અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં બે વિદેશી બાળકોની અત્યંત જટિલ બ્લેડર એસ્ટ્રોફીની સફળ સર્જરી
અમદાવાદ: સિવિલ હોસ્પિટલે ફરી એક વખત મેડિકલ ટુરીઝમનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે વિદેશી બાળકોની બ્લેડર એસ્ટ્રોફી એટલે કે પેશાબની કોથળીમાં સમસ્યા હોય તેની સફળ સર્જરી કરીને બાળકોને પીડા મુક્ત કરાયા છે. બંને કિસ્સાની વિગતો જોઇએ તો, બાંગ્લાદેશના રાજીબ દાસની 3 વર્ષની દીકરી પ્રિયા ગોપિકા દાસને બ્લેડર એક્સસ્ટ્રોફીની તકલીફ હોવાનું નિદાન થયું […]