1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

લોકસભા ચૂંટણી: બીજા તબક્કા માટે 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1210 ઉમેદવારો ચૂંટણીજંગમાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કામાં 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 1,206 ઉમેદવારો અને બાહ્ય મણિપુર પીસીના 4 ઉમેદવારો ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત બીજા તબક્કાના મતદાન માટે 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 88 પીસી માટે કુલ 2633 ઉમેદવારીપત્રો ભરાયા હતા. તમામ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે બીજા તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ, 2024 હતી. […]

લોકસભા ચૂંટણીઃ યુવા અને શહેરી મતદારોને જોડવા માટે ચૂંટણીપંચે સોશિયલ મીડિયાની શક્તિનો લાભ લીધો

નવી દિલ્હીઃ દેશ 2024ની લોકસભાની ચૂંટણીઓ માટે તૈયારી કરી રહ્યો છે, ત્યારે ભારતીય ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘ટર્નિંગ 18’ અને ‘યુ આર ધ વન’ જેવા અનોખા અભિયાનો દ્વારા નાગરિકોને સામેલ કરવા માટે ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ની વ્યાપક થીમ અંતર્ગત એક રણનીતિ તરીકે એક અભિનવ યાત્રાની શરુઆત કરી છે. હાલમાં ઇસીઆઈ ફેસબુક, […]

અમદાવાદ જિલ્લામાં EVM અને વીવીપેટની ફાળવણી પ્રક્રિયાનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી -2024 માટે આગામી 7 મે ના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે આ ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર EVM અને વીવીપેટનું અમદાવાદ કલેક્ટર કચેરીમાં કમ્પ્યૂરાઇઝ્ડ પદ્ધતિથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી. કે. તથા માન્યતાપ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરાયા બાદ સોમવારથી અમદાવાદના મોટેરા ખાતે આવેલ […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં 7 મે મતદાનના દિવસે જાહેર રજા રહેશે, સરકારનો પરિપત્ર

અમદાવાદઃ દેશમાં લોકસભા 2024ની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પહેલા ચરણનું મતદાન 19 એપ્રિલના દિવસે થવાનું છે. આ વખતે પણ લોકસભા 2024ની ચૂંટણીનું સાત તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાતમાં ગુજરાતની 26 લોકસભા બેઠક અને વિધાનસભાની 5 બેઠક પર પેટાચૂંટણીનું મતદાન 7 મેએ ત્રીજા તબક્કામાં રોજ એક જ દિવસે થશે. ગુજરાત સરકારે 7 મેના લોકસભા 2024ની ચૂંટણી મતદાનને […]

ઈલેક્શન કમિશનઃ સુવિધા પોર્ટલ પર રાજકીય પક્ષો અને ઉમેદવારોની 73 હજારથી વધુ અરજીઓ આવી

નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, 2024ની લોકસભા ચૂંટણીની જાહેરાત અને આદર્શ આચાર સંહિતા (MCC) ના અમલીકરણ પછી ભારતના ચૂંટણી પંચના સુવિધા પ્લેટફોર્મની પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો છે. પોર્ટલને રાજકીય પક્ષો અને ઉમેદવારો તરફથી 73,000 થી વધુ અરજીઓ મળી છે, જેમાંથી 44,600 અરજીઓ પહેલાથી જ મંજૂર કરવામાં આવી […]

હું ગૌમાંસ ખાતી નથી: અફવા ફેલાવનારાઓનો ક્લાસ લેતા કંગના રનૌતે ખુદને ગણાવ્યા પ્રાઉડ હિંદુ

નવી દિલ્હી: પોતાની દમદાર એક્ટિંગ અને નિવેદનોને કારણે ચર્ચામાં રહેનારા એક્ટ્રેસ કંગના રનૌતે સોશયલ મીડિયા પર તેમની વિરુદ્ધ ચાલી રહેલી અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રી અને મંડી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કંગના રનૌતે એક્સ પોસ્ટમાં કહ્યું છે કે હું ગૌમાંસ અથવા અન્ય કોઈપણ પ્રકારના લાલ માંસનું સેવન કરતી નથી, આ શર્મનાક છે કે […]

લોકસભા ચૂંટણીઃ ગાંધીનગર બેઠક ઉપર અમિત શાહ 19 એપ્રિલે નોંધાવશે ઉમેદવારી

અમદાવાદઃ ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે 19 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે. આ પહેલા 18 એપ્રિલે ગાંધીનગર લોકસભા સીટ હેઠળ આવતી તમામ વિધાનસભા સીટો પર ભાજપ દ્વારા રોડ-શોનું આયોજન કરવામાં આવશે. અમિત શાહ આ રોડ-શોમાંથી એકમાં ભાગ લેશે. બીજા દિવસે 19 એપ્રિલે તેઓ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ભાજપના ઉમેદવાર તરીકે […]

ચીન AIથી ભારતની ચૂંટણીઓને પ્રભાવિત કરવાની ફિરાકમાં, માઈક્રોસોફ્ટનો દાવો

નવી દિલ્હી: માઈક્રોસોફ્ટે ચેતવણી આપી છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જનરેટેડ કન્ટેટનો ઉપોયગ કરીને ભારત, અમેરિકા અને દક્ષિણ કોરિયાની ચૂંટણીઓ પર પ્રભાવ પાડી શકે છે. આ ચેતવણી ત્યારે આવી છે, જ્યારે ચીને તાઈવાનના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂટણી દરમિયાન પરિણામોને પ્રભાવિત કરવા માટે એઆઈનો ઉપયોગ કરીને પરીક્ષણ કર્યું હતું. મહત્વપૂર્ણ છે કે દુનિયાભરના ઓછામાં ઓછા 64 દેશોમાં રાષ્ટ્રીય […]

કૉંગ્રેસના ઘોષણાપત્રમાં મુસ્લિમ લીગની છાપ: સહારનપુરમાં પીએમ મોદીના ભાષણની 7 મોટી વાત

સહારનપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સહારનપુરમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 19 એપ્રિલે સહારનપુરમાં મતદાન થશે. ભાજપે પૂર્વ સાંસદ રાઘવ લખનપાલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે માજિદ અલી બીએસપીના ઉમેદવાર છે. ઈમરાન મસૂદ સપા-કોંગ્રેસ ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરી પણ […]

રાજકોટઃ એક ગ્રામ પંચાયતની અનોખી પહેલ, મતદાન નહીં કરનાર સામે કરાશે દંડાત્મક કાર્યવાહી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીનો પર્વ હવે નજીકમાં છે. મતદાન કરવું એ આપણો અધિકાર છે. પરંતુ ઘણી વખત એવુ પણ બને છે કે ઘણા લોકો મતદાન કરવા જતા નથી. ત્યારે રાજકોટનું એક એવુ ગામ કે જ્યાં મતદાન ન કરવાને લઇને કડક નિયમો બનાવવામાં આવ્યા છે. ચૂંટણીને લઇને ખાસ નિયમ આ ગામ એટલે રાજકોટનું રાજસમઢીયાળા ગામ. રાજસમઢીયાળા ગામને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code