1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

GTUનું વાર્ષિક એકેડેમિક કેલેન્ડર, દિવાળી વેકેશન 10મી નવેમ્બરથી 20 દિવસનું રહેશે

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વાર્ષિક એકેડેમિક કેલેન્ડરની જાહેરાત કરી છે. નવા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે 10મી નવેમ્બરથી 30મી નવેમ્બર દરમિયાન દિવાળી વેકેશન જાહેર કારાયું છે. જીટીયુ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડરમાં આર્કિટેક પ્રથમ સેમેસ્ટરમાં પ્રથમ શૈક્ષણિક સત્ર 26મી ઓગસ્ટથી 30મી ડિસેમ્બર સુધી રખાયું છે. સેમેસ્ટર-3માં 24મી જુલાઇથી 9મી નવેમ્બર અને સેમેસ્ટર 5 અને 9માં […]

ડિપ્લોમા ઈજનેરીમાં પ્રથમ રાઉન્ડમાં 33717 વિદ્યાર્થીઓને પ્રવેશ, હજુ 27308 બેઠકો ખાલી

અમદાવાદ  :  ધો.10 પછી ડિપ્લોમા ’ઇજનેરીમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ વિદ્યાર્થીઓએ આપેલી ચોઇસના આધારે પ્રવેશ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરી દેવામાં આવી છે. પહેલાં રાઉન્ડમાં કુલ 33717 વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. આગામી 17મી જુલાઇ સુધીમાં વિદ્યાર્થીઓને ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરવા સૂચના આપવામાં આવી છે. ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે સમિતિ દ્વારા […]

ગ્રાન્ટેડ શાળાઓનું 30 ટકા પરિણામ ઓછું હોય તો પણ 5 વર્ષ સુધી ગ્રાન્ટ ન કાપવા રજુઆત

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ગ્રાન્ટેડ શાળાઓનું ધોરણ 10નું 30 ટકા કરતા ઓછું પરિણામ આવ્યું હોય તો ગ્રાન્ટ આપવામાં આવતા નથી. તેમજ ઓછા પરિણામને લીધે પણ ગ્રાન્ટ કાપી લેવામાં આવે છે. એક બાજુ ગ્રાન્ટેડ શાળાઓમાં પુરતા શિક્ષકોની ભરતી કરાતી નથી. અને બીજી બાજુ કોરોના કાળમાં વિદ્યાર્થીઓને […]

ગુજરાતના 20 જિલ્લાઓમાં મધ્યાહન ભોજન યોજના માટે દાળ, તેલનો જથ્થો મહિનાથી ફાળવાયો નથી

ગાંધીનગરઃ રાજ્યના મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને સરકાર દ્વારા રેશનિગમાંથી અનાજ સહિતના ખાદ્ય પુરવઠો આપવામાં આવતો હોય છે. પરંતુ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી તેલ,દાળ સહિતનો જથ્થો આપવામાં આવ્યો નથી. આથી મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અનાજનો પુરવઠો મળતો ન હોવાથી બાળકોને મધ્યાહન ભોજન કેવી રીતે આપવું તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ સંદર્ભે […]

ગુજરાત યુનિ.માં ઉત્તરવહીઓ ગુમ થવાના મુદ્દે NSUIએ કૂલપતિના રાજીનામાંની માગ કરી

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાંથી ઉત્તરવહીઓ ગુમ થવાના મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઈ દ્વારા યુનિ.કેમ્પસમાં જ વિરોધ કરવામાં આવ્યો હતો. આંખે પટ્ટી બાંધી અને ગળામાં પૈસાનો હાર પહેરીને કાર્યકરોએ વિરોધ કર્યો હતો. NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ આંખ પર કાળા કલરની પટ્ટી બાંધીને તથા ગળામાં નકલી […]

ગુજરાત યુનિ. સંલગ્ન લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ખોરંભે પડતા 8500 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયાં

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન લૉ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા હાલ અટકાવી દેવામાં આવતાં અરજી કરનારા 8500 વિદ્યાર્થીઓ દ્વિધાભરી સ્થિતિમાં મૂકાયા છે. કોર્ટ મેટરના કારણે હાલમાં પ્રવેશ ફાળવી શકાય તેમ નથી. આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય ન થાય તો આ વિદ્યાર્થીઓ માટે ભારે મુશ્કેલી ઊભી થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન […]

ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 1348 શિક્ષકોની રૂપિયા 31340ના ફિક્સ પગારથી ભરતી કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાના સંચાલકો છેલ્લા ઘણા સમયથી શિક્ષકો અને આચાર્યોની ખાલી જગ્યાઓ પુરવાની માગ કરી રહ્યા છે. ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળે આ સંદર્ભે શિક્ષણ વિભાગને લેખિત રજુઆતો પણ કરી હતી. આખરે સરકારે નવી શિક્ષણ નીતિ પ્રમાણે ધોરણ 9 અને 10નો એક-એક વર્ગ ધરાવતી ગ્રાન્ટેડ સ્કૂલોમાં એક આચાર્ય અને ત્રણ શિક્ષકના મહેકમને નિયમિત કરવા 1348 […]

ગુજરાત યુનિ.માં BSC નર્સિંગની ઉત્તરવહીઓ ગુમ થવાને મુદ્દે SITની રચના કરવા NSUIની માગ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાંથી બીએસસી નર્સિંગ પરીક્ષાની 28 ઉત્તરવહીઓ ગાયબ થયાને મામલો પ્રકાશમાં આવતા રાજ્ય સરકારે પણ યુનિવર્સિટી પાસે પિપોર્ટ માગ્યો હતો. યુનિવર્સિટીના સત્તાધિશોએ આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. ત્યારે આ મામલે સીટની રચના કરીને જવાબદારો સામે કડક પગલાં લેવાની માગ સાથે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ કૂલપતિને રજુઆત કરી હતી. વિદ્યાર્થીઓને આ […]

ગુજરાત યુનિ.ના બોટની વિભાગમાંથી ઉત્તરવહીઓ ગાયબ થતાં રાજ્ય સરકારે માગ્યો રિપોર્ટ

અમદાવાદઃ  ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાંથી બીએસસી નર્સિંગ પરીક્ષાની ઉત્તર વહીઓ ગુમ થવાના બનાવમાં યુનિવર્સિટીના સત્તાધિશોની લાપરવાહી સામે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે પણ આ બનાવમાં યુનિવર્સિટી પાસે રિપોર્ટ માગ્યો છે. બીજી બાજુ યુનિવર્સિટીએ બે સિક્યુરિટી ગાર્ડની બદલી કરીને કોર્ડીનેટરને કમિટીમાં રવાના કરી દીધા છે. પરંતુ 29 ઉત્તરવહીઓ કોણ ચોરી ગયું. સીસીટીવી કેમેરા કેમ […]

ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો અમલ, 4 વર્ષે ગ્રેજ્યુએટ ઓનર્સ, માસ્ટર ડિગ્રી 1 વર્ષે મેળવી શકાશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલની નવા શૈક્ષણિક સત્રથી જાહેરાત કર્યા બાદ મંગળવારે તેનું નોટિફેકેશન પણ જાહેર કરી દીધું છે. રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં પણ એક સાથે તેનો અમલ કરાશે. અભ્યાસનું માળખું, ગ્રેજ્યુએશનના ચાર વર્ષ અને મોસ્ટર ડિગ્રી કોર્ષ એક વર્ષનો રહેશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ જ સક્રિય રીતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code