1. Home
  2. ગુજરાતી
  3. હું ગૌમાંસ ખાતી નથી: અફવા ફેલાવનારાઓનો ક્લાસ લેતા કંગના રનૌતે ખુદને ગણાવ્યા પ્રાઉડ હિંદુ
હું ગૌમાંસ ખાતી નથી: અફવા ફેલાવનારાઓનો ક્લાસ લેતા કંગના રનૌતે ખુદને ગણાવ્યા પ્રાઉડ હિંદુ

હું ગૌમાંસ ખાતી નથી: અફવા ફેલાવનારાઓનો ક્લાસ લેતા કંગના રનૌતે ખુદને ગણાવ્યા પ્રાઉડ હિંદુ

0
Social Share

નવી દિલ્હી: પોતાની દમદાર એક્ટિંગ અને નિવેદનોને કારણે ચર્ચામાં રહેનારા એક્ટ્રેસ કંગના રનૌતે સોશયલ મીડિયા પર તેમની વિરુદ્ધ ચાલી રહેલી અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રી અને મંડી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કંગના રનૌતે એક્સ પોસ્ટમાં કહ્યું છે કે હું ગૌમાંસ અથવા અન્ય કોઈપણ પ્રકારના લાલ માંસનું સેવન કરતી નથી, આ શર્મનાક છે કે મારા સંદર્ભે સંપૂર્ણપણે નિરાધાર અફવાઓ ફેલાવાય રહી છે, હું યોગિક અને આયુર્વેદિક જીવનની તરફદારી અને તેનો પ્રચાર કરતી રહી છું.

કંગના રનૌતે અફવાબાજોને આડેહાથ  લેતા એક્સ પોસ્ટમાં લખ્યું છે કે દશકાઓથી ચાલી આવી રહેલી જીવનશૈલીને કારણે હવે મારી છબી ખરાબ કરવા માટે આવી રણનીતિઓ કામ કરશે નહીં. મારા લોકો મને જાણે છે અને તે જાણે છે કે હું એક પ્રાઉડ હિંદુ છું અને કોઈપણ ચીજ તેને ક્યારેય ગુમરાહ કરી શકે નહીં, જય શ્રીરામ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code