1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો,અને સંચાલકોના દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે ધરણાં કરાતા અટકાયત
ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો,અને સંચાલકોના દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે ધરણાં કરાતા અટકાયત

ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો,અને સંચાલકોના દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે ધરણાં કરાતા અટકાયત

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો, કર્મચારીઓ અને સંચાલકોના વિવિધ પ્રશ્ને સરકારને અનેકવાર રજુઆત કરવા છતાંયે પ્રશ્નો ન ઉકેલાતા આખરે શિક્ષકો અને સંચાલકો લડત ચલાવી રહ્યા છે. દરમિયાન ગ્રાન્ટેડ સ્કૂલો માટે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા સહયોગ અપાતા સરકાર સામે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાં મહાનગરોમાં  શિક્ષકો અને સંચાલકો દ્વારા અલગ અલગ જગ્યાએ હાથમાં બેનર સાથે મૌન રાખીને ધરણા કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં કલેક્ટર કચેરીની બહાર શિક્ષકોએ ધરણા કર્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી. કાયમી ભરતી, જૂની પેન્શન સહિતના પડતર પ્રશ્નો અંગે ધરણાં પર બેઠેલા તમામ શિક્ષકોની પોલીસે  અટકાયત કરતાં શિક્ષણ જગતમાં સોપો પડી ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યની ગ્રાન્ટેડ અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના પડતર પ્રશ્નો ઘણા સમયથી ઉકેલાયા નથી. અનેક રજૂઆતો બહેરા કાને અથડાયા કરતી હતી તેથી અંતે ગ્રાન્ટેડ સ્કૂલો માટે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા સરકાર સામે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતુ. જેના પ્રથમ ચાર તબક્કા પૂર્ણ થતા આજે પાંચમાં તબક્કામાં શિક્ષકો અને સંચાલકો દ્વારા અલગ અલગ જગ્યાએ હાથમાં બેનર સાથે મૌન ધરણા કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં પણ કલેક્ટર કચેરીની બહાર શિક્ષકો ધરણા કરી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી છે.

રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલમાં શિક્ષકોની ભરતીથી લઈને અનેક પ્રશ્નો માટે અલગ અલગ સંગઠન દ્વારા સરકાર અને શિક્ષણ વિભાગને સેંકડો રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ઠાલા વચનો જ આપનારી સરકારથી કંટાળી જઇને સંચાલકો, શિક્ષકો અને કર્મચારીઓએ સરકાર સામે આંદોલન છેડ્યું હતુ. આ આંદોલનમાં રાજ્યની ગ્રાન્ટેડ સ્કુલોના સંચાલકો, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ સહિત 50,000ની સંખ્યામાં લોકો જોડાયા હતા.પાંચમાં તબક્કામાં આજે મૌન ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પોલીસે પરવાનગી ના આપી હોવાથી તમામની મૌન ધરણા કરતાં તમામની અટકાયત કરાઇ હતી. અમદાવાદમાં  10 અલગ અલગ જગ્યાઓ પર શિક્ષકો દ્વારા હાથમાં બેનર લઈને મૌન ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરી બહાર પણ મોટી સંખ્યામાં હાથમાં પ્લે કાર્ડ સાથે શિક્ષકો મૌન ઊભા રહીને વિરોધ કરી રહ્યા હતા. પોલીસે પરવાનગી ના આપી હોવાથી પોલીસે તમામ શિક્ષકોની અટકાયત કરી હતી. ગ્રાન્ટેડ સ્કૂલના આચાર્યે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી અગાઉ અમને વચન આપવામાં આવ્યા હતા. જે પૂર્ણ કરવામાં આવ્યા નથી. જેથી શાંતિપૂર્ણ રીતે અમે  વિરોધ કરી રહ્યા છીએ. લડતનો પાંચમો તબક્કો છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તે રીતે અત્યાર સુધી વિરોધ કર્યો છે. મૌન ધરણા દ્વારા અમે સરકારને સંદેશ આપવા માગીએ છીએ કે, સ્કૂલમાં બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. સોમવારથી શનિવાર સુધી એક અઠવાડિયા માટે અમે સ્કૂલમાં કાળા વસ્ત્ર પહેરીને શિક્ષણ કાર્ય કરીશું.

ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોએ જણાવ્યું હતું કે, મુખ્ય પડતર પ્રશ્નોમાં શિક્ષકોની કાયમી ભરતી તથા બિન શૈક્ષણિક કર્મચારીઓને ભરતી આપ્યા બાદ ખાલી રહેલી જગ્યા પર કાયમી ભરતી કરવી, જૂની પેન્શન યોજના લાગુ પાડતો પરિપત્ર કરવો, પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ કરવી, આચાર્યને એક ઇજાફ આપવા બાબતનો પરિપત્ર કરવો,પેન્શન યોજના ધારક કર્મચારીઓના અવસાન કે નિવૃત્તિ સમયે 300 રજા રોકડના રૂપાંતર આપવા બાબત થયેલ પરિપત્રની સ્પષ્ટતા કરી અમલ કરવો, સાતમા પગાર પંચના તફાવતનો બાકી પાંચમો હપ્તો આપવો, એફઆરસી દ્વારા નિયત કરવામાં આવેલા ફીના સ્લેબમાં છેલ્લા છ વર્ષથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તેથી  તાજેતરમાં રક્ષા શક્તિ સ્કૂલની ફીનો રેશિયો નક્કી કરવામાં આવ્યો, તે મુજબ પ્રાથમિકમાં 22,000 અને માધ્યમિકમાં 33,000 લઘુતમ ફી નક્કી કરવામાં આવે અને દર વર્ષે 7 ટકા વધારો કરવાની મંજૂરી આપવામાં આવે જેવી ડિમાન્ડનો સમાવેશ થાય છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code