1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

સુરતમાં MBBSના ત્રીજા વર્ષના 120 વિદ્યાર્થીઓને BP માપતા ન આવડતા નાપાસ કરાયાં

સુરતઃ  ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં અનેક તબીબી કોલેજો અસ્તિત્વમાં આવી છે. ઘણીબધી તબીબી કોલેજોમાં પુરતા અધ્યાપકો કે પુરતું ઈન્ફાસ્ટ્રકચર પણ હોતું નથી. એમસીઆઈનું ઈન્સ્પેક્શન આવે ત્યારે કામચલાઉ સ્ટાફને અન્ય કોલેજોમાંથી લાવવામાં આવતો હોય છે. અધ્યાપકો ન હોય તેવી કોલેજોના વિદ્યાર્થીઓ કેવું ભણતા હશે તે પ્રશ્ન છે. નર્મદ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તબીબી કોલેજના 120 જેટલા ત્રીજા વર્ષમાં […]

રાજકોટ જિલ્લાની 491 પ્રાથમિક શાળાઓમાં ભૌતિક સુવિધા વધારીને શ્રેષ્ઠ શિક્ષણ અપાશે

રાજકોટઃ જિલ્લામાં 11 તાલુકાની 491 પ્રથામિક શાળાઓમાં ભૌતિક સુવિધા વધારીને બાળકોને ગુણવત્તાલક્ષી અને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટમાં જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 120થી વધારે હોય તેવી શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ આ તમામ શાળાઓમાં સ્કુલ ઓફ એકસલન્સ પ્રોજેક્ટ હેઠળ જરૂરી કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. […]

ગુજરાતઃ બોર્ડની ધો-10 અને 12ની પરીક્ષામાં ગેરરીતી કરતા પકડાવનાર વિદ્યાર્થી સામે પ્રતિબંધ લગાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 14મી માર્ચથી ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. બોર્ડની પરીક્ષામાં લગભગ 16 લાખ જેટલા વિદ્યાર્થીઓ બેસવાના છે. પરીક્ષાની તૈયારીઓ લઈને શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે એટલું જ નહીં ગેરરીતિને અટકાવવા માટે કડક નિયમ બનાવવામાં આવ્યાં છે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતી કરનાર પકડાવનાર વિદ્યાર્થીઓ સામે પ્રતિબંધ સહિતના પગલા લેવામાં આવશે. […]

ગુજરાત યુનિ.માં ડિગ્રી વેરિફિકેશનની કામગીરી ખાનગી એજન્સીને સોંપાતા NSUIએ કર્યો વિરોધ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં હવે રોજબરોજની કામગીરીનું પણ ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. ડીગ્રી વેરિફિકેશન, માઈગ્રેશન તથા માર્કશીટ વેરિફિકેશન સહિતની કામગીરી ખાનગી એજન્સીને સોંપાતા  જેનો NSUI દ્વારા શરૂઆતથી વિરોધ કરવામાં આવી છે.  ત્યારે ગઈકાલે પણ NSUIએ વિરોધ કરીને યુનિવર્સિટીમાં તાળાબંધી કરી હતી. જ્યારે આજે કુલપતિ આવતા જ તેમની પર નકલી નોટોનો વરસાદ કર્યો હતો. કુલપતિને ઉપર […]

ગુજરાત સરકારે બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પત્રો આપવા 2 વર્ષમાં 70.44 લાખનો ખર્ચ કર્યો

ગાંધીનગર  : ગુજરાતમાં  ધોરણ 10 અને 12ના બોર્ડના તમામ  વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્વે મુખ્યમંત્રી તરફથી શુભેચ્છા પત્ર પાઠવવામાં આવતા હોય છે.  છેલ્લા બે વર્ષમાં શુભેચ્છા પત્રો પાઠવવા પાછળ રૂપિયા 70.44 લાખનો ધૂમાડો કરાયો છે. ગુજરાત  વિધાનસભામાં કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાના ડિસેમ્બર 2022ની સ્થિતિએ બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા પાછળ સરકારે કરેલા ખર્ચની માહિતી માગતા સરકારે લેખિત જવાબ આપ્યો હતો. […]

ધો.10 અને 12ની પરીક્ષામાં સરકારી પ્રતિનિધિ તરીકે પ્રાથમિક શિક્ષકોને ફરજ સોંપાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 145મી માર્ચથી લેવાનારી ધોરણ-10 અને 12ની પરીક્ષામાં સરકારી પ્રતિનિધિ તરીકે 200  જેટલાં પ્રાથમિક શિક્ષકોને ડ્યુટી સોંપવામાં આવશે. જેમાં જિલ્લાના ચાર ઝોન મુજબ 50-50 શિક્ષકોને ફરજ સોંપવામાં આવશે.. સરકારી પ્રતિનિધિઓ તરીકે પરીક્ષા દરમિયાન શું શું અને કેવા કેવા પ્રકારની કામગીરી કરવી તેની જાણકારી આપવામાં આવશે. સૂત્રોના […]

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે 24 કલાક હેલ્પલાઇન, મૂંઝવતા પ્રશ્નોનો જવાબ મળશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર  માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાને લીધે ડર કે મુંઝવણ અનુભવતા હોય છે. ત્યારે આવા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવા માટે દર વર્ષની જેમ આ વખતે પણ બોર્ડ દ્વારા હેલ્પલાઈન શરૂ […]

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં હવે દેખાણો-હિંસા સહિતના બનાવોમાં વિદ્યાર્થીઓ સામે થશે કાર્યવાહી

નવી દિલ્હીઃ જાણીતી શૈક્ષણિક સંસ્થા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં વિદ્યાર્થીઓ દ્વારા દેખાવો અને અથડામણ જેવા બનાવો અવાર-નવાર સામે આવે છે. દરમિયાન યુનિવર્સિટી સંકુલમાં આવી ઘટનાઓ અટકાવવા માટે નવી નિયમો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં દંડ સહિતની આકરી કાર્યવાહીનો ઉલ્લેખ કરાયો છે. જેએનયુના સત્તાધીશોના આ નિર્ણયની સામે વિદ્યાર્થી સંગઠનમાં નારાજગી ફેલાઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર જવાહરલાલ […]

ધોરણ 10 અને 12ની આગામી તા.14મીથી શરૂ થતી પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો આગામી તા. 14મી માર્ચથી પ્રારંભ થશે. ત્યારે ધોરણ 10  અને 12 સાયન્સના તમામ ઉમેદવારોની પરીક્ષા માટેની હોલ ટિકિટ એટલે કે પ્રવેશ પત્ર બોર્ડની વેબસાઈટ ssc.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્સ નંબર તથા શાળાના નોંધાયેલો મોબાઈલ નંબર કે […]

ધોરણ 5 અને 8માં 35 માર્કસથી ઓછા હશે તો નાપાસ કરાશે, વર્ગ બઢતીનો લાભ નહીં મળે,

ગાંધીનગરઃ  ગુજરાતની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં ધો.1થી 8માં વર્ગ બઢતીના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પછી ધો.5 અને 8માં વિદ્યાર્થીઓને 35 માર્કસથી ઓછા હોય તો નાપાસ કરવામાં આવશે. આ નિર્ણય વર્ષ 2019માં લાગુ કરવાનું નક્કી કરાયું હતું પરંતુ કોરોના મહામારીના કારણે હવે આ સત્રથી તેનો અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ કોઈપણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code