1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

ભારતે રેલ-મોબાઈલ લૉન્ચરથી અગ્નિ-પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

નવી દિલ્હી: ભારતીય રક્ષાશક્તિને વધુ મજબૂત બનાવતો મહત્વપૂર્ણ આકાશપંથિકા વિકાસ થયો છે. દેશમાં પહેલીવાર રેલ-મોબાઈલ લૉન્ચર સિસ્ટમ દ્વારા અગ્નિ-પ્રાઇમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સફળતા પછી, હવે ભારતને શ્રીહરિકોટા લૉન્ચિંગ સુવિધા પર આધાર રાખવાની જરૂર નહીં રહેશે. મિસાઇલને ચાલુ ટ્રેન પર રાખીને કોઈપણ સ્થળેથી લોન્ચ કરી શકાય છે. અગ્નિ-પ્રાઇમ મિસાઇલ મધ્યમ અંતરની નવી […]

ભારતીય વાયુસેના સ્વદેશી તેજસ MK-1A પ્રોજેક્ટમાં તેજી, અમેરિકાની GE કંપની પાસેથી ખરીદશે એન્જિન

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ (IAF) સ્વદેશી તેજસ MK-1A પ્રોજેક્ટમાં ઝડપ લાવવા મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અત્યાર સુધી ચાલતી લાંબી પ્રક્રિયાને બાયબાય કહી હવે વાયુસેના તેજસ ફાઇટર જેટના એન્જિન ખરીદીમાં વિલંબ નહીં કરે. ભારતે ફાઇટર જેટ માટે ઓર્ડર આપ્યા બાદથી જ પાકિસ્તાન અને ચીનની ચિંતા વધી ગઈ છે. પહેલાં માનવામાં આવતું હતું કે અમેરિકાથી એન્જિન આવવામાં […]

‘ઓપરેશન સિંદૂર’એ દુનિયાને દેખાડી ભારતીય સેનાની શક્તિ : CDS અનિલ ચૌહાણ

નવી દિલ્હી : ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પોતાની શક્તિનું પ્રદર્શન સમગ્ર દુનિયા સામે કર્યું. આ મિશન સંપૂર્ણ સફળ રહ્યું અને તેની ચર્ચા વિશ્વસ્તરે થઈ. આ કાર્યવાહીથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું. જોકે, લોકોના મનમાં એક પ્રશ્ન ઊભો થયો કે આ ઓપરેશન ખાસ કરીને રાત્રે 1.30 વાગ્યે જ કેમ હાથ ધરવામાં આવ્યું? આનો જવાબ ચીફ ઓફ […]

પડોશી દેશો સાથેના સંબંધો મામલે ભારતનું ભાગ્ય સારું નથી : રક્ષામંત્રી રાજનાથસિંહ

નવી દિલ્હી : દેશની સુરક્ષા માત્ર સરહદે લડાયેલા યુદ્ધોથી નક્કી થતી નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્રના સંકલ્પ અને એકતાથી નક્કી થાય છે, એમ રક્ષા પ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું. 1965ના ભારત-પાક યુદ્ધના દિગ્ગજ જવાનો સાથેની મુલાકાત દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે “ભારત પડોશી દેશો સાથેના સંબંધોમાં ભાગ્યશાળી રહ્યું નથી, પરંતુ અમે કદી તેને નિયતિ માની નથી. […]

ભારતની સૌથી મોટી રક્ષા ડીલની તૈયારી : વાયુસેનાને મળશે 114 ‘મેક ઈન ઈન્ડિયા’ રાફેલ

નવી દિલ્હીઃ ભારત સરકાર રક્ષા ક્ષેત્રની અત્યારસુધીની સૌથી મોટી ડીલ માટે તૈયારી કરી રહી છે. રક્ષા મંત્રાલયને ભારતીય વાયુસેનાથી 114 ‘મેક ઈન ઈન્ડિયા’ રાફેલ લડાકૂ વિમાનોની ખરીદીનો પ્રસ્તાવ મળ્યો છે. આ સોદાની કિંમત બે લાખ કરોડ રૂપિયાથી વધુ હોવાનું મનાય છે. ખાસ વાત એ છે કે આ વિમાનોનું ઉત્પાદન ફ્રાન્સની ડસૉ એવિએશન કંપની કરશે, પરંતુ […]

ભારતીય એરોસ્પેસ ઈતિહાસમાં નવો અધ્યાય ઉમેરાશે, તેજસ પર સ્વદેશી કાવેરી એન્જિનનું પરીક્ષણ થશે

નવી દિલ્હી : ભારત ટૂંક સમયમાં એરોસ્પેસ ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું ભરવા જઈ રહ્યું છે. DRDOના સૂત્રો મુજબ સ્વદેશી બનાવેલ કાવેરી એન્જિનને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ પર પરીક્ષણ માટે લગાવવામાં આવશે. આ પહેલીવાર હશે જ્યારે દેશે પોતે વિકસાવેલ એન્જિન કોઈ લડાકૂ વિમાન પર ચકાસવામાં આવશે. આ પ્રોજેક્ટ આગળ વધારવા માટે DRDO, HAL (હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ), […]

ભારતીય વાયુસેનાનું ઐતિહાસિક મિગ-21 બાયસન 26 સપ્ટેમ્બરે ભરશે અંતિમ ઉડાન

નવી દિલ્હીઃ  ભારતીય વાયુસેનાનું સૌથી જૂનું અને ગૌરવશાળી લડાકુ વિમાન મિગ-21 બાયસન હવે ઇતિહાસ બનવા જઈ રહ્યું છે. આવતી 26 સપ્ટેમ્બરે ચંદીગઢ એરબેસ પરથી આ વિમાન તેની અંતિમ ઉડાન ભરશે. આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે વાયુસેનાએ વિશેષ આયોજન કર્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ વિદાય સમારોહમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ તેમજ વાયુસેનાના અનેક નિવૃત્ત પાઇલટ્સ […]

ભારતીય વાયુસેનાને મળશે બે તેજસ-માર્ક 1A લડાકૂ વિમાન, બીકાનેર એરબેસ પર થશે તૈનાત

નવી દિલ્હી : ભારતીય વાયુસેનાને આવતા મહિને, એટલે કે ઓક્ટોબર 2025માં, બે તેજસ-માર્ક 1A લડાકૂ વિમાન મળશે. હિંદુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ (HAL)ના સૂત્રો અનુસાર, વિમાનોની ડિલિવરી માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. જોકે, આ ડિલિવરી લગભગ બે વર્ષના વિલંબ બાદ થઈ રહી છે. HALના અધિકારીઓએ જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનામાં તેજસ Mk-1Aના અનેક ફાયરિંગ ટેસ્ટ હાથ ધરાશે. […]

ભારતીય વાયુસેના કરાચીના હવાઈ વિસ્તારમાં સામે કરશે યુદ્ધાભ્યાસ, NOTAM જાહેર

નવી દિલ્હીઃ ઑપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને કડક પાઠ શીખવ્યા પછી પણ ભારતીય વાયુસેના પોતાની તૈયારીમાં કોઈ કસર છોડી રહી નથી. સતત યુદ્ધાભ્યાસ દ્વારા વાયુસેના પોતાની શક્તિને વધુ મજબૂત બનાવી રહી છે. તાજા માહિતી મુજબ ભારતીય વાયુસેના હવે કરાચીના હવાઈ વિસ્તારમાં સામે એક મોટા યુદ્ધાભ્યાસની યોજના બનાવી રહી છે. આ અભ્યાસમાં અનેક લડાકૂ વિમાન ભાગ લેશે. આ […]

સંરક્ષણ મંત્રાલયે નિવૃત્ત સૈનિકોની કલ્યાણ સેવાઓ વધારવા માટે QCI સાથે MoU પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હીઃ “સેવામાં ગુણવત્તા – ભૂતપૂર્વ સૈનિકો માટે આદર” પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતાં, સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગ (DESW) એ 26 ઓગસ્ટ 2025ના રોજ નવી દિલ્હીમાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા. તેનો ઉદ્દેશ્ય 63 લાખથી વધુ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે પેન્શન, આરોગ્યસંભાળ, પુનર્વસન અને કલ્યાણ સેવાઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code