1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં હજારો જગ્યાઓ ખાલી, શાળા સંચાલકો હવે હાઈકોર્ટના શરણે જશે

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો, કર્મચારીઓ વગેરેની અનેક જગ્યાઓ ખાલી હોવા છતાં ભરવામાં આવતી નથી. ઉપરાંત શિક્ષણ વિભાગના અધિકારીઓ ગ્રાન્ટેડ શાળાઓ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવી રહ્યા છે. ત્યારે શાળા સંચાલકોએ  ગુજરાત સરકાર સામે બાંયો ચઢાવી છે. શાળા સંચાલકોએ કહ્યું હતું કે, અમારા પડતર પ્રશ્નોનું ત્વરિત યોગ્ય નિરાકરણ નહીં આવે તો અમે ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર […]

શિક્ષકોની બદલીઓના નિયમો ઘડવા માટે 15 સભ્યોની કમિટીની બેઠક 1લી માર્ચે મળશે

ગાંધીનગરઃ ગુજરાતના પ્રાથમિક  શિક્ષકો માટે બદલીના નિયમો બદલાય તેવી શક્યતા છે.  શિક્ષકોની બદલી અને ભરતીના પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારે 15 સભ્યોની કમિટી બનાવી છે. જેને પગલે  શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર થવાની શક્યતા છે. આગામી તા. 1 લી માર્ચેના રોજ કમિટીની બીજી બેઠક મળશે. ગત શુક્રવારે મળેલી પ્રથમ બેઠકમાં સૂચનો લાવવાનું હોમવર્ક અપાયું હતું. સરકારે […]

ગુજરાતમાં ભાજપના 18 વર્ષના શાસનમાં ધો. 9થી12ની 2600 ગ્રાન્ટેડ શાળાઓને તાળાં લાગ્યાં

અમદાવાદઃ ગુજરાતમાં  છેલ્લા દોઢથી બે દાયકા દરમિયાન ખાનગી શાળાઓમાં વધારો થયો છે. જ્યારે સરકારી અને ગ્રાન્ટડ શાળાઓને તાળાં લાગી રહ્યા છે. શાળાઓને  ગ્રાન્ટ,  શિક્ષકોની ભરતી સહિતના પ્રશ્ને રાજ્ય સરકારની અણઘડ નીતિને લીધે સામાન્ય પરિવારના બાળકોને શિક્ષણ આપતી ધો.9થી 12ની ગ્રાન્ટેડ શાળાઓનું હવે અસ્તિત્વ ખતરામાં છે. ગુજરાતમાં છેલ્લાં 18 વર્ષમાં સરકારની શિક્ષણના ખાનગીકરણની નીતિને લીધે 2600 […]

પાટણ જિલ્લાની 901 શાળાઓમાં 179 વર્ગખંડની ઘટને લીધે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી

પાટણઃ જિલ્લામાં અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. ઉપરાંત શાળાના ઓરડાં પણ પુરતા નથી. તેમજ શાળામાં પીવાના પાણીની કે અન્ય કોઈ સુવિધા નથી. ધોરણ 1થી 8 માં અભ્યાસ કરતા બાળકો શાળામાં કક્ષાએ મળતી માળખાગત સુવિધાઓથી વંચિત છે, રાજ્ય સરકાર શિક્ષણમાં વિકાસની ગુલબાંગો પુકારે છે પરંતુ પાટણ જિલ્લામાં કથળેલા શિક્ષણની દયનીય સ્થિતિ છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ […]

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પેપરલિકકાંડ બાદ વધુ તકેદારી, પ્રશ્નપત્રના સિલબંધ કવર પર બે છાત્રોની સહી લેવાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ પેપેરલિકકાંડને લીધે યુનિ.ના સત્તાધિશો પર માછલાં ધોવાયા હતા. તેથી હવે યુનિ.ના સત્તાધિશો છાસ પણ ફૂંકીને પીએ છે. એટલે કે પરીક્ષા દરમિયાન પેપરલિકની ફરીવાર ઘટના ન બને તે માટે વધુ તકેદારી રાખવામાં આવી રહી છે. યુનિ.દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં પરીક્ષામાં હવે પેપરનું બોક્સ પરીક્ષાના 30 મિનિટ પહેલા અને બોક્સમાં […]

ધો.10-12ની પરીક્ષા દરમિયાન શાળાના સંચાલકો કેન્દ્રો પર હાજર રહી શકશે નહીં, બોર્ડનો આદેશ

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 14 માર્ચથી ધો.10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સુચના આપીને પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. કે, ધોરણ 10 અને 12ની પરીક્ષામાં શાળા સંચાલકો કેન્દ્રો પર હાજર રહી શકશે […]

ભાવનગર યુનિ.ના ભૌતિકશાસ્ત્ર ભવન દ્વારા 6ઠ્ઠી માર્ચે રાષ્ટ્રીય કોન્ફરન્સમાં રિસર્ચ પેપર રજુ થશે

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના ઉપક્રમે આગામી તા.6 માર્ચે સેકન્ડ નેશનલ કોન્ફરન્સ ઓન એડવાન્સીસ ઇન મટિરિયલ્સ સાયન્સ : ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનીટીઝ (AMSCO-2023)નું આયોજન કરાયું છે. તેના માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ કોન્ફરન્સમાં ભૌતિકશાસ્ત્રના વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહેશે. અને પોતાના રિસર્ચ પેપરો રજુ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ  દેશનું ભાવિ વિકાસ સામગ્રી વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન […]

CBSE ઘોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓનો આજથી આરંભ -વિદેશમાં પણ લેવાશે આ એક્ઝામ

સીબીઆસઈની બોર્ડની પરિક્ષાઓ આજથી શરુ દેશભરમાં વાકો વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ દિલ્હીઃ દેશભરમાં આજથી ઘોરણ 10 અને 12ની સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની બોર્ડ પરીક્ષાઓ આજથી શરૂ થઈ રહી છે. CBSE બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ આજે સવારે 10.30 વાગ્યાથી દેશભરમાં શરૂ થશે. CBSE 10માની બોર્ડની પરીક્ષા 16 દિવસ માટે લેવામાં આવશે. ધોરણ 10ની […]

બીએસસી નર્સિંગમાં પ્રવેશના અંતિમ રાઉન્ડ બાદ 5930 બેઠકો ખાલી, હવે કોલેજો સીધો પ્રવેશ આપશે

અમદાવાદઃ ગુજરાતમાં એન્જિનિયરિંગ બાદ હવે પેરા મેડિકલના અભ્યાસક્રમોમાં પણ બેઠકો પણ ખાલી રહેવા લાગી છે. પેરા મેડિકલમાં નર્સિંગ-ફિઝિયોથેરાપી સહિતના કોર્સમાં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ થાય બાદ બીએસસી નર્સિંગની ખાલી બેઠકો માટે કાઉન્સિલ દ્વારા પ્રવેશની મુદત વધારવામાં આવતાં નવેસરથી  પ્રવેશ રાઉન્ડ યોજવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કરાયેલા કુલ રાઉન્ડના અંતે બીએસસી નર્સિંગની કુલ 8624 બેઠકો પૈકી 5930 […]

ધો.9થી 12ની શાળાઓમાં શિક્ષકોની 7000 ખાલી જગ્યાઓ ભરવા ટાટ ઉમેદવારોની રજુઆત

ગાંધીનગરઃ ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ખાલી પડેલી 7 હજાર જગ્યાઓ પર ભરતી કરવા ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે. ભરતી પ્રક્રિયા ઝડપી થાય અને શિક્ષણ વિભાગ ઝડપી નોટિફિકેશન જાહેર કરે તે માટે ટાટના ઉમેદવારોએ  શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને રજૂઆત કરી હતી. ઉમેદવારોની માંગણી છે કે, ધોરણ 9થી 12માં ખાલી પડેલી 7 હજાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code