પીડ ડીઝલના વેચાણ પર 13.5 ટકા વેટ માફ કરવાની જાહેરાત

અમદાવાદઃ કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ, પશુપાલનડ તથા ડેરીના મંત્રી પરષોત્તમ રુપાલાની દીવની મુલાકાત લીધી હતી. દરમિયાન માછીમારોના વ્યાપક હિતોને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા અને ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો. જે અંતર્ગત કુલ 157.31 કરોડ રુપિયાના ખર્ચે સાગરમાલા પરિયોજના અંતર્ગત દીવ પોર્ટ અને વણાકબારામાં ડ્રેજિંગ કાર્યની […]

દેશનું GST કલેક્શન એક મહિનામાં 12.5% વધીને રૂ. 1 લાખ 68 હજાર કરોડને પાર પહોંચ્યું

નવી દિલ્હીઃ ફેબ્રુઆરી મહિનામાં દેશમાં 1,68,337 કરોડ રૂપિયાનું GST ક્લેકશન થયું છે. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં GST કલેક્શન કરતાં 12.5% વધુ છે. GST કલેક્શનમાં આ વધારા પાછળનું કારણ સ્થાનિક વ્યવહારોમાં 13.5%નો વધારો છે. આ ઉપરાંત, માલ-સામાનની આયાતથી મળતો GST 8.5% વધ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં નેટ GST કલેક્શન 1 લાખ 51 હજાર કરોડ રૂપિયા હતું. […]

ટોરેન્ટની 100 MW RE – RTC ઓર્ડર સાથે રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે સતત આગેકૂચ

ટોરેન્ટ પાવર લિમિટેડ સફળ બિડર તરીકે ઉભરી આવ્યું છે અને તેને 29મી ફેબ્રુઆરી 2024ના રોજ રેલવે એનર્જી મેનેજમેન્ટ કંપની લિમિટેડ (REMCL) તરફથી 100 મેગાવોટ રાઉન્ડ-ધ-ક્લોક પાવર સપ્લાય માટે ગ્રીડ-કનેક્ટેડ રિન્યુએબલ પાવર પ્રોજેક્ટ, (સ્ટોરેજ સાથે અથવા વિના), માટે લેટર ઑફ એવોર્ડ (LOA) પ્રાપ્ત થયો છે. પાવર પરચેઝ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યાના 24 મહિનાની અંદર આ પ્રોજેક્ટ […]

ઉનાળામાં દેશની વીજળીની ઉચ્ચ માંગને પહોંચી વળવા માટે ક્રંચ પીરિયડ પાવર સપ્લાય કરશે ટોરેન્ટ પાવર

ટોરેન્ટ પાવર લિમિટેડ (TPL) સ્પર્ધાત્મક બિડિંગ અંતર્ગત વધુ એક કોન્ટ્રાક્ટ મેળવવામાં સફળ રહી છે. કંપનીને આગામી ઉનાળાની વીજળીની તંગી/ઉચ્ચ માંગને પહોંચી વળવા માટે 01 માર્ચ, 2024ના રોજ NVVN તરફથી કોન્ટ્રાક્ટ પ્રાપ્ત થયો છે. જે મુજબ કંપની NVVN ને 16 માર્ચ, 2024 થી 30 જૂન, 2024 સુધી પોતાના ગેસ આધારિત પાવર પ્લાન્ટમાંથી વીજળીને સપ્લાય કરશે. ભારત […]

ગુજરાત અને આસામમાં ત્રણ સેમીકન્ડક્ટર એકમોને મોદી સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ‘ભારતમાં સેમિકન્ડક્ટર્સના વિકાસ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ્સ’ હેઠળ ત્રણ સેમીકન્ડક્ટર એકમોની સ્થાપનાને મંજૂરી આપી હતી. ત્રણેય એકમો આગામી 100 દિવસની અંદર બાંધકામ શરૂ કરશે. ભારતમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિકાસ માટેના કાર્યક્રમને 21મી ડિસેમ્બર 2021ના રોજ નોટિફાઇડ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ રૂ. 76,000 કરોડનો ખર્ચ થશે. […]

ભારતને વીજળી વેચીને નેપાળને 6 મહિનામાં 15 અરબ રૂપિયાથી વધુનો નફો થયો

નવી દિલ્હીઃ નેપાળ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીએ છેલ્લા છ મહિનામાં ભારતમાં વીજળી વેચીને અરબ રૂપિયાથી વધુનો નફો કર્યો છે. આ નફો ગયા વર્ષના સમાન સમયગાળા કરતા રૂ. 5 અરબ વધુ છે. નેપાળ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટી દ્વારા આજે જાહેર કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે, ગત નાણાકીય વર્ષમાં ઓથોરિટીનો કુલ નફો 12 અરબ રૂપિયા હતો, જ્યારે આ નાણાકીય વર્ષના […]

ભારતીય શેર બજાર ભારે ઘટાડો, રોકાણકારોને 6 લાખ કરોડનું નુકશાન

મુંબઈઃ ભારતીય શેરબજાર માટે આજે બુધવારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈમાં 790 એટલે કે 1.08 ટકાના ઘટાડા સાથે 72304.88 પોઈન્ટ ઉપર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 247.20 પોઈન્ટ એટલે કે 1.11 ટકાના ઘટાડા સાથે 21951.15 પોઈન્ટ ઉપર બંધ રહ્યો હતો. બીએસઈ અને નિફ્ટીમાં મુખ્ય શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. શેયર બજારમાં વાયદા કારોબારના મંથલી […]

અદાણી સોલારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફરીવાર ડંકો વગાડ્યો!

અદાણી ગ્રુપની અદાણી સોલારે ફરી એકવાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અદાણી સોલારને બ્લૂમબર્ગ તરફથી BNEF ટાયર-1 મોડ્યુલ ઉત્પાદક તરીકે ફરીવાર સ્થાન મળ્યું છે. જ્યારે રાષ્ટ્રીય સ્તરે મેન્યુફેક્ચરિંગ એક્સેલન્સ માટે પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવી છે. આ બહુપ્રતિષ્ઠિત એવોર્ડ્સ પ્રાપ્ત થતા અદાણી સોલારની બ્રાન્ડવેલ્યુ વધુ મજબૂત બની છે. અદાણી સોલારે બ્લૂમબર્ગની Q1-2024 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code