1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ગુજરાતના 33 જિલ્લાની 1657 સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છેઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાતના 33 જીલ્લાની  1657  સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે જેમાં કચ્છ, અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, તાપી, મહીસાગર અને દેવભૂમિ દ્વારકા મોખરે છે પૂર્વ પટ્ટી, આદિવાસી વિસ્તારમાં 353 શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે ત્યારે ગુજરાતની પ્રાથમિક / માધ્યમિક / ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના રદ કરીને કાયમી શિક્ષકોની ભરતી જોઈએ. […]

ધોરણ-10ની પુરક પરીક્ષાનું આજે પરિણામ, સવારે બોર્ડની વેબસાઈટ પર મુકાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં યોજાઈ હતી. માર્ચ મહિનાની પરીક્ષામા જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા, તે વિદ્યાર્થીઓની જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. 2 દિવસ અગાઉ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું, બુધવારે 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું ત્યારે […]

ગુજરાત યુનિ,એ ઉત્તરવહી કાંડમાં કાર્યવાહી ન કરતા NSUIએ કૂલપતિની ચેમ્બરમાં નારા લગાવ્યાં

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસી નર્સિંગની પરીક્ષાની 28 ઉત્તરવહીઓ ગાયબ થયા બાદ ગુજરાત યુનિવર્સિટીએ માત્ર પોલીસ ફરિયાદ નોંધાવીને પોતાની ફરજ પુરી થઈ ગઈ હોય તેમ જવાબદારો સામે કોઈ જ પગલાં લેવાયા નથી. આ મામલે સની ચૌધરી નામના વ્યક્તિનું નામ ખૂલ્યું છે. NSUIનો આક્ષેપ છે કે, આરોપી ભાજપ સાથે જોડાયેલો હોવાથી યુનિવર્સિટી કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં […]

અદાણી વિદ્યામંદિર ખાતે ખૂલ્યા ચંદ્રયાન-3 ના વણઉકલ્યા રહસ્યો!, ISRO ના ડાયરેક્ટર સાથે વિદ્યાર્થીઓની જ્ઞાનગોષ્ઠિ 

ભારતના ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. અવકાશ વિજ્ઞાનમાં સંશોધન કરતી દેશની સર્વોચ્ચ સંસ્થા ઈસરો દ્વારા તેને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર ખાતે ઈસરોના ડિરેક્ટર નિલેશ દેસાઈએ મુલાકાત લીધી હતી. તેમણે બાળકોના સ્પેસ સાયન્સ વિશેના વણઉકલ્યા કોયડાઓ ઉકેલી ઉજ્વળ કારકિર્દી બનાવવા પ્રેરિત કર્યા હતા.     મંગળવારે SAC/ISRO– અમદાવાદના ડિરેક્ટર […]

ગુજરાત યુનિ, સંલગ્ન 8 ગ્રાન્ટેડ લો કોલેજોમાં એક વર્ગ સ્વનિર્ભર ધોરણે ચલાવાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 8  જેટલી ગ્રાન્ટેડ લો કોલેજોમાં હવે એક જ વર્ગ ગ્રાન્ડેટ ધારણે ચાલશે. જ્યારે અન્ય વર્ગ સ્વનિર્ભર મોડલ પર ચલાવવાનો રહેશે. હાઇબ્રીડ મોડેલ પર ચલાવવાના વર્ગ માટે કોલેજ દ્વારા 10,000 રૂપિયા ફીની મંજૂરી માંગવામાં આવી હતી. જેની સામે ગુજરાત યુનિવર્સિટીએ 8000 રૂપિયા ફીની મંજૂરી આપી છે. જેથી ગ્રાન્ટેડ કોલેજમાં એક વર્ગની ફી […]

પ્રાથમિક શાળાના 17,174 શિક્ષકોને ઓનલાઈન બદલી કેમ્પમાં સ્થળ પસંદગીનો લાભ મળ્યો

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાથમિક શિક્ષકો છેલ્લા ઘણા સમયથી બદલી કેમ્પની રાહ જોઈ રહ્યા હતા. ઘણાબધા શિક્ષકો પોતાના વતનથી દુર અન્ય જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે. જ્યારે શિક્ષક દંપત્તીઓ પણ અગલ અલગ સ્થળોએ નોકરી કરી રહ્યા હતા. આમ શિક્ષકો બદલીઓની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે રાજય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકો માટે જિલ્લા ઓનલાઇન […]

ગુજરાતની 55 યુનિવર્સિટીઓ અને 1767 કોલેજોને NAAC ની માન્યતા નથી, UGCના નિયમનું ઉલ્લંઘન

અમદાવાદઃ યુનિવર્સિટી  ગ્રાન્ટ કમિશનના આદેશ મુજબ દેશની દરેક યુનિવર્સિટી અને કોલેજોએ NAAC ની માન્યતા ફરજિયાત હોવા છતાં ગુજરાતની મોટા ભાગની યુનિવર્સિટી અને કોલેજોએ માન્યતા લીધી નથી. ગુજરાતની 66 ટકાથી વધુ યુનિવર્સિટીઓએ NAAC ની માન્યતા લીધી નથી, એટલે કે, નેકની માન્યતા ન હોય એવી 55 યુનિવર્સિટીઓ છે.  આ ઉપરાંત ગુજરાતની 78 ટકા કોલેજોએ પણ NAAC ની […]

ધો-12 વિજ્ઞાનપ્રવાહની પૂરક પરીક્ષાનું 24 ટકા પરિણામ જાહેર

બોર્ડની પરીક્ષામાં 13754 ઉમેદવારો નોંધાયાં હતા 11967 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી પૂરક પરીક્ષામાં 2855 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયાં અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધો-12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનું પરિણામ મે મહિનામાં જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં એકાદ બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ આ પૂરક […]

ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે કાળી પટ્ટી બાંધીને લડતનો કર્યો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓ શિક્ષમ વિભાગના અસહકારભર્યા વલણને કારણે અનેક મુશ્કેલીઓ વેઠી રહી છે. ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકોએ સરકારને અનેકવાર રજુઆતો કરી હોવા છતાંયે પ્રશ્નો ન ઉકેલાતા હવે શાળાના સંચાલકો સાથે શિક્ષકો અને કર્મચારીઓએ પણ સરકાર સામે લડતનો પ્રારંભ કર્યો છે. સોમવારે શિક્ષકો અને કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને ફરજ બજાવી હતી, આમ હવે તબક્કાવાર લડત શરૂ […]

ખાનગી અને અર્ધ સરકારી 13 મેડિકલ કોલેજોએ ફીમાં તોતિંગ વધારો કરતા ABVP કર્યો વિરોધ

અમદાવાદઃ  રાજ્ય સરકારની ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી GMERS હેઠળ ખાનગી અને અર્ધસરકારી એવી 13 મેડિકલ કોલેજોની MBBS કોર્સની ચાલુ શૈક્ષણિક વર્ષ 2023- 2024ની ફીમાં તોતિંગ વધારો કરાતા વિરોધ થયો છે. મેડિકલ કોલેજોના એમબીબીએસમાં પ્રવેશમાં મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે 17 લાખ, સરકારી ક્વોટાની બેઠકો માટે 5.50 લાખ તથા NRI ક્વોટાની બેઠકો માટે 25 હજાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code