1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કામાં બપોરના એક વાગ્યા સુધી અંદાજે 45 ટકા જેટલુ મતદાન

નવી દિલ્હીઃ લોકસભાની બીજા તબક્કાની 88 બેઠકો ઉપર હાલ મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન બપોરના એક વાગ્યા સુધીમાં ત્રિપુરામાં સૌથી વધારે 54.47 ટકા જેટલુ મતદાન થયું છે. આ ઉપરાંત અસમમાં 46.31, બિહારમાં 33.80, છત્તીસગઠમાં 53.09, જમ્મુમાં 42.88, કર્ણાટકમાં 38.23, કેરલમાં 39.26, મધ્યપ્રદેશમાં 39, મહારાષ્ટ્રમાં 32, મણિપુરમાં 54.26, રાજસ્થાનમાં 40.39, ઉત્તરપ્રદેશમાં 35.73 અને પશ્ચિમ બંગાળમાં 47.29 […]

બેલેટ પેપર દ્વારા મતદાન સહિતની તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હી: ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) વડે 100 ટકા વોટ વેરિફિકેશનની માગણી કરતા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે શુક્રવારે VVPAT સ્લિપના મેચિંગ સંબંધિત તમામ અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, પરિણામ જાહેર થયાના 7 દિવસની અંદર ઉમેદવાર ફરીથી ચકાસણીની માંગ કરી […]

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કામાં 88 બેઠકો ઉપર બે કલાકમાં 12 ટકા મતદાન

નવી દિલ્હીઃ લોકસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં આજે 88 બેઠકો ઉપર સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. દરમિયાન બે કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં 10.39 ટકા, રાજસ્થાનમાં 11.77 ટકા, મધ્યપ્રદેશમાં 13.82 ટકા, મહારાષ્ટ્રમાં 7.46 ટકા, કર્ણાટકમાં 9.21 ટકા, ઉત્તરપ્રદેશમાં 11.67 ટકા, પશ્ચિમ બંગાળમાં 15.68, અસમમાં 9.71 ટકા, મણિપુરમાં 15.49 ટકા, ત્રિપુરામાં 16.65 ટકા, બિહારમાં 9.84 ટકા, છત્તીસગઢમાં 15.42 […]

શંકાના આધારે EVM પર ન આપી શકાય આદેશ, સુપ્રીમે ચૂકાદો રાખ્યો સુરક્ષિત

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં નોંધાયેલા 100 ટકા વોટને VVPAT સ્લિપ સાથે મેચ કરવાની માગણી પર સુનાવણી કરતા જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે બુધવારે કહ્યું કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને અમે તેને નિયંત્રિત કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટે બુધવારે આ મામલામાં સુનાવણી બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અમે કોઇ બંધારણીય […]

લોકસભા ચૂંટણીઃ મહિસાગરના રિક્ષા ચાલકોની અનોખી પહેલ, મતદારોને ફ્રીમાં મતદાન કેન્દ્ર લઈ જશે

અમદાવાદઃ મહિસાગરના રિક્ષા ચાલકોએ મતદાનની જાગૃતિ માટે રેલી યોજી. રિક્ષા પર મતદાનની જાગૃતિ માટેનાં પોસ્ટર લગાવ્યા. કેલેક્ટર કચેરીથી રેલી યોજી. આ રેલીમાં 200 જેટલા રિક્ષા ચાલકો જોડાયા. આટલું જ નહીં તેમની રિક્ષામાં બેસતા મુસાફરોને રિક્ષા ચાલકો મત આપવા અંગે જાગૃત કરશે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે જેને જે પક્ષને મત કરવો હોય તે કરે પરંતુ […]

કોંગ્રેસ ધર્મના આધારે અનામત લાગુ કરવા માંગે છે: PM મોદી

ભોપાલઃ પીએમ મોદીએ મધ્યપ્રદેશના સાગરમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને રેલી દરમિયાન કહ્યું કે, કોંગ્રેસ વિશે એવું સત્ય સામે આવ્યું છે જેને સાંભળીને દેશ ચોંકી ગયો છે. કોંગ્રેસ ઈચ્છે છે કે એસસી-એસટીનો 15 ટકા ક્વોટા કાપવામાં આવે અને ધર્મના આધારે અનામત લાગુ કરવામાં આવે. વડા પ્રધાને વધુમાં […]

તેજ પ્રતાપ નહીં, હવે ખુદ અખિલેશ લડી શકે છે યૂપીની કન્નૌજ બેઠક પરથી ચૂંટણી

સમાજવાદી પાર્ટીએ ઉમેદવારોની જે યાદી જાહેર કરી છે તેમાં કન્નૌજ બેઠક પરથી તેજ પ્રતાપ યાદવનું નામ છે..પરંતુ આ બેઠક પરથી તેમના સ્થાને હવે ખુદ અખિલેશ ચૂંટણી લડે તેવી શક્યતા છે. કારણ કે સમાજવાદી પાર્ટીનું કન્નૌજનું સ્થાનિક એકમ અખિલેશને આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે અનુરોધ કરી રહ્યું છે. સમાજવાદી પાર્ટીએ કન્નૌજથી તેમના પરિવારના સભ્ય અને […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં આશરે પાંચ કરોડ મતદારો કરી શકશે મતાધિકારનો ઉપયોગ

ગાંધીનગરઃ લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપતા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે 15 માર્ચ 2024 સુધીમાં અરજી કરનાર તમામ નાગરિકોને EPIC કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જો EPIC […]

ઉત્તર પ્રદેશની કેસરગંજ બેઠક પર બ્રિજભૂષણ શરણસિંહને ટિકીટ અપાશે કે નહીં ? શું છે ભાજપની મુંઝવણ ?

ઉત્તર પ્રદેશની કેસરગંજ બેઠક પર ભાજપ બ્રિજભૂષણ શરણસિંહને ટિકીટ આપશે કે નહીં તે પ્રશ્ન હજુ પ્રશ્ન જ બનેલો છે, કારણ કે પાર્ટીએ હજુ આ બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી નથી. અને પાર્ટીએ કોઈ સંકેત પણ આપ્યો નથી. દરમિયાન પક્ષના સૂત્રોનું કહેવું છે કે બ્રિજભૂષણ શરણ સિંહની ટિકિટ પરનો નિર્ણય પણ તેમના પર લાગેલા જાતીય સતામણીના […]

વેરવિખેર થતી કોંગ્રેસ (લેખાંક-૩): ૧૯૬૯માં સિન્ડીકેટ – ઇન્ડિકેટના નામે કોંગ્રેસના બે ટુકડા થયા

(સુરેશભાઈ ગાંધી) – ૧૯૬૯માં સિન્ડિકેટ – ઇન્ડિકેટના નામે કોંગ્રેસના બે ટુકડા થયા. – ૧૯૭૭માં ચંદ્રશેખર, કૃષ્ણકાંત, રામધન જેવા યંગટર્કે કોંગ્રેસ છોડી. – ૧૯૭૭માં બાબુ જગજીવનરામે કોંગ્રેસ છોડી CFD પક્ષ સ્થાપ્યો. – ૧૯૮૨માં સંજય ગાંધીનાં વિધવા પત્ની મેનકા ગાંધીને ઇન્દિરા ગાંધીનું ઘર અને કોંગ્રેસ છોડવા પડ્યાં. – ૧૯૮૬માં પ્રણવ મુખર્જીએ કોંગ્રેસ છોડી રાષ્ટીય સમાજવાદી કોંગ્રેસની સ્થાપના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code