પંજાબઃ સરહદ પાસેથી પાકિસ્તાને મોકલેલા હથિયારો ઝડપાયાં
નવી દિલ્હીઃ પાકિસ્તાન ભારત વિરોધી પ્રવૃતિ અટકાવવાનું નામ લેતુ નથી. પંજાબના અમૃતસરમાંથી પાકિસ્તાનથી મોકલવામાં આવેલા આધુનિક હથિયારો મળી આવ્યાં છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પાસેથી એકે સીરિઝની એસોલ્ડ રાઈફલ અને આધુનિક પિસ્તોલ મળી આવી છે. અમૃતસર પોલીસે પાકિસ્તાનથી ચાલતા હથિયાર તસ્કરીના મોડ્યુલનો પર્દાફાસ કરીને સરહદ નજીક આવેલી રાવી નદી પાસેના ધોનેવાલ ગામમાંથી આધુનિક હથિયારો અને મોટી સંખ્યામાં […]


