1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ધોરણ 10 અને ધોરણ 12 માટેની પૂરક પરીક્ષાઓની તારીખ જાહેર કરાઈ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 માટેની પૂરક પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે. ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમા માટેની પૂરક પરીક્ષા આગામી 26 જૂનના રોજ લેવામાં આવશે. આ પરીક્ષાનું […]

M S યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને અપાતી પ્રવેશ અનામત રદ કરવા સામે લડતની ચીમકી

વડોદરાઃ ગુજરાતમાં આ વર્ષથી તમામ સરકારી યુનિવર્સિટીઓમાં કોમન પ્રવેશ નીતિ અમલમાં આવી રહી છે. જેથી વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં 70 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે અનામત છે. એમાં કોઈ ફેરફાર થશે તે કેમ તે અંગે યુનિવર્સિટીના સત્તાધિશો અવઢવમાં છે. ત્યારે કોંગ્રેસ દ્વારા લડતની ચીમકી અપાયા બાદ હવે વિદ્યાર્થી સંગઠનો પણ વિરોધ કરી રહ્યા છે. […]

કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ હવે હવે 29મી મેના રોજ લેવામાં આવશે

નવી દિલ્હીઃ આજની તારીખે યોજાનારી કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ, CUET (UG) અનિવાર્ય કારણોસર દિલ્હી કેન્દ્રો માટે મુલતવી રાખવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું કે, પરીક્ષા હવે 29મી મેના રોજ લેવામાં આવશે. સંશોધિત એડમિટ કાર્ડ દિલ્હીભરના કેન્દ્રોમાં હાજર રહેલા ઉમેદવારો માટે જારી કરવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, અંગ્રેજી અને […]

અદાણી વિદ્યામંદિરના તેજસ્વી તારલાઓ બોર્ડના પરિણામોમાં ઝળક્યા!

અદાણી વિદ્યામંદિર- અમદાવાદ (AVMA) ના વિદ્યાર્થીઓ CBSE ધોરણ 10 અને 12 બોર્ડના પરિણામોમાં ઝળક્યા છે. નબળી આર્થિક પરિસ્થિતી ધરાવતા કુટુંબના બાળકોએ બોર્ડના પરિણામોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી પરિવાર અને શાળાનું નામ રોશન કર્યુ છે.  ધોરણ 12 મા અભ્યાસ કરતો મીત કોલડીયા 97.20% સાથે ટોપર રહ્યો છે, જ્યારે 95.60% સાથે ઉમામા શેખે ધો. 10માં મેદાન માર્યું છે. […]

આવી ગયા ગુડ ન્યૂઝ, તોફાની તેજીથી આગળ વધશે ભારતની અર્થ વ્યવસ્થા

વિશ્વ બેંકથી લઈને IMF સુધી આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે, ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને તેની ઝડપી ગતિ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. આ બધાની વચ્ચે હવે વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે પણ તેના પર મંજૂરીની મહોર લગાવી દીધી છે. મૂડીઝ રેટિંગ્સે મંગળવારે ભારતીય અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં 6.6 ટકાના દરે […]

ધોરણ-12 સાયન્સમાં બધા વિષયની પૂરક પરીક્ષા વિદ્યાર્થીઓ આપી શકશે, ઊંચુ પરિણામ માન્ય ગણાશે

ગાંધીનગર:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલું ધોરણ 12 સાયન્સનું પરિણામ ગત વર્ષ કરતા ઊંચુ આવ્યું છે. આ પરીક્ષામાં નાપાસ થયેલા તેમજ ઓછા માર્ક્સ આવેલા વિદ્યાર્થીઓ તમામ વિષયની પૂરક પરીક્ષા આપી શકશે. જેમાં પૂરક પરીક્ષા બંનેમાંથી ઉંચા પરિણામની પસંદગીની વિદ્યાર્થીઓને તક મળશે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ જે વિષયમાં નાપાસ થયા હોય એટલા […]

ધોરણ-12ના વિદ્યાર્થીઓએ ગુણ ચકાસણી માટે બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવી પડશે,

અમદાવાદઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12નું પરિણામ જાહેર થયા બાદ જે વિદ્યાર્થીઓ ઉત્તરવહિઓમાં ગુણ ચકાસણી કરવા માગતા હોય એવા વિદ્યાર્થીઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ગુણ ચકાસણી કરાવવા માગતા વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવી પડશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને વાણિજ્ય પ્રવાહના વિદ્યાર્થીઓ જે ગુણ ચકાસણી કરાવવા […]

ભણતી વખતે ગીતો સાંભળતા હોવ તો જાણો કેવું મ્યુજિક છે ફાયદાકારક

અભ્યાસ હંમેશા શાંત વાતાવરણમાં કરવું જોઈએ, તેનાથી ધ્યાન ભટકતું નથી અને વાંચેલી વસ્તુઓ ઝડપથી યાદ રહે છે. વારંવાર ઘરના વડીલો અને શાળાના શિક્ષકોને આવું કહેતા સાંભળ્યા હશે. પણ કેટલાક લોકો એવા હોય છે જે અભ્યાસ કરતી વખતે ગીતો સાંભળે છે. એક્સપર્ટ માને છે કે વાંચતા હોઈએ ત્યારે ગીતો સાંભળવા ખરાબ આદત છે. તેનાથી મેમરી પર […]

CBSEનું ધો.12માં 87.98 ટકા અને ધો.10નું 93.60 ટકા પરિણામ જાહેર

નવી દિલ્હીઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધો.10 એન 12 પરિણામ જાહેર થાય બાદ આજે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડનું ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. બન્ને ધોરણમાં છોકરા કરતા છોકરીઓ આગળ રહી છે. CBSEનું પરિણામ:ધો.12માં 87.98% પરિણામ જાહેર થયા પછી ધો.10માં 93.60% રિઝલ્ટ જાહેર સેન્ટ્રલ બોર્ડ ઓફ […]

આજના વિશ્વની સમસ્યાઓના નિરાકરણ ભારતીય ચિંતન જીવન શૈલીમાં રહેલું છેઃ યશવંતભાઈ ચૌધરી

અમદાવાદઃ વિદ્યાભારતી શિક્ષણ, પ્રશિક્ષણ અને શૈક્ષણિક સંશોધન તેમજ પ્રકાશનના ક્ષેત્રમાં કાર્યરત છે. વ્યક્તિ નિર્માણથી માંડીને રાષ્ટ્ર નિર્માણ સુધીની સંકલ્પના અને સાર્થક કરવાના હેતુસર નગરીય ક્ષેત્રોમાં પણ વિદ્યાભારતીનું વિદ્યાલય બને તે વિચારને મૂર્તિમંત કરતા આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ દ્વારા સંચાલિત વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સના ભૂમિપૂજનનો કાર્યક્રમ વૈશાખ સુદ પાંચમ, 12મી મે 2024ના રોજ ગુજરાતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code