1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ડાંગના બીલીઆંબાથી ‘શાળા પ્રવેશોત્સવ-2024’ રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

અમદાવાદઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે  21માં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત વનવાસી ક્ષેત્ર ડાંગ જિલ્લાના સરહદી ગામ બીલીઆંબાની શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આ ગામની બાલવાટિકા, આંગણવાડી અને પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં કુલ મળીને 127 જેટલા બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અંતરિયાળ છેવાડાના ગામ સુધી રાજ્ય સરકારે શ્રેષ્ઠ શિક્ષણ સુવિધાઓ આપી છે. વિદ્યાર્થીઓના […]

ગુજરાતઃ પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થિનીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટીને 1.31 ટકા થયો

અમદાવાદઃ ગુજરાતની વધુ ને વધુ દીકરીઓ શિક્ષણ મેળવે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે, તે માટે રાજ્ય સરકાર દર વર્ષે કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમનું આયોજન કરે છે. આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમની 21મી શૃંખલા આયોજિત થઈ રહી છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાના […]

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વિવિધ સમિતિમાં નિમણુક કરાઈ

ખેડબ્રહ્મા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરમાં સમિતિઓની પુન: રચના માટે આજે યોજાયેલ વાષિઁક સાધારણ સભામાં સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના પાદરડીના વતની, જે.ડી.પટેલ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના શિક્ષણ અને બોડઁના સભ્ય હસમુખભાઈ દેવજીભાઈ પટેલની ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિ, શૈક્ષણિક સમિતિ અને અભ્યાસ સમિતિના સભ્ય તરીકે સવાઁનુમતે વરણી કરવામાં આવી […]

એનઆઇએમસીજેનો સતત છઠ્ઠા વર્ષે બેસ્ટ કોલેજીસના નેશનલ રેન્કિંગમાં સમાવેશ

અમદાવાદ: મીડિયા શિક્ષણ ક્ષેત્રે નવા સીમાચિન્હો સર કરી રહેલી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે) અમદાવાદ એ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે.જાણીતા સામયિક “ઇન્ડિયા ટુડે” દ્વારા હાથ ધરાતા બેસ્ટ કોલેજીસ ઓફ માસ કમ્યુનિકેશનના નેશનલ રેન્કિંગમાં સતત છઠ્ઠા વર્ષે સંસ્થાનો સમાવેશ થયો છે. આ રેન્કિંગમાં સમાવેશ થનારી ગુજરાતની આ એકમાત્ર મીડિયા શિક્ષણ સંસ્થા […]

શિક્ષણ મંત્રાલયે તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાઓ (ToFEI) પર રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું

તમાકુનો ઉપયોગ એ ભારતમાં અટકાવી શકાય તેવા મૃત્યુ અને રોગોના મુખ્ય કારણોમાંનું એક છે અને દેશમાં દર વર્ષે આશરે 1.35 મિલિયન મૃત્યુ માટે જવાબદાર છે. ભારત તમાકુનો બીજો સૌથી મોટો ઉપભોક્તા અને ઉત્પાદક દેશ પણ છે. ગ્લોબલ યુથ ટોબેકો સર્વે (જીવાયટીએસ) 2019 અનુસાર, 13 થી 15 વર્ષની વયજૂથના 8.5 ટકા શાળાના વિદ્યાર્થીઓ દેશભરમાં વિવિધ સ્વરૂપોમાં […]

પરીક્ષાઓના પારદર્શક, સરળ અને નિષ્પક્ષ સંચાલનને સુનિશ્ચિત કરવા ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરાઈ

નવી દિલ્હીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) મારફતે પરીક્ષાઓનું પારદર્શક, સરળ અને નિષ્પક્ષ આયોજન સુનિશ્ચિત કરવા માટે, ઉચ્ચ શિક્ષણ વિભાગ, શિક્ષણ મંત્રાલયે નિષ્ણાતોની એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી છે, જે પરીક્ષા પ્રક્રિયાની વ્યવસ્થામાં સુધારો, ડેટા સુરક્ષા પ્રોટોકોલમાં સુધારો અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીનું માળખું અને કામગીરી અંગે ભલામણ કરશે. ઈસરોના પૂર્વ ચેરમેન ડો.કે.રાધાકૃષ્ણનને ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ […]

UGC-NET પેપર પરીક્ષા પહેલા ડાર્કનેટ પર અલપોડ થયું હતું, CBIની તપાસમાં ઘટસ્ફોટ

નવી દિલ્હીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવતી UGC-NET પરીક્ષા રદ કરવામાં આવી છે. આને લઈને ઘણો વિવાદ થયો છે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે તેમને ગૃહ મંત્રાલય દ્વારા પરીક્ષામાં ગેરરીતિની માહિતી મળી હતી, ત્યારબાદ પેપર રદ કરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈને મોટી માહિતી મળી છે. CBIએ તેની તપાસ બાદ કહ્યું […]

ડિગ્રી ઈજનેરીમાં કમ્પ્યુટર, IT, ઓટોમેશન- રોબોટિક્સ સહિતની બ્રાન્ચ વિદ્યાર્થીઓ માટે ફર્સ્ટ ચોઈસ

અમદાવાદ: ગુજરાતમાં પ્રવેશ સમિતિ દ્વારા એન્જિનિયરિંગની વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ધોરણ. 12 સાયન્સ અને ગુજકેટના મેરીટને આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે આ વખતે પણ કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઓટોમેશન એન્ડ રોબોટિક્સ એન્જિનિયરિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સ જેવી વિદ્યાશાખા વિદ્યાર્થીઓની પ્રથમ ચોઈસ બની છે. એટલે […]

ગુજરાતમાં ડ્રોપ આઉટનો 3 ટકા રેશિયો ધરાવતી માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં તમામ શાળાઓમાં તા.26મી જુનથી ત્રિદિવસ પ્રવેશોત્સવ યોજાશે. આ વખતે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પણ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે પ્રવેશોત્સવ યોજાશે. આ અગાઉ 2017માં માધ્યમિક વિભાગ માટે પ્રવેશોત્સવ યોજાયો હતો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં ડ્રોપ આઉટનું પ્રમાણ ત્રણ ટકા આસપાસ છે. […]

નીટની પરીક્ષામાં ગ્રેસ માર્ક્સનો મામલો ઉકેલાઈ ગયોઃ શિક્ષણ મંત્રાલય

નવી દિલ્હીઃ હાલમાં દેશમાં બે પરીક્ષાઓને લઈને સૌથી વધુ હોબાળો ચાલી રહ્યો છે. મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાયેલી NEET પરીક્ષામાં ગોટાળાના આક્ષેપો થઈ રહ્યાં છે. તેમજ તેને રદ કરવાની માંગ ઉઠી છે. દરમિયાન, NEET પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી ‘નેશનલ ટેસ્ટિંગ એજન્સી’ (NTA) એ UGC-NET પરીક્ષા રદ કરી છે. દરમિયાન શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, UGC-NET […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code