1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

શાળા સંકુલોમાં પાઠ્ય પુસ્તકો-સ્ટેશનરીનું વેચાણ રોકવા વેપારીઓની DEOને રજુઆત

ભાવનગરઃ શાળાઓમાં ઉનાળું વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે. આમ તો વિધિવત ઉનાળું વેકેશનનો પ્રારંભ 1લી મેને સોમવારથી થશે. પરંતુ પરીક્ષા બાદ વિદ્યાર્થીઓમાં વેકેશનનો માહોલ છે.નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા વિદ્યાર્થીઓ પાઠ્ય-પુસ્તકો, નોટ્સબુક્સ, અને જરૂરી સ્ટેશનરીની ખરીદી કરતા હોય છે. ત્યારે ઘણી શાળાઓના સંચાલકો પોતાના શાળાના કેમ્પસમાં પાઠ્ય-પુસ્તકો, નોટ્સબુક્સ અને સ્ટેશનરીનું વેચાણ કરતા હોય છે. એટલું […]

ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓનું પરિણામ 35 ટકા કરતા ઓછું હશે તો માર્કશીટમાં નાપાસ લખાશે

અમદાવાદઃ શિક્ષણમાં દર વર્ષે કોઈને કોઈ અખતરા કરવામાં આવતા હોય છે. વર્ષો પહેલા એવો નિયમ બનાવ્યો હતો કે, ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓ 35 ટકાથી ઓછા ગુણ મેળવે તો તેની માર્કશીટમાં ફેઈલ યાને નાપાસ લખવું નહીં. જો કે વર્ષો પહેલા તે નિર્ણય કેમ લેવાયો હતો. વિદ્યાર્થીઓના માનસ પર કેટલો ફાયદો થયો તેની કોઈને ખબર નથી. હવે […]

ધોરણ 12 સાયન્સની ઉત્તરવહીઓનું મૂલ્યાકન બાદ ડેટા એન્ટ્રીનું કાર્ય પૂર્ણ, હવે પખવાડિયામાં પરિણામ

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાની ઉત્તરવહીઓ (આન્સરબુક)નું મૂલ્યાંકનનું કાર્ય પૂર્ણ થતાં જ હાલ ડેટા એન્ટ્રીનું કામ ચાલી રહ્યું છે. જે પણ એકાદ દિવસમાં પૂર્ણ થઈ જશે. એટલે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં એટલે કે પખવાડિયામાં જ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરી દેવાશે. એવું બોર્ડના […]

ગુજરાત સરકારની નીતિ-રીતિને કારણે ગ્રાન્ટેડ શાળાઓની અધોગતિ, ભાવનગરમાં 19 વર્ગો બંધ થશે

ભાવનગરઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની નીતિ-રીતિને કારણે ગ્રાન્ટેડશાળાઓની હાલત કફોડી બનતી જાય છે. ગ્રાન્ટ, ભરતી, શિક્ષકોની ભરતી વિગેરે મામલે સરકારની અણઘડ નીતિને લીધે સામાન્ય પરિવારના બાળકોને શિક્ષણ આપતી ધો.9થી 12ની ગ્રાન્ટેડ શાળાઓનું હવે અસ્તિત્વ ખતરામાં છે. ગુજરાતમાં છેલ્લાં 18 વર્ષમાં સરકારની શિક્ષણના ખાનગીકરણની નીતિને લીધે 2600 જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને કાયમી તાળા […]

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા B A , B COM, સેમે-2 સહિતની પરીક્ષાનો પ્રારંભ, પ્રશ્નપત્રો ઓફલાઈન મોકલાયા

રાજકોટઃ ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં હાલ પરીક્ષાની મોસમ ચાલી રહી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીએ,બીકોમ સેમેસ્ટર-2 સહિત વિવિધ વિદ્યાશાખાના  67494 વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો છે. 25મી  એપ્રિલથી શરૂ થયેલી પરીક્ષામાં સૌથી વધુ બીએ સેમેસ્ટર-2 રેગ્યુલરના 16653 વિદ્યાર્થી અને એક્સટર્નલના 4014 વિદ્યાર્થી, બી.કોમ સેમેસ્ટર-2 રેગ્યુલરના 16496 વિદ્યાર્થી અને એક્સટર્નલના 831, એમએ ઓલ સેમેસ્ટર-2ના એક્સટર્નલના 3326 વિદ્યાર્થી, […]

ગુજરાતમાં ઈજનેરીની 66000 અને ફાર્મસીની 9000 બેઠકો ઉપલબ્ધ, મે મહિનામાં રજિસ્ટ્રેશન શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ હવે પખવાડિયામાં જ જાહેર કરી દેવાશે. બીજીબાજુ ઈજનેરી અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટેની કાર્યવાહી આવતા મહિને એટલે કે મે મહિનામાં શરૂ કરી દેવાશે. ગુજરાતમાં ઈજનેરીની 66000 બેઠકો તેમજ ફાર્મસીની 9000 બેઠકો ઉપલબ્ધ છે. એટલે પ્રવેશની સમસ્યા સર્જાશે નહીં. ગત […]

ગુજરાત યુનિવર્સિટીમાં તા.5મી મેથી ઓનલાઈન પ્રવેશ પ્રકિયાનો પ્રારંભ, 125 રૂપિયા રજિસ્ટ્રેશન ફી,

અમદાવાદઃ  ધોરણ-12ના પરિણામ પહેલા જ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ કરી દેવાશે. ગુજરાત યુનિ સંલગ્ન વિનિયન. વાણિજ્ય અને વિજ્ઞાનની કોલેજાના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવાશે. આગામી તા. 5મી મેથી પ્રવેશની પ્રકિયા હાથ ધરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક તાજેતરમાં મળી હતી. તેમાં આગામી 5મી મેથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે […]

ધોરણ 10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ હવે ફરીથી રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પ્રવેશ મેળવી શકશે

અમદાવાદ :  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધારણ 10ની પરીક્ષામાં વિદ્યાર્થી નાપાસ થાય તો તેને રિપિટર તરીકે ઘેર બેસીને ફરીવાર પરીક્ષા આપવી પડે છે. પણ બોર્ડ દ્વારા હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10માં નાપાસ થયેલા  વિદ્યાર્થીઓને ફરી સ્કૂલમાં પ્રવેશ અપાશે. ધોરણ 10માં નાપાસ થયેલા વિદ્યાર્થીને રેગ્યુલર વિદ્યાર્થી […]

ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ-સિન્ડિકેટની ચૂંટણી તથા પ્રવેશ પ્રકિયાના મામલે NSUIએ કર્યો હોબાળો

અમદાવાદઃ ગુજરાતની સૌથી જુની અને સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણી ન યોજવાના મામલે તેમજ પ્રવેશ પ્રકિયા કાનગી એજન્સીને સોંપવાના વિરોધમાં આજે એનએસયુઆઈએ યુનિ. ટાવરમાં હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થી નેતાએ આક્ષેપ કર્યો હતો કે, હવે યુનિવર્સિટીના વહિવટનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના કેટલાક પ્રશ્નોને લઈને આજે  NSUI એ ઉગ્ર વિરોધ […]

શાળા સંચાલકો RTE અંતર્ગત પ્રવેશ આપવાની ના પાડશે તો સરકાર કડક કાર્યવાહી કરશે

અમદાવાદઃ રાઈટ ટુ એજ્યુકેશન (RTE) કાયદા અંતર્ગત ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને નિયત મર્યાદામાં પ્રવેશ આપવામાં આવે છે. અને ગરીબ બાળકોની ફી પણ ખાનગી શાળાઓને સરકાર ચુકવે છે, આરટીઈમાં હાલ પ્રવેશ આપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. અને ઓનલાઈન આવેલા ફોર્મ પૂર્ણ રીતે ચકાસણી થયા બાદ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જે ગરીબ બાળકનો પ્રવેશ ફાઈનલ થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code