1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

બાળકોમાં પુસ્તકો વાંચવાની ટેવ કેવી રીતે કેળવવી તે જાણો, પછી પુસ્તક છોડશે નહીં

આજકાલ બાળકો તેમનો મોટાભાગનો સમય ફોન કે ટેબલેટ પર રમવામાં વિતાવે છે. પરંતુ પુસ્તકોનું વાંચન પણ ખૂબ જ જરૂરી છે કારણ કે તેનાથી તેમની વાંચન ક્ષમતા અને સમજ વધે છે. અહીં કેટલીક સરળ રીતો છે જેના દ્વારા તમે તમારા બાળકને પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તમારી જાતને પણ વાંચો: જો બાળકો તમને પુસ્તક […]

JEE Mains Result 2024: ખેડૂતનો દીકરો નીલકૃષ્ણ બન્યો ટોપર

નવી દિલ્હી:  જોઈન્ટ એન્ટ્રેન્સ એકઝામ 2024 સત્ર બેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ટોપર્સની યાદી પણ બહાર પાડવામાં આવી છે. આ વખતે મહારાષ્ટ્રના એક નાનકડા ગામડાના નીલકૃષ્ણએ JEE Mains પરીક્ષામાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. નીલના પિતા ખેડૂત છે અને માતા ગૃહિણી છે. મર્યાદિત સંસાધનોની વચ્ચે પોતાનો પ્રારંભિક અભ્યાસ કરનાર નીલે કોટામાં રહીને કોચિંગ […]

શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક આચાર સંહિતાને લીધે મળી ન શકતા પરિણામોમાં વિલંબ થશે

ગાંધીનગરઃગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉત્તરવહિઓનું મૂલ્યાંકનનું કાર્ય પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ વખતે લોકસભાની ચૂંટણીને લીધે ધોરણ 10 અને 12ના પરિણામો એપ્રિલના અંત સુધીમાં જાહેર કરી દેવાની ગણતરી હતી, પરંતુ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને કોપી કેસના નિકાલ માટે મળનારી પરીક્ષા સમિતિની […]

‘વિશ્વ પુસ્તક દિન’ નિમિત્તે ગુજરાત યુનિ.ના પ્રથમ વખતના યુવા મતદારોએ અનોખી શોભાયાત્રા યોજી

અમદાવાદઃ આજે ‘વિશ્વ પુસ્તક દિન’ નિમિત્તે ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ વખતના યુવા મતદારો દ્વારા ચૂંટણીને લગતા ગ્રંથોને લઈ શોભાયાત્રા યોજાઈ હતી. આ ઉપરાંત, ગ્રંથ પ્રદર્શન પણ યોજાયું હતું. યુવા મતદારોએ આ પ્રકારના અનોખા કાર્યક્રમ થકી યુવાનો અને નાગરિકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવા પ્રયાસ કર્યો હતો. ‘વિશ્વ પુસ્તક દિન’ નિમિત્તે ‘મતદાન જાગૃતિ’ અંગે યોજાયેલ ચૂંટણીને લગતા ગ્રંથોની […]

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું 2024 -25નું 4.52 કરોડનું બજેટ મંજૂર કરાયું

અમદાવાદઃ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠક યોજાઇ હતી જેમાં વર્ષ 2024- 25 અંદાજ પત્ર (બજેટ) રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં છાત્રોના શિક્ષણ સાથે સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ બજેટમાં વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓના ખર્ચના બજેટમાં વધારા સાથે કુલ 128.07 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં 123.55 કરોડનો ખર્ચ બાદ કરતાં 4.52 કરોડ […]

ગુજરાતમાં ધોરણ 6થી 9ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિની પરીક્ષા તા. 28મી એપ્રિલને રવિવારે લેવાશે

અમદાવાદઃ  રાજ્યમાં ધોરણ-6 અને 9ના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિની પરીક્ષા આગામી તા. 28મી એપ્રિલના રોજ લાવામાં આવશે. આ પરીક્ષા માટે જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે, શાળાઓએ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈડ પરથી હોટ ટિકિટ ડાઉનલોડ કરીને એના પર વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાવીને શાળાના આચાર્યના સહીં-સિક્કા કરાવી આપવાનો રહેશે. રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં […]

સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની પરીક્ષા તા. 15મી મેથી 24મી મે દરમિયાન લેવાશે,

અમદાવાદઃ દેશની ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં આવેલી કેન્દ્ર અને યુજીસી હસ્તકની સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આગામી 15મી મેથી 24મી મે દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા ઓનલાઈન અને ઓફલાઈન એમ બન્ને રીતે આપી શકાશે, આ પરીક્ષા માટે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા છે. અને દેશભરના કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે કેન્દ્રના […]

કોલેજમાં એડમિશન લેતા પહેલા આ મહત્વની બાબતો ધ્યાનમાં રાખો, સારું ભવિષ્ય ઘડવામાં આવશે.

સમગ્ર દેશમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે પરિણામનો વારો છે. બિહાર બોર્ડ દ્વારા પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાની સૌથી મોટી ચિંતા એ છે કે તેમના બાળકને એવી કોલેજમાં એડમિશન મળે કે જે તેના માટે સારું ભવિષ્ય બનાવી શકે અને તે તેના જીવનમાં કંઈક સારું હાંસલ […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થા અને યુનિ.ઓના હિસાબી ઓડિટમાં 98.60 કરોડની ગેરરીતિ પકડાઈ

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક હિસાબી ભંડોળ પાસે રાજ્યની ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના 2001થી 2019 સુધીના હિસાબોનું ઓડિટ કરાવવામાં આવ્યું હતું. જેમાં 9 જેટલી સરકારી યુનિવર્સિટી અને 14 અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના ઓડિટમાં 98.60 કરોડના હિસાબી અનિયમિતતા મળી આવી હતી, જે સરકારી યુનિવર્સિટીઓમાં હિસાબી અનિયમિતતા જોવા મળી છે. કે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2013-14 થી 2014-15 […]

વૈદિક ગુરુકુલોમાં વેદ પરંપરા અને નૈતિક શિક્ષણની સાથોસાથ આધુનિક અભ્યાસનો સમન્વય જરૂરી : રાજ્યપાલ

અમદાવાદઃ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકરોડા ગામે સાબરમતી નદીના તીરે વૈદિક સંસ્કૃતિ અને ગુરુકુલીય શિક્ષાની સુરક્ષા અને સંવર્ધન હેતુ સ્થાપિત દર્શનયોગ ધામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે સમર્પણ ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ ભવનમાં 36 સાધના કુટિર છે. રામનવમીના પાવન પર્વે શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ સંકુલમાં વૈદિક ગુરુકુલ ભવનનો શિલાન્યાસ પણ કરાવ્યો હતો.  ગાંધીનગરના લાકરોડામાં વૈદિક સંસ્કૃતિની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code