1. Home
  2. ગુજરાતી
  3. આખરે પૂર્ણ સૂર્યગ્રહણને સેટેલાઈટ આદિત્ય એલ-1 કેમ કરી નહીં શકે કેદ? જાણો આની પાછળનું કારણ
આખરે પૂર્ણ સૂર્યગ્રહણને સેટેલાઈટ આદિત્ય એલ-1 કેમ કરી નહીં શકે કેદ? જાણો આની પાછળનું કારણ

આખરે પૂર્ણ સૂર્યગ્રહણને સેટેલાઈટ આદિત્ય એલ-1 કેમ કરી નહીં શકે કેદ? જાણો આની પાછળનું કારણ

0
Social Share

નવી દિલ્હી : ભારતની પહેલી અંતરીક્ષ આધારીત સૌર વેધશાળા, આદિત્ય એલ-1 સતત સૂર્યનો અભ્યાસ કરી રહી છે. પરંતુ તેમ છતાં આ સેટેલાઈટ સૂર્યગ્રહણને જોઈ શકશે નહીં. મહત્વપૂર્ણ છે કે આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ છે. આ સૂર્યગ્રહણ 50 વર્ષો બાદ સૌથી લાંબું ચાલનાર ગ્રહણ હશે, જે 5 કલાક અને 25 મિનિટ સુધી ચાલશે. આ દરમિયાન સૂર્યગ્રહણ પોતાના ચરમ પર હશે, ત્યારે કેટલાક સમય માટે પૃથ્વી પર અંધારું છવાય જશે.

ભારતનો આદિત્ય એલ-1 સેટેલાઈટ આ ખગોળીય ઘટનાને કેદ કરી શક્યો નથી. એવું નથી કે આ ઉપગ્રહહ આવું કરવા માટે અસમર્થ છે. પરંતુ એટલા માટે કે ઉપગ્રહને એવા સ્થાન પર રાખવામાં આવ્યો છે, જે સૂર્યને વગર અડચણે 24 કલાક, 365 દિવસ સુધી જોઈ શકે છે. ભારતીય વૈજ્ઞાનિકોએ આ સુનિશ્ચિત કરવા માટે એક સ્થાનની પસંદગી કરી છે કે ગ્રહણના કારણે ઉપગ્રહનું દ્રશ્ય ક્યારેય અવરુદ્ધ થાય નહીં. ઈસરોએ આદિત્ય એલ-1 ઉપગ્રહની યોજનાના નિદેશક નિગાર શાજીએ કહ્યુ છે કે ગ્રહણના કારણે સૂર્યમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન નહીં થાય.

ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે કહ્યુ છે કે આદિત્ય એલ-1 સૂર્યગ્રહણ જોઈ શકશે નહીં, કારણ કે ચંદ્રમાં અંતરીક્ષ યાનની પાછળ લેગ્રેન્જ પોઈન્ટ -1 પર છે, પૃથ્વી પર દેખાનારા ગ્રહણની આ સ્થાન પર વધુ અસર નહીં હોય. આદિત્ય-એલ-1ને સૂર્ય-પૃથ્વી પ્રણાલીના લેગ્રેન્જ બિંદુ-1ની ચારે તરફ એક પ્રભામંડળ કક્ષામાં રાખવામાં આવ્યું છે, જે પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટરના અંતર છે.

આદિત્ય એલ-1નું વજન લગભગ 1500 કિલોગ્રામ છે અને તે સૂર્ય પર સતત નજર રાખનાર ઉપગ્રહ છે. તે સૂર્યના મોનિટરિંગ માટે ભારતનું પહેલું સમર્પિત મિશન છે, ખાસ કરીને એ સમજવા માટે કે જ્યારે સૂર્ય સક્રિય હોય છે, તો શું થાય છે. સૌર વેધશાળાને 400 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. હકકીતમાં આદિત્ય એલ-1 ઉપગ્રહણ પોતાના ખાસ ઉપકરણ, વિજિબલ એમિશન લાઈન કોરોનાગ્રાફની સાથે સૂર્યનો અસરકારક રીતે અભ્યાસ કરવાા પોતાનું કૃત્રિમ સૂર્ય ગ્રહણ બનાવે છે. ઈન્ડિયન ઈન્સ્ટીટયૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ, બેંગલુરુના સૌર ભૌતિક વૈજ્ઞાનિક ડૉ. દીપાંકર બેનર્જીએ કહ્યુ છે કે ઉપગ્રહ વૈજ્ઞાનિકોને સૂર્યના કોરોનાને જોવા અને અભ્યાસ કરવાની તક આપે છે.

આ ગ્રહણ ઉત્તર અમેરિકાના વિશાળ ક્ષેત્રમાં જોવા મળશે. પૂર્ણ સૂર્યગ્રહણ એક દુર્લભ ઘટના છે, જેને આખા અમેરિકાના લોકો જોશે. આ ખગોળીય ઘટનાને જોવા માટે સ્કાઈડાઈવિંગથી લઈને ખાસ ઉડાણો સુધીના ઘણાં કાર્યક્રમો આયોજીત કરાયા છે. ન્યૂયોર્કના પશ્ચિમી અને ઉત્તરીય વિસ્તારોમાં પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે.

ખગોળીય ઘટના સંદર્ભે પોતાના નિવેદનમાં નાસાએ કહ્યું છે કે 8 એપ્રિલ, 2024ના રોજ પૂર્ણ સૂર્યગ્રહણ ઉત્તર અમેરિકા, મેક્સિકો, અમેરિકા અને કેનેડા થઈને પસાર થશે. ખાસ વાત એ છે કે નાસા ઘણાં અન્ય પ્રયોગો સિવાય પડછાયાનો પીછો કરવા વિશેષ સંશોધન વિમાન પણ ઉડાડી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code