1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત અને આસામમાં ત્રણ સેમીકન્ડક્ટર એકમોને મોદી સરકારની મંજૂરી
ગુજરાત અને આસામમાં ત્રણ સેમીકન્ડક્ટર એકમોને મોદી સરકારની મંજૂરી

ગુજરાત અને આસામમાં ત્રણ સેમીકન્ડક્ટર એકમોને મોદી સરકારની મંજૂરી

0
Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ‘ભારતમાં સેમિકન્ડક્ટર્સના વિકાસ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ્સ’ હેઠળ ત્રણ સેમીકન્ડક્ટર એકમોની સ્થાપનાને મંજૂરી આપી હતી. ત્રણેય એકમો આગામી 100 દિવસની અંદર બાંધકામ શરૂ કરશે. ભારતમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિકાસ માટેના કાર્યક્રમને 21મી ડિસેમ્બર 2021ના રોજ નોટિફાઇડ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ રૂ. 76,000 કરોડનો ખર્ચ થશે. જૂન, 2023માં, કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે માઇક્રોનની દરખાસ્તને મંજૂરી આપી હતી. આ એકમનું નિર્માણ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે અને એકમની નજીક એક મજબૂત સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમ ઉભરી રહી છે.

ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ (“ટીઇપીએલ”) તાઇવાનના પાવરચિપ સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પ (પીએસએમસી) સાથે ભાગીદારીમાં સેમીકન્ડક્ટર ફેબ સ્થાપશે. આ ફેબનું નિર્માણ ગુજરાતના ધોલેરામાં કરવામાં આવશે. આ ફેબમાં રૂ.91,000 કરોડનું રોકાણ થશે.

આ ઉપરાંત ટાટા સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ (“ટીએસએટી”) આસામના મોરીગાંવમાં સેમીકન્ડક્ટર યુનિટ સ્થાપશે. 27,000 કરોડના રોકાણ સાથે આ યુનિટની સ્થાપના કરવામાં આવશે. આવી જ રીતે સીજી પાવર, રેનેસેસ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન, જાપાન અને સ્ટાર્સ માઇક્રોઇલેક્ટ્રોનિક્સ, થાઇલેન્ડની ભાગીદારીમાં ગુજરાતના સાણંદમાં સેમીકન્ડક્ટર યુનિટની સ્થાપના કરશે. 7,600 કરોડના રોકાણ સાથે આ યુનિટની સ્થાપના કરવામાં આવશે.

આ એકમોનું વ્યૂહાત્મક મહત્ત્વઃ

  • ખૂબ જ ઓછા સમયમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશને ચાર મોટી સફળતાઓ હાંસલ કરી છે. આ એકમો સાથે ભારતમાં સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમ સ્થાપિત થશે.
  • ચિપ ડિઝાઇનમાં ભારત પાસે પહેલેથી જ ઊંડી ક્ષમતાઓ છે. આ એકમો સાથે, આપણો દેશ ચિપ ફેબ્રિકેશનમાં ક્ષમતાઓ વિકસાવશે.
  • આજની જાહેરાત સાથે ભારતમાં અદ્યતન પેકેજિંગ ટેકનોલોજી સ્વદેશી રીતે વિકસાવવામાં આવશે.

રોજગાર સંભવિતતા:

  • આ એકમો20,000 અદ્યતન ટેકનોલોજી ધરાવતી રોજગારીનું સર્જન કરશે અને આશરે 60,000 પરોક્ષ રોજગારીનું સર્જન કરશે.
  • આ એકમો ડાઉનસ્ટ્રીમ ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન, ટેલિકોમ ઉત્પાદન, ઔદ્યોગિક ઉત્પાદન અને અન્ય સેમિકન્ડક્ટર ઉપભોક્તા ઉદ્યોગોમાં રોજગારીના સર્જનને વેગ આપશે.

 

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code