1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

🌟 દૈનિક પંચાંગ અને રાશિ ભવિષ્ય 🌟 બુધવાર, ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬ 📍 સ્થળ: અમદાવાદ, ગુજરાત, ભારત 🗓️ તિથિ અને મુખ્ય પંચાંગ વિગત માહિતી મહત્વ ચંદ્ર માસ માઘ કૃષ્ણ પક્ષ વદ પક્ષ (ઉતરતી કળા) તિથિ કૃષ્ણ નોમ (૯મી) સવારે ૦૯:૫૮ સુધી, પછી દશમ. નક્ષત્ર અનુરાધા (વૃશ્ચિક) સવારે ૧૦:૫૩ સુધી, પછી જ્યેષ્ઠા. યોગ વ્યાઘાત કાર્યોમાં સાવધાની; સંઘર્ષ […]

રિયાધમાં યોજાયેલા વર્લ્ડ ડિફેન્સ શોમાં ભારતે પોતાની સ્વદેશી સંરક્ષણ શક્તિનું પ્રદર્શન કર્યું

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં યોજાયેલા વર્લ્ડ ડિફેન્સ શો 2026માં ભારતે પોતાની સ્વદેશી સંરક્ષણ શક્તિનું પ્રદર્શન કર્યું હતું. 8 અને 9 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાયેલા આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા એક ખાસ પ્રતિનિધિમંડળે આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. તેમણે આ કાર્યક્રમમાં […]

ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં ભારતની સ્થિતિ સુધરી, અમેરિકા-યુરોપમાં ગ્રાફ વધ્યો

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: વિશ્વભરમાં ભ્રષ્ટાચારની સ્થિતિ અંગે તાજેતરમાં જાહેર થયેલા ‘ગ્લોબલ ટ્રાન્સપરન્સી’ના વાર્ષિક રિપોર્ટમાં ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2024ની સરખામણીએ 2025માં ભારતમાં ભ્રષ્ટાચારના કેસોમાં ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે ભારતના રેન્કિંગમાં સુધારો થયો છે. બીજી તરફ, વિકસિત ગણાતા અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં ભ્રષ્ટાચારમાં વધારો થતા તેમના સ્કોરમાં ઘટાડો […]

નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના ત્રીજા ક્વાર્ટરમાં ટોરેન્ટ પાવરના ચોખ્ખા નફામાં ૩૦% નો વધારો

અમદાવાદ : ટોરેન્ટ પાવર લિમિટેડ (“કંપની”) એ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પૂર્ણ થયેલા ક્વાર્ટર અને નાણાંકીય વર્ષના પ્રથમ ત્રણ ક્વાર્ટરના નાણાકીય પરિણામોની જાહેરાત કરી. વર્ષ-દર-વર્ષના આધારે ક્વાર્ટરમાં કુલ વ્યાપક આવક (TCI)માં ₹૧૪૭ કરોડનો વધારો થયો છે, જે માટે નીચે મુજબના પરિબળોએ મહત્વની ભૂમિકા ભજવી છે.  ગેસ આધારિત પાવર પ્લાંટ્સમાંથી યોગદાનમાં વધારો.  લાયસન્સ-પ્રાપ્ત […]

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે અધિકારીઓની બદલી કરાશે

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: દેશના પાંચ રાજ્યોમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય ચૂંટણી પંચે (ECI) તૈયારીઓના ભાગરૂપે વહીવટી સ્તરે મોટા ફેરફાર કરવાના નિર્દેશ આપ્યા છે. પંચે અસમ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ચૂંટણી કાર્ય સાથે સીધી રીતે સંકળાયેલા અધિકારીઓની બદલી કરવાના આદેશ જારી કર્યા છે. ચૂંટણી પંચે સ્પષ્ટ […]

યોગીની ગર્જના: કયામત સુધી બાબરીનું સપનું પૂરું નહીં થાય

લખનૌ, 10 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બારાબંકીમાં એક જાહેર સભામાં વિરોધીઓ અને કટ્ટરપંથીઓ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જે લોકો ભારતમાં ફરી ‘બાબરી માળખું’ ઊભું કરવાના સપના જોઈ રહ્યા છે, તેમનું આ સપનું કયામત સુધી પૂરું થવાનું નથી, કારણ કે કયામતનો દિવસ ક્યારેય આવવાનો […]

લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસ અપાઈ

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: લોકસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન કોંગ્રેસે સ્પીકર ઓમ બિરલા સામે અશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. પાર્ટીએ લોકસભા મહાસચિવને નોટિસ સોંપી છે જેની ઉપર 118 સાંસદોએ સહી કરી છે. નિયમ 94 સી હેઠળ કોંગ્રેસ આ પ્રસ્તાવ લાવ્યું હોવાનું જાણવા મળે છે. લોકસભા સચિવાયલના સૂત્રોના જણાવ્યા અનુસાર અવિશ્વાસ પ્રસ્તાવની […]

આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા અભિનેતા રાજપાલ યાદવની મદદે આવ્યો સોનુ સૂદ

મુંબઈ, 10 ફેબ્રુઆરી 2026: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અને કોમેડી કિંગ તરીકે જાણીતા રાજપાલ યાદવ હાલમાં તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. કરોડો રૂપિયાના ચેક બાઉન્સના કેસમાં આખરે તેમણે દિલ્હીની તિહાર જેલમાં શરણાગતિ સ્વીકારી છે. જેલ જતા પહેલા રાજપાલ યાદવ અત્યંત ભાવુક થઈ ગયા હતા અને રડતા રડતા પોતાની લાચારી વ્યક્ત કરી […]

સેશેલ્સ માટે 175 મિલિયન ડોલરના ખાસ આર્થિક પેકેજની ભારતે કરી જાહેરાત

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશેલ્સ માટે 175 મિલિયન ડોલરના ખાસ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. નવી દિલ્હીમાં સેશેલ્સના રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક એર્મિની સાથે મુલાકાત બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં બોલતા, મોદીએ જણાવ્યું કે આ પેકેજ સામાજિક આવાસ, ઈ-મોબિલિટી, વ્યાવસાયિક તાલીમ, આરોગ્ય, સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષામાં સહયોગ પ્રદાન કરશે. ભારત અને સેશેલ્સે આરોગ્ય, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code